11 માર્ચના રોજ બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દ્વારા પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસનું હાઇજેક કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો લાઇવ વીડિયો હોવાનો દાવો કરતો વીડિયો વાઇરલ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના બ્લૂચિસ્તાન રાજ્યના સિબ્બી જિલ્લામાં હથિયારધારી ઉગ્રવાદીઓએ ક્વેટાથી પેશાવર જતી ટ્રેન જાફર ઍક્સપ્રેસ પર હુમલો કરીને ઘણાં યાત્રીઓને બંધક બનાવ્યા હતા.
આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત બલૂચ લિબરેશન આર્મીએ લીધી હતી. પાકિસ્તાની સૈન્યએ મંગળવારે બલૂચિસ્તાનમાં બળવાખોરો દ્વારા હાઇજેક કરવામાં આવેલી ટ્રેન જાફર ઍક્સપ્રેસના 300 પ્રવાસીઓને ઉગારી લીધા હોવાનો દાવો કર્યો હતો. સૈન્યના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મુસાફરોને બચાવવા હાથ ધરવામાં આવેલા ઑપરેશનમાં 33 બળવાખોરોને ઠાર કરવામાં આવ્યા હતા.
દરમિયાન, સોશિયલ મીડિયામાં 59 સેકન્ડના એક વાઇરલ વીડિયો સાથે કૅપ્શન લખવામાં આવ્યું છે કે, “પાકિસ્તાનમાં આખેઆખી ટ્રેન હાઇજેક જેમાં બલુચ લિબરેશન આર્મીનો 120 પ્રવાસીઓને બંધક બનાવ્યાનો લાઇવ વીડિયો.”
દાવો કરાયો છે કે, ટ્રેન પર હુમલો અને હાઇજેક કરાયના એ દૃશ્યો છે. વીડિયોમાં ટ્રેન બ્લાસ્ટને પગલે પાટા પરથી ઉતરતી અને વિસ્ફોટ તથા આગના દૃશ્યો દેખાય છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર ખરેખર પાકિસ્તાનમાં 3 વર્ષ પહેલા બીએલએ દ્વારા થયેલા ટ્રેન હુમલાનો કથિત વીડિયો તાજેતરની હાઇજેકની ઘટના હોવાના દાવા સાથે શેર કરવામાં આવ્યો છે.
Fact Check/Verification
વાઇરલ વીડિયોના દાવાની તપાસ માટે ન્યૂઝચેકરે ગૂગલ રિવર્જ ઇમેજ સર્ચની મદદ લીધી. સાથે સાથે સંબંધિત કીવર્ડ સાથે ગૂગલ સર્ચની મદદ પણ લેવાઈ. જેમાં અમને 15 એપ્રિલ, 2022ના રોજ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર અપલોડ કરાયેલ વિડિઓ પ્રાપ્ત થયો.
આ વીડિયો પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, BLA એ બલુચિસ્તાનના સિબી નજીક FC (ફ્રન્ટિયર કોર્પ્સ)ના કર્મચારીઓને લઈ જતી ટ્રેન પર IED હુમલાના ફૂટેજ જાહેર કર્યા છે.
આ વીડિયોની શરૂઆતનો ભાગ 12 સપ્ટેમ્બર, 2022ના રોજ ન્યૂઝ9 પ્લસ એક્સ પોસ્ટ ( જુઓ 00:05 સૅકન્ડે)માં પણ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં પાકિસ્તાનની ઘાતકી નીતિઓએ બલુચિસ્તાનમાં હિંસક પ્રતિકાર કેવી રીતે શરૂ કર્યો છે તેના પર એક ફીચર આર્કિટલ હતો.
UPDATE ON 12/03/2025 : ત્યારબાદ ન્યૂઝચેકરે BLA ના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ શોધ્યા. જ્યાં અમને જાણવા મળ્યું કે, આ સંસ્થા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X પર હાજર નથી, પરંતુ તે ટેલિગ્રામ અને કૅનેડિયન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રમ્બલ પર સક્રિય છે.

આથી અમે ટેલિગ્રામ પર સંબંધિત કીવર્ડ સર્ચ ચલાવી અને BLA સાથે સંકળાયેલા ટેલિગ્રામ એકાઉન્ટ પર 18 જાન્યુઆરી, 2022ના રોજ અમને એક પ્રેસ રિલીઝ મળી, જે BLA ના પ્રવક્તા જિયાંદ બલોચ દ્વારા જારી કરવામાં આવી હતી.
પ્રેસ રિલીઝ અનુસાર, BLA એ 18 જાન્યુઆરી, 2022ના રોજ સિબી નજીક મશ્કાફમાં ક્વેટાથી પંજાબ જઈ રહેલી જાફર એક્સપ્રેસ પર IED હુમલાની જવાબદારી સ્વીકારી હતી. વધુ શોધખોળ કરતાં અમને 14 એપ્રિલ, 2022ના રોજ BLAના સત્તાવાર મીડિયા સેલ હક્કલ દ્વારા અપલોડ કરાયેલ એક વિડિઓ મળ્યો. જેમાં 2022માં BLA દ્વારા કરવામાં આવેલા હુમલાના દ્રશ્યો હતા. તેમાં 5:48 વાગ્યે, આપણે વાયરલ દૃશ્યો જોઈ શકીએ છીએ, જ્યાં હુમલાનું સ્થળ, તારીખ અને સમય અનુક્રમે મશ્કાફ, સિબી; 18 જાન્યુઆરી 2022; અને સમય 2:30 વાગ્યે, BLA લોગો સાથે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતાં, જે વધુ પુષ્ટિ કરે છે કે વાયરલ વિડિયો ખરેખર વર્ષ 2022નો છે.
તદુપરાંત એક અન્ય વેબસાઇટ દ્વારા પણ બીએલએ દ્વારા રિલીઝ કરાયેલ ફૂટેજનો અહેવાલ પ્રકાશિત કરાયો હતો. અહેવાલ અહીં જુઓ
અહેવાલમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે, “વર્ષ 2020માં બીએલે દ્વારા થયેલા ટ્રેન હુમલાના ફૂટેજ બીએલએ દ્વારા જારી કરવામાં આવ્યા છે.”
ઉપરોક્ત તમામ બાબતો દર્શાવે છે કે, 3 વર્ષ જૂની ઘટનાનો કથિત વીડિયો પાકિસ્તાનની તાજી ટ્રેન હાઇજેકની ઘટનાનો લાઇવ વીડિયો હોવાના દાવા સાથે શેર કરાયો છે. આમ દાવો ખરેખર અર્ધ સત્ય છે.
Conclusion
પાકિસ્તાનમાં વર્ષ 2022ના જાન્યુઆરીમાં ટ્રેન પર BLAના હુમલાનો કથિત વીડિયોને પાકિસ્તાનમાં 2025માં થયેલા ટ્રેન હાઇજેકિંગ સાથે ખોટી રીતે જોડવામાં આવ્યો છે. તાજેતરમાં બલૂચ લિબરેશન આર્મી દ્વારા ટ્રેન હાઇજેકની ઘટના સાથે વાઇરલ વીડિયોને કોઈ લેવાદેવા નથી. તે પાકિસ્તાનમાં બીએલએના જૂના હૂમલાના કથિત ફૂટેજ છે. આથી દાવો અર્ધ સત્ય છે.
Source
X post, Rohan Panchigar, April 15, 2022
News9Plus post, X, September 12, 2022
Press Release, BLA Telegram account
Videos uploaded by BLA media wing
(with inputs from Runjay Kumar, Newschecker Hindi)
(અહેવાલ ન્યૂઝચેકર અંગ્રેજી કુશલ મધુસૂદન દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)