Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ગુજરાતમાં રેલવેના પાટા પર ચાલતા જતા શ્રમિકો પાસે પોલીસ પૈસા પડાવી રહી છે. #ગુજરાતમોડેલ, જે શ્રમિકો પોતાના વતન તરફ જવા રેલવેના પાટા પર પગપાળા નીકળ્યા છે તેમની પાસે થી ગુજરાત પોલીસ હપ્તા માંગી રહી છે. સોશ્યલ મીડિયા પર આ દાવા સાથે એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેના કેપ્શનમાં કંઈક આ પ્રમાણે લખવામાં આવ્યું છે “गुजरात मॉडल में रेल की पटरी पर पैदल चलने वाले मजदूरों से हफ्ता वसूल हो रही है, ये कैसा गुजरात मॉडल, #गुजरातरेलवेपुलिस #गुजरात_मॉडल”
વાયરલ વિડિઓ પર કીવર્ડ આધારે સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવે છે, જેમાં ન્યુઝ સંસ્થાન deshgujarat દ્વારા જુલાઈ 13 2019ના રોજ પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ આ ઘટના ગુજરાતના સુરત રેલવે પોલીસની છે, જેમાં જે પોલીસ જવાન પૈસા લઇ રહ્યો છે તેને ડિસમિસ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસ જવાન અવૈધ રૂપે દારૂનું વેચાણ કરી રહેલ મહિલા પાસે લાંચ લઇ રહ્યો હતો.
ત્યારબાદ કીવર્ડ સર્ચના આધારે ટ્વીટર પર રેલવે ex-DIG, Roopa IPSના એકાઉન્ટ પરથી વાયરલ વિડિઓ 10 મેં 2020ના રોજ ટ્વીટ કરવામાં આવ્યો હતો, જે બાદ તેમણે આ ટ્વીટ ડીલીટ કરતા જુના વિડિઓને શેયર કરવા બદલ ખુલાસો આપ્યો હતો.
ઉપરાંત કીવર્ડ આધારે ટ્વીટર સર્ચ કરતા આ મુદ્દે deshgujarat દ્વારા કરવામાં આવેલ ટ્વીટ પણ જોવા મળે છે, તેમજ એક ટ્વીટર યુઝર્સ દ્વારા 17 જુલાઈ 2019ના રોજ Piyushji Railway police taking bribe કેપ્શન સાથે ટ્વીટ કરવામાં આવી હતી.
વાયરલ વિડિઓ પર કીવર્ડ આધારે સર્ચ કરતા મળતા કેટલાક પરિણામો પરથી સાબિત થાય છે કે આ ઘટના જુલાઈ 2019માં ગુજરાતના સુરતમાં બનેલ છે, જેમાં પોલીસ જવાન અવૈધ રીતે દારૂનું વેચાણ કરતી મહિલા પાસે લાંચ લેતો વિડિઓ વાયરલ થતા આ પોલીસ જવાનને ડિસમિસ કરવામાં આવ્યો છે. જે વિડિઓ હાલ કોરોનાવાયરસના કારણે શ્રમિકો પગપાળા નીકળ્યા છે અને તેમની પાસેથી ગુજરાત પોલીસ હપ્તા લઇ રહ્યા હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે.
source :-
facebook
twitter
news report
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
May 12, 2020
Prathmesh Khunt
May 21, 2020
Prathmesh Khunt
July 17, 2020