Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સોશ્યલ મીડિયા પર છત્તીશગઢના ચંદાદેવી મંદિરની તસ્વીર વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે “કેટલાક નરાધમો દ્વારા છત્તીશગઢમાં ચંદાદેવી મંદિર પર પાકિસ્તાનનો ધ્વજ લગાવવામાં આવ્યો છે.”
ફેસબુક યુઝર્સ ‘સંપૂર્ણ સમાચાર સેવા’ દ્વારા “નરાધમો દ્વારા છત્તીશગઢમાં ચંદાદેવી મંદિર પર પાકિસ્તાનનો ધ્વજ લગાવવામાં આવ્યો” ટાઇટલ સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે. તસ્વીરમાં ચંદાદેવી મંદિરની મૂર્તિ ઉપર લીલા કલરમાં 786 લખાયેલ ધ્વજ જોવા મળે છે.
આ પણ વાંચો : શું ખરેખર ‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2023 મળ્યો છે?
ચંદાદેવી મંદિર પર પાકિસ્તાનનો ધ્વજ લગાવવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર ANI ન્યુઝ દ્વારા 8 ફેબ્રુઆરીના પોસ્ટ કરવામાં આવેલ વાયરલ વિડીયો જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ, આ મંદિરમાં હિંદુ-મુસ્લિમ બન્ને પોતાના રિવાજો સાથે પૂજા કરે છે. આ મંદિર છત્તીસગઢના બાલોદ જિલ્લાથી લગભગ 30 કિલોમીટર દૂર ગુંદરદેહીમાં આવેલું છે.
છત્તીશગઢના ચંદાદેવી મંદિર અંગે વધુ તાપસ કરતા, મીડિયા સંસ્થાન amarujal અને abplive દ્વારા 7 ફેબ્રુઆરીના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. છત્તીશગઢના બાલોદ જિલ્લાના ગુંદરદેહીના હાથરી બજારમાં આવેલ ચંડી મંદિર તો બીજી તરફ સૈયદ બાબાનો 786નો લીલા રંગનો પવિત્ર ધ્વજ પણ આ મંદિરમાં ફરકાવવામાં આવે છે. અહીં બધા ધર્મો એક સાથે પૂજા કરે છે.
અમર ઉજાલાના વિસ્તૃત અહેવાલમાં સ્થાનીય લોકોની વાતચીતને ટાંકવામાં આવી છે. જે મુજબ, મંદિરનો ઈતિહાસ લગભગ 100 વર્ષ જૂનો છે. સૈયદ બાબાની પૂજા અને મા ચંદાની પૂજા પણ એટલી જ જૂની છે. પુજારી ખોરબહારા રામના જણાવ્યા અનુસાર સૈયદ બાબાની કબરની સ્થાપના પૂર્વજોએ કરી હતી. સૈયદ બાબાની પણ ચંદામાતા જેટલી પૂજા થાય છે અને અહીંયા હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોઈ અંતર નથી
આ અંગે અમે છત્તીશગઢના ગુંદરદેહી જિલ્લા શાસક અધિકારી સાથે વાતચીત કરી હતી. તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વાયરલ દાવો તદ્દન ભ્રામક છે. આ મંદિરના છેલ્લા 100વર્ષોથી હિન્દૂ અને મુસ્લિમ બન્ને પૂજા કરવા આવે છે. બન્ને પોતાની આસ્થા સાથે જોડાયેલ રિવાજો અનુસરે છે. અહીંયા કોઈપણ પાકિસ્તાની ધ્વજ લગાવવામાં આવેલ નથી.
છત્તીશગઢમાં ચંદાદેવી મંદિર પર પાકિસ્તાનનો ધ્વજ લગાવવામાં આવ્યો હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે. છત્તીશગઢમાં આવેલ ચંદાદેવી મંદિર પર વર્ષોથી સૈયદ બાબાની પૂજા પણ થાય છે, જેથી અહીંયા ઇસ્લામિક ધ્વજ લગાવવામાં આવે છે. વાયરલ તસ્વીરમાં જોવા મળતો ધ્વજ પાકિસ્તાનનો રાષ્ટ્ર ધ્વજ નથી.
Our Source
YouTube Video Posted By ANI News, on Feb 8, 2023
Report Published By Amar Uajal, on Feb 8, 2023
Report By ABPLive, on Feb 8, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Vasudha Beri
June 15, 2023
Prathmesh Khunt
February 6, 2023
Prathmesh Khunt
January 23, 2023