ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોના વાયરસના વધતા કેસ જોતા લોકડાઉન લગાવવા અંગે રાજ્ય સરકારને નિર્દેશ કર્યા હતા. જે અંગે નોંધ લેતા CM Rupani સરકાર દ્વારા ગુજરાતના 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 સુધી કર્ફ્યુ જાહેર કરેલ છે. હાઇકોર્ટ દ્વારા લોકડાઉં લગાવવા અંગે આપવામાં આવેલ નિર્દેશ બાદ સોશ્યલ મીડિયા પર લોકો આ નગે ખુબ જ પોસ્ટ શેર કરી તેમજ લોકડાઉન લાગુ કરવા અંગે એકબીજાના મંતવ્યો પણ રજૂ કર્યા હતા.

આ તમામ સોશ્યલ મીડિયા ચર્ચા સાથે એક મેસેજ અને ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ શેર કરતા સાથે દાવો કરવામાં આવ્યો છે કે CM Rupaniના દીકરાના લગ્ન નજીકના દિવસોમાં હોવાથી સરકાર લોકડાઉન નથી લગાવી રહી. ફેસબુક પર “રૂપાણી સાહેબ ટેન્સન મા છે 20 તારીખે છોકરા ના મેરેજ છે લોકડાઉન કરવું કે લગન ઘરે થી બોવજ પ્રેસર છે’ કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verificfation
લોકડાઉનની જાહેરાત ન કરતા સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરતો થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ગુજરાતમાં હમણા લોકડાઉન નહીં થાય, કારણ કે વિજય રૂપાણીના પુત્રના લગ્ન છે.’ આ પ્રકારના મેસેજ સોશિયલ મીડિયા પર વાયુવેગે પસરી ગયા હતા.
CM Rupaniના દીકરાના લગ્ન હોવાના કારણે ગુજરાતમાં લોકડાઉન નહીં લાગુ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા khabarchhe, TV9 અને gujaratexclusive દ્વારા 7 એપ્રિલના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.

અહેવાલ મુજબ, CM Rupaniએ આ વાયરલ મેસેજ અંગે સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે.
જયારે આ અંગે વધુ તપાસ કરતા CM Rupaniના ટ્વીટર એકાઉન્ટ પર સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ મેસેજ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે “મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે”
Conclusion
ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે લોકડાઉનનો નિર્ણય ન લેવાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ના પુત્રના લગ્ન હોવાની વાતોએ સોશિયલ મીડિયામાં જોર પક્ડયું હતું. ત્યારે આખરે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે ટ્વીટ કરી પોતાના પુત્રના લગ્ન મે મહિનામાં હોવાની વાતને પાયાવિહોણી ગણાવી છે. લગ્ન અંગે કોઈ આયોજન ન હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે.
Result :- False
Our Source
CM રૂપાણી
khabarchhe
TV9
gujaratexclusive
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)