Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
દિલ્હીની આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનના ઘરે EDના દરોડા પડ્યા છે, જે સંદર્ભે અનેક આમ આદમી પાર્ટી પર અનેક આરોપો લાગી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ દિલ્હીના AAPના ભૂતપૂર્વ સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હાલ સત્યેન્દ્ર જૈનના ઘરે દરોડા પડ્યા બાદ સોશ્યલ મીડિયા પર અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે “સત્યેન્દ્ર જૈનના ઘરમાંથી માત્ર રુપિયા 2 લાખ મળ્યા, જે ED જપ્તના કરી શકી”
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સત્યેન્દ્ર જૈન પર લાગેલા આરોપ નકારતા સાથે કેન્દ્ર સરકાર અને મોદી સરકાર પર નિશાન સાધ્યા હતા. આ ક્રમમાં ફેસબુક પર આપ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા “મોદી સરકારને જે આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતા સત્યેન્દ્ર જૈન ને બદનામ કરવા જે ED પાંચ દિવસની જાંચ કરવાઈ એમાં સત્યેન્દ્ર જૈન સાહબના ઘરમાંથી માત્ર રુપિયા ૨ લાખ મળ્યા જેનો પણ હિસાબ આપ્યો તો ED એને જપ્ત પણ ના કરી શકી પાછા આપવા પડ્યા” ટાઇટલ સાથે પોસ્ટ શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો : સિદ્ધુ મુંસેવાલા હત્યાકાંડથી લઈને હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવા અંગે ફેલાયેલ ભ્રામક અફવાઓ
આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનના ઘરે EDના દરોડા પડ્યા જેમાં સત્યેન્દ્ર જૈનના ઘરમાંથી માત્ર રુપિયા 2 લાખ મળ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ANI દ્વારા 7 જૂન 2022ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. ટ્વીટર પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર, ED દ્વારા 6 જૂને હાથ ધરવામાં આવેલ રેઇડ દરમિયાન દિલ્હી આપ નેતા સત્યેન્દ્ર જૈન અને તેમના સહાયકના ઘર માંથી ગુપ્ત રાખવામાં આવેલ અસ્પષ્ટ મિલકત હેઠળ 1.80 કિલોગ્રામ વજનના 133 સોનાના સિક્કા અને 2.82 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા.
ઉપરાંત, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)ની ઓફિશ્યલ વેબસાઈટ પર 7 જૂન 2022ના જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝ જોવા મળે છે. પ્રેસ રિલીઝ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, મની લોન્ડરિંગ કેસમાં 6 જૂનના રોજ ED દ્વારા સત્યેન્દ્ર જૈન/ પૂનમ જૈન તેમજ મની લોન્ડરિંગ કેસમાં તેમની સાથે જોડાયેલા અન્ય સાથીદારોના પરિસર પર દરોડા પાડવામાં આવ્યા હતા.
સર્ચ દરમિયાન વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, અસ્પષ્ટ મિલકતમાં કુલ 2.85 કરોડની રોકડ રકમ અને કુલ 1.80 કિગ્રા વજનના 133 સોનાના સિક્કા જપ્ત કરવામાં આવેલ છે.
જયારે, આ અંગે ન્યુઝ સંસ્થાન dailypioneer પર 8 જુનના પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ અનુસાર, મીડિયાને સંબોધિત કરતી વખતે AAP પ્રવક્તા સૌરભ ભારદ્વાજે ભાજપ પર તથ્યોને તોડવાનો આરોપ મૂક્યો હતો. ભારદ્વાજે જણાવ્યું કે “EDએ સત્યેન્દ્ર જૈનને તેના સીઝર મેમો(પંચનામું) દ્વારા ક્લીનચીટ આપી છે. પંચનામા મુજબ સત્યેન્દ્ર જૈનના ઘરેથી રૂ. 2.79 લાખ મળી આવ્યા હતા પરંતુ તે જપ્ત કરાયા નથી કારણ કે તેનો હિસાબ હતો.“
આ અંગે ભાજપ પ્રવકતા સૌરભ ભારદ્વાજ અને પલ્લવી જૈન સાથે પણ વાતચીત કરી હતી. તેઓએ પંચનામાની એક નકલ મોકલતા સાથે જણાવ્યું કે સત્યેન્દ્ર જૈનના ઘર પરથી માત્ર 2 લાખ જેટલી જ રકમ જપ્ત કરવામાં આવી હતી, જે અંગે EDએ તેમના પાર્થમિક રિપોર્ટમાં જણાવ્યું છે. સોશ્યલ મીડિયા પર 2 કરોડ અને સોનાના સિક્કા મળી આવ્યા હોવાના દાવા કરવામાં આવ્યા છે જે એક અન્ય વ્યક્તિના ઘરેથી જપ્ત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે Newschecker આ સીઝર મેમો (પંચનામા)ને વેરીફાઈ કરતું નથી. સચોટ માહિતી માટે અમે EDનો સંપર્ક કર્યો છે, ED દ્વારા મળતા જવાબ અનુસાર અમે અહેવાલ અપડેટ કરીશું. ઉપરાંત, businesstodayના અહેવાલ અનુસાર EDને દિલ્હી કોર્ટે કસ્ટડીની તારીખ લંબાવ્યા બાદ કથિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની 13 જૂન સુધી વધુ કસ્ટડી મેળવી છે.
આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનના ઘરે EDના દરોડા પડ્યા જેમાં સત્યેન્દ્ર જૈનના ઘરમાંથી માત્ર રુપિયા 2 લાખ મળ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે. ED દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝ મુજબ કુલ 2 કરોડ રોકડ રકમ અને 1.80 કિગ્રા સોનાના સિક્કા જપ્ત કરવામાં આવેલ છે.
Our Source
Twitter Post Of ANI Posted On 7 June 2022
ED Official Website Published Press Release On 7 June 2022
Telephonic Conversation with Pallavi Jain
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Komal Singh
January 13, 2025
Prathmesh Khunt
November 7, 2022
Prathmesh Khunt
June 23, 2021