Fact Check
WeeklyWrap : સિદ્ધુ મુંસેવાલા હત્યાકાંડથી લઈને હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવા અંગે ફેલાયેલ ભ્રામક અફવાઓ
WeeklyWrap : સિદ્ધુ મુસેવાલાની હત્યા પહેલાનો વિડીઓ સામે આવ્યો બીજી તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીની હલચલમાં હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા બાદ નીતિન પટેલે તેમને મૂર્ખ કહ્યો જયારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ભગવાન રામનું અપમાન કર્યું વગેરે જેવા દાવાઓ સાથે વાયરલ થયેલ ભ્રામક પોસ્ટ પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

સિદ્ધુ મુસેવાલાની હત્યા પહેલાનો વિડીઓ સામે આવ્યો હોવાના ભ્રામક દાવા સાથે 2020નો વિડિઓ વાયરલ
પંજાબી સિંગર સિદ્ધુ મુંસેવાલાની હત્યા બાદ માહોલ ખુબ જ ગરમાયો છે. મુંસેવાલાની હત્યામાં બિસ્નોઈ ગેંગનો હાથ હોવા સાથે હત્યા સમયે હાજર 8 લોકોની ઓળખ પણ થઈ ચૂકી છે. મુંસેવાલાની હત્યા બાદ અનેક યુઝર્સ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ક્રમમાં સિદ્ધુ મુસેવાલાની હત્યા પહેલાનો વિડીઓ સામે આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

ઉત્તરાખંડમાં એક દુ:ખદ બસ અકસ્માત થયો હોવાના દાવા સાથે 2018ની તસ્વીર વાયરલ
ફેસબુક પર Anjam Express દ્વારા “ઉત્તરાખંડ અકસ્માતમાં 25 મુસાફરોના દર્દનાક મોત થયા, ગૃહ મંત્રી,રક્ષા મંત્રીએ શોક વ્યક્ત કર્યો, CMની વળતરની જાહેરાત, યમુનોત્રીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુઓ, બસ ઉત્તરકાશી જિલ્લાના દમતા ખાતે ઉંડી ખીણમાં ખાબકી” ટાઇટલ સાથે એક તસ્વીર વાયરલ થઈ રહી છે.

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ભગવાન રામનું અપમાન કર્યું હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેર કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ભગવાન રામનું અપમાન કર્યું છે. વાયરલ ક્લિપમાં અશોક ગેહલોતને એમ કહેતા સાંભળી શકાય છે કે રામમાં ‘રા’ એટલે ભગવાન રામ અને ‘મ’ એટલે મોહમ્મદ.

હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા બાદ નીતિન પટેલે તેમને મૂર્ખ કહ્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
ફેસબુક યુઝર્સ “હાર્દિક જેવા મૂર્ખા મેં કોઈ નથી જોયા… 50 વર્ષની મારી કારકિર્દીમાં તારા જેવા કેટલાય જોઈ નાખ્યા અને કેટલાય ને રસ્તા બતાવી દીધા” ટાઇટલ સાથે નીતિન પટેલનો વિડિયો શેર કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર નીતિન પટેલનો વાયરલ વિડિઓ હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા બાદનો હોવાના સંદર્ભમાં શેર કરવામાં આવી રહ્યો છે.

RBIએ જાહેર કર્યું કે ચલણી નોટો પર હવે મહાત્મા ગાંધીની સાથે અન્ય ચહેરાઓ પણ જોવા મળશે, જાણો શું છે સત્ય
ફેસબુક પર ન્યુઝ સંસ્થાન Zee 24 Kalak, Gujarat Live Tv, Gujarat Page તેમજ અન્ય યુઝર્સ દ્વારા “ભારતીય રિઝર્વ બેંક કરવા જઈ રહી છે નોટોમાં મોટા ફેરફાર! નોટો પર જોવા મળશે આ નેતાઓના ફોટા” હેડલાઈન સાથે અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ ખબર Newindianexpress દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044