Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Coronavirus
Corona મામલે અમદાવાદ કરતા સુરતના હાલ બેહાલ છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 954 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરતમાં 292, અમદાવાદમાં 247, વડોદરામાં 109 અને રાજકોટમાં 85 નવા કેસ નોંધાયા છે. સુરતમાં સૌથી વધુ કેસ આવવાને પગલે તંત્ર એલર્ટ થયું છે. જેમા શાળા-કોલેજની સાથે કાપડના માર્કેટ પણ બંધ કરાયા છે.
તો બીજી તરફ સોશ્યલ મીડિયા પર સુરત પોલીસના નામે એક લેટર વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં લોકડાઉન મૂકાવવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. પત્રમાં ‘લોકડાઉન પાર્ટ 2, ટ્રેલર સ્ટાર્ટ ટુડે…’ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. Corona કારણે રાત્રિ કરફ્યૂનો સમય વધાર્યા બાદ આ પત્ર વાયરલ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.

સુરતમાં Corona વાયરસના વધતા કેસના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હોવાનો દાવો કરતા આ લેટર વિષયે ગુગલ કીવર્ડ સર્ચ કરતા જાણવા મળે છે, કે સુરત પોલીસના નામે ખોટો લેટર વાયરલ કરવામાં આવ્યો છે. જે અંગે ગુનો દાખલ કરાયો છે. પત્રમાં જે અધિકારીનું નામ હતું તે પણ ખોટું હતું, ત્યારે પોલીસ કમિશનરના આદેશથી સાઈબર ક્રાઈમે ગુનો નોંધ્યો છે.
ન્યુઝ સંસ્થાનો દ્વારા આ વિષય પર સોશ્યલ મીડિયા તેમજ ચેનલ મારફતે જાણ કરવામાં આવી હતી કે વાયરલ લેટર એક અફવા છે. પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારે કોઈપણ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ નથી.
આ વાયરલ ભ્રામક લેટરના ખુલાસા અંગે સુરત પોલીસ કમિશનર કચેરી દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવેલ છે. જેમાં “લોકડાઉન પાર્ટ 2..ટ્રેલર સ્ટાર્ટ ટુડે..” કેપશન સાથે વાયરલ થયેલ લેટર પોલીસ કમિશનર કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલ નથી. વાયરલ લેટર ભ્રામક અફવા છે, લેટર વધુ ના શેર કરવા તેમજ અફવાઓથી બચવા માટે અપીલ કરવામાં આવેલ છે.

સ્મીમેર હોસ્પિટલ અને સમરસમાં ફરી (Corona) કોવિડ હોસ્પિટલ બનશે. મ્યુ. કમિશનર દ્વારા કોવિડ હોસ્પિટલના તૈયારીની સૂચના અપાઈ છે. કોરોનાના કેસો વધતા તૈયારીઓ આરંભાઈ છે. જેમાં કોરોના દર્દીઓ માટે તમામ સુવિધા ફરી ઉભી કરાશે. આ ઉપરાંત કરફ્યૂને પગલે સુરતમાં એસટીને 10 વાગ્યા બાદ શહેરમાં પ્રવેશ નહિ મળે. અન્ય જિલ્લાઓમાંથી સુરત આવતી બસોને આ નિયમ લાગુ પડશે. જેથી આજથી અપડાઉન કરનારા મુસાફરોને હાલાકી પડશે.
સુરત શહેરમાં Coronaના પોઝિટિવ કેસો વધતા સરથાણા ખાતે આવેલા નેચર પાર્કને પ્રવાસીઓ માટે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવ્યું છે. બીજો આદેશ ન થાય ત્યાં સુધી નેચર પાર્ક હવે બંધ રહેશે. તેમજ આજથી સુરતમાં ટયુશન ક્લાસિસ પણ ઓનલાઈન ચાલશે. કોરોના વકરતાં આરોગ્ય વિભાગે આ આદેશ આપ્યો છે. આજથી સાત દિવસ માટે આદેશ કરાયો છે.
નક્કી થયેલા પ્રૉટોકૉલ પ્રમાણે સૌથી પહેલા કોવિડ-19ની રસી હેલ્થકેર કર્મચારીઓને એટલે કે ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ તથા આરોગ્યસેવા સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવશે. તમામ સરકારી અને ખાનગી હૉસ્પિટલોને ભેગી કરીને આ આંકડો 80 લાખથી એક કરોડનો હોવાનો અંદાજ છે.
ત્યારપછી લગભગ બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સ એટલે કે રાજ્યના પોલીસ કર્મચારીઓ, અર્ધલશ્કરી દળો, સેના, સેનિટાઈઝેશન કામદારોને રસી આપવામાં આવશે.
50 વર્ષથી ઓછી વયના લોકોમાં એવા લોકો પણ રસીકરણ અભિયાનમાં સામેલ થશે, જેમનામાં કોરોનાનાં લક્ષણ જોવાં મળ્યાં હોય. કોવિડ-19નું સંક્રમણ વધારે હોય તેવાં ક્ષેત્રોને પ્રાથમિકતા અપાશે.આ બધી પ્રાથમિકતાની યાદીમાં આવતા લોકોને કોરોના-19ની રસી અપાઈ જાય ત્યારપછી જ બાકીના લોકોનો વારો આવશે.
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા પત્ર મુજબ સુરતના સ્પેશિયલ કમિશનર દ્વારા કોઈ આદેશ કરવામાં આવ્યો નથી. આ એક ભ્રામક લેટર હોવાનું જણાવવામાં આવ્યુ છે. જે અંગે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમજ વાયરલ લેટર અંગે પોલીસ તંત્ર દ્વારા પ્રેસ નોટ મારફતે ખુલાસો કરવામાં આવેલ છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar Shah
July 15, 2025
Dipalkumar Shah
May 10, 2025
Dipalkumar Shah
April 26, 2025