એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “પાકિસ્તાનમાં હિંદુ સાંસદ હિંદુ દીકરીઓને બચાવવા માટે સંસદમાં દયાની ભીખ માંગે છે” વિડિયોમાં, “સાંસદ” 12 વર્ષની છોકરીના બળજબરીથી ઈસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવવાના કેસ અને વિધાનસભાના સ્પીકરની સામે સંબંધિત અધિકારીઓની ઉદાસીનતાની દલીલ કરતા જોવા મળે છે.

Fact Check / Verification
ન્યૂઝચેકરે સૌપ્રથમ “હિન્દુ એમપી પાકિસ્તાન એસેમ્બલી” કીવર્ડ સાથે સર્ચ કરતા આ ઘટના અંગે કોઈપણ સમાચાર અહેવાલો જોવા મળતા નથી. આ અંગે, પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી અધિકૃત વેબસાઈટ પર બિન-મુસ્લિમ સાંસદો અંગે સર્ચ કરતા વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ જોવા મળતો નથી.

વાયરલ ટ્વીટ્સની કોમેન્ટ બોક્ષમાં જણાવવામાં આવ્યું વીડિયોમાં દેખાતો વ્યક્તિ પાકિસ્તાનના પંજાબની પ્રાંતીય એસેમ્બલીનો સભ્ય (MPA) છે, જે ક્રિસ્ચન સમુદાયના લીડર છે. 15 સપ્ટેમ્બર, 2022 ના રોજની આ ટ્વીટ જેમાં સમાન વાયરલ વિડિઓ જોઈ શકાય છે. ટ્વીટ અનુસાર, ધારાસભ્ય તારિક મસીહ ગિલ છે, પંજાબ પ્રાંતના ખ્રિસ્તી સાંસદ છે, જે 12 વર્ષની ખ્રિસ્તી છોકરીના અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તનની વાત કરી રહ્યા હતા.

આ ઘટના પર NY ન્યૂઝ દ્વારા 20 ઓગસ્ટ, 2022 ના રોજ પોસ્ટ કરવામાં આવેલ યુટ્યુબ વિડિયો જોવા મળે છે. જેનું શીર્ષક છે “પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં બળજબરીથી ધર્મ પરિવર્તન પર એમપીએ તારિક મસીહ ગિલનું બોલ્ડ ભાષણ.”
પંજાબની પ્રાંતીય એસેમ્બલીની અધિકૃત વેબસાઇટ અનુસાર , તારિક મસીહ ગિલ, એક ખ્રિસ્તી, બિન-મુસ્લિમો માટે આરક્ષિત આઠ બેઠકોમાંથી એકની સામે, 2018માં સતત બીજી મુદત માટે પંજાબની પ્રાંતીય એસેમ્બલીના સભ્ય તરીકે ફરીથી ચૂંટાયા હતા.

Conclusion
પાકિસ્તાનમાં હિંદુ સાંસદ હિંદુ દીકરીઓને બચાવવા માટે સંસદમાં દયાની ભીખ માંગી રહ્યા હોવાનો દાવો ભ્રામક છે. વાયરલ વીડિયોમાં જોવા મળતા વ્યક્તિ પાકિસ્તાન પંજાબના પ્રાંતીય એસેમ્બલીના સભ્ય તારિક મસીહ ગિલ છે જેઓ એક ખ્રિસ્તી સમુદાય માંથી આવે છે. આ વીડિયો તાજેતરનો નથી અને ઓગસ્ટનો છે.
Result : Partly False
Our Source
Video analysis
Video uploaded on Youtube by NY News on August 20, 2022
Official Website Of Provincial Assembly of the Punjab
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044