ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ આવતી કાલે ચૂંટણી પરિણામો જાહેર થશે અને ગુજરાતમાં રાજકીય પડઘમ શાંત પડી જશે. ચૂંટણી સંદર્ભે અનેક ભ્રામક ખબરો ફેલાઈ હતી. આ જ ક્રમમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે “ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પાટીદારોને સીધા કરીને મત લઈશ તથા બક્ષીપંચ, દલીત અને આદીવાસી સમાજને એક કોથળી દારૂ અને ચપટી ચવાણું માં પટાવી દઈશ એવું જાહેર સભામાં બોલી રહ્યા છે.”
ફેસબુક યુઝર વિજાપુર ટાઈમ્સ દ્વારા 3 ડિસેમ્બરના “વિજાપુર વિધાનસભા વિસ્તારના રાષ્ટ્રપ્રેમી જાગૃત મતદારો જોગ સંદેશ..ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પાટીદારોને સીધા કરીને મત લઈશ તથા બક્ષીપંચ, દલીત અને આદીવાસી સમાજને એક કોથળી દારૂ અને ચપટી ચવાણું માં પટાવી દઈશ એવું જાહેર સભામાં બોલી રહ્યા છે.” કેપશન સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.

ગુજરાત વિધાનસભા સાથે જોડાયેલ અનેક ભ્રામક ખબરો અંગે Newschecker દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક
Fact Check / Verification
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના વાયરલ વિડીયો અંગે ગુગલ સર્ચ કરતા ઠાકોરના ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ પર નવેમ્બર 2017 “દિયોદર વિધાનસભા સ્નેહમિલન સંમેલન” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડીયો જોવા મળે છે.
વીડિયોમાં 5:29 મિનિટ પછી જગદીશ ઠાકોર ગુજરાત ભાજપ નેતા જીતુ વાઘાણી પર પ્રહાર કરતા કહી રહ્યા છે કે “જીતુ વાઘાણીના વંશજો બોલી રહ્યા છે પાટીદારોને સીધા કરીને મત લઈશ તથા બક્ષીપંચ, દલીત અને આદીવાસી સમાજને એક કોથળી દારૂ અને ચપટી ચવાણું માં પટાવી દઈશ” આ પરથી સ્પષ્ટ થાય છે કે જગદીશ ઠાકોર દ્વારા પાટીદાર કે અન્ય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવેલ નથી. તેઓ એ એક જનસભા દરમિયાન ભાજપ પર પ્રહાર કરતા ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.
Conclusion
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો વાયરલ વિડીયો ખેરખર નવેમ્બર 2017માં દિયોદર વિધાનસભા સ્નેહમિલન સમયે લેવામાં આવેલ છે. વાયરલ વીડિયોને ભ્રામક દાવા સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.
Result : Missing Context
Our Source
YouTube Video Of Congress Leader Jagdish Thakor, on NOV 2017
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044