હાલમાં CRPFના જવાનો પર નક્ષલ હુમલો થયો હતો,નજેમાં કેટલાક જવાનો શહિદ પર થયા હતા. Terrorist Attack હુમલાઓ અંગે પણ અવાર-નવાર સમાચાર જોવા મળે છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં બે આતંકવાદી ગુજરાતના દાહોદ રેલવે સ્ટેશન પરથી ઝડપાયા છે. ફેસબુક અને ટ્વીટર પર “દાહોદના રેલ્વે સ્ટેશનમાં ભરાઈ ગયા 2 આંતકવાદીઓ પછી રેલ્વે પોલીસે એમને કેવી રીતે ચાલકીથી દબોચી લીધા જુઓ સમગ્ર મામલો” કેપશન સાથે વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification
ગુજરાત, દાહોદ રેલવે સ્ટેશન પરથી બે Terrorist ઝડપાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા divyabhaskar , અને dahod.com દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.

અહેવાલ મુજબ, દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે તા.31 માર્ચના રોજ સવારના સમયે આતંકવાદી ઘુસી જાય તો શું તકેદારી લેવી તે સંદર્ભે રેલ્વે પોલીસ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી. ધારોકે રેલ્વે સ્ટેશનમાં Terrorist ઘુસી જાય અને રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન પહોંચાડે તો ઘટના સ્થળે ઉપસ્થિતોએ શું તકેદારી લેવી તે સંદર્ભે ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું.
આ વાયરલ વિડિઓ તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા RPF Ratlam W.R. દ્વારા ટ્વીટર મારફતે કરવામાં આવી છે, જેમાં દાહોદમાં આતંકી પકડાયા હોવાની વાત અફવા હોવાની પુષ્ટિ કરવામાં આવેલ છે.
વાયરલ વિડિઓ અંગે વધુ તપાસ કરતા dahodlive દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે, જે સાથે દાહોદ રેલવે પોલીસ જવાનો દ્વારા કરવામાં આવેલ મોકડ્રિલનો અન્ય વિડિઓ અહીંયા જોઈ શકાય છે.
આ મોકડ્રીલ કોઈક રીતે વાયરલ બનતા દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં દાહોદના રેલ્વે સ્ટેશનને આતંકવાદીઓએ બાનમાં લીધું હોવાની જબરજસ્ત અફવાઓ ફેલાઈ હતી. જેને લઈને દિવસભર આ બાબતે પૃચ્છા કરતા જે તે લોકો દ્વારા જાહેર વ્યક્તિઓ ઉપર ફોનનો મારો ચાલ્યો હતો. જો કે બાદમાં આ માત્ર મોકડ્રીલ હોવાનું જાણી સહુએ હાશકારો લીધો હતો.
ફેસબુક પર આ વાયરલ વિડિઓ અંગે સ્પષ્ટતા કરતા ન્યુઝ બુલેટિન જોવા મળે છે, Katibandh News Channel & News Paper દ્વારા પબ્લિશ કરવામાં આવેલ વિડિઓમાં સ્ટેશન પર મોકડ્રિલ કરવામાં હોવાની જાણકારી આપવામાં આવેલ છે.તેમજ NEWS 18 દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન પણ અહીંયા જોવા મળે છે.

Conclusion
દાહોદ રેલવે સ્ટેશન ખાતે બે આતંકવાદી ઝડપાયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલ મોકડ્રિલ સમયે લેવામાં આવેલ વિડિઓ ખોટા અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. આ અંગે રેલવે પોલીસ દાહોદ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
dahodlive
divyabhaskar
dahod.com
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)