Authors
Claim – વરસાદના લીધે રોડમાં ખાડો પડતા મહિલા તેમાં પડી ગઈ. ગુજરાત મૉડલ દર્શાવતો વાઇરલ વીડિયો
Fact – દાવો ખોટો છે. ખરેખર મહિલા રોડના ખાડામાં પડી રહી હોવાનો વીડિયો બ્રાઝિલનો છે.
વરસાદમાં રોડ તૂટી પડતો અને તેમાં પડી રહેલી મહિલાનો એક વીડિયો વાઇરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે, આ વીડિયો ગુજરાતનો અને અયોધ્યાનો છે તથા લખ્યું છે કે આ છે ગુજરાત મૉડલ અને રસ્તા પર ચાલતા પહેલા ચેતીને ચાલજો.
Fact Check/ Verification
દેશમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત અને ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી ભરાયા છે. ઘણી જગ્યાએ રસ્તામાં ભૂવા પડી ગયા છે.
યુપીની વાત કરીએ તો અયોધ્યામાં તાજેતરમાં થયેલા વરસાદ બાદ રામપથ પર ભારે પાણી ભરાઈ ગયા હતા. આ સિવાય રામ મંદિરની છત લીક થવાના સમાચાર પણ હેડલાઇન્સમાં હતા. દરમિયાન, રામપથ જળબંબાકાર કેસમાં સરકારે કાર્યવાહી કરી અને 6 અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા.
દરમિયાન, રોડ તૂટી રહ્યો છે અને તેમાં ચાલતી મહિલા નીચે પડી હોવાનો વીડિયો ઘણો વાયરલ થયો છે. આ વીડિયોને ગુજરાત અને અયોધ્યાનો હોવાનું દર્શાવીને ભાજપની રાજ્ય સરકારો પર ટોણો મારવામાં આવી રહ્યો છે. ગુજરાત મૉડલ સાથે તેને જોડવામાં આવ્યો છે.
દાવાની સત્યતા જાણવા માટે, અમે વિડિયોની કીફ્રેમ્સને રિવર્સ સર્ચ કરી. આ સમય દરમિયાન, અમને 3 જૂન, 2022ના રોજ બ્રાઝિલની સમાચાર સંસ્થા SBT News ની YouTube ચૅનલ પર આ વીડિયો મળ્યો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વીડિયો બ્રાઝિલનો છે, જ્યાં એક મહિલા રોડ પરના ખાડામાં પડી ગઈ હતી.
તપાસ દરમિયાન, અમને બ્રાઝિલની મનોરંજન વેબસાઇટ હ્યુગો ગ્લોસના X હેન્ડલ પર પણ આ વીડિયો મળ્યો, જે વર્ષ 2022માં પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં ઉલ્લેખ કરાયેલ વેબસાઈટની લિંક ઑપન કરતાં જાણવા મળ્યું કે રોડ પરના ખાડામાં પડી ગયેલી મહિલાનું નામ મારિયા છે. જેમને ત્યાં હાજર ત્રણ લોકોએ સમયસર બચાવી લીધા હતાં.
જોર્નલ દા રેકોર્ડ નામની YouTube ચેનલ પર અમને આ વિડિયો પણ મળ્યો છે. અહીં પણ આ વીડિયો વર્ષ 2022માં અપલૉડ કરવામાં આવ્યો છે અને તે બ્રાઝિલનો હોવાનું કહેવાય છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટના બ્રાઝિલના ફોર્ટાલેઝાના કાસ્કેવેલમાં બની હતી, જ્યાં એક મહિલા રોડ પરના ખાડામાં પડી ગઈ હતી.
વધુમાં અખબાર હિંદુસ્તાન ટાઇમ્સ દ્વારા પર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં વીડિયો બ્રાઝિલનો હોવાની વાત કરવામાં આવી હતી.
Read Also : કેરળમાં IUML કાર્યકર્તાઓએ પાકિસ્તાનની ક્રિકેટ જર્સી પહેરી ઉજવણી કર્યાનો વીડિયો ફેક
Conclusion
આમ, અમારી તપાસમાં સ્પષ્ટ થયું છે કે વાયરલ થઈ રહેલો વીડિયો અયોધ્યા કે ગુજરાતનો નથી, પરંતુ બ્રાઝિલનો છે અને લગભગ બે વર્ષ જૂનો છે.
Result – False
Sources
Report hugoglos Published on June 3, 2022
Report SBT news Published on June 3, 2022
Report Jornal da Record Published on June 4, 2022
Report Hindustan Times Dated 4 July, 2024
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044