Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim: – ગુજરાત LLR હેઠળ આદિવાસીને કોઈ પણ પ્રકારનો ટૅક્સ ફ્રી છે.
Fact: દાવો ગેરમર્ગે દોરનારો છે જેને ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવેલ છે.
સોશિયલ મીડિયામાં એક ન્યૂઝ કટિંગ સાથે દાવો શેર કરવામાં આવી રહ્યો છે. યુઝરે તેમાં દાવો કર્યો છે કે, આદિવાસીને કોઈ પણ પ્રકારનો ટૅક્સ ફ્રી છે.
યુઝરે પોસ્ટની સાથે એક પૅપર કટિંગ શેર કરી તેની પર લખ્યું છે કે, “આદિવાસીને કોઈ પણ પ્રકારનો ટૅક્સ ફ્રી છે.”
પૅપર કટિંગમાં જે અહેવાલ છે તેનું શીર્ષક છે – ગુજરાત એલ. આર. આર 1972 મુજબ A/C આદિમજાતિ આદિવાસીને ટૅક્સ ફ્રી છે.
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને દાવો ખોટા સંદર્ભ સાથે શેર કરાયેલો અને ગેરમાર્ગે દોરનારો જણાયો છે.
સોપ્રથમ દાવાની તપાસ માટે અમે ગૂગલ સર્ચની મદદથી તપાસવાની કોશિશ કરી કે, શું ગુજરાતમાં સરકારે આદિવાસીઓ માટે કોઈ પણ ટૅક્સ ફ્રી જાહેરાત કરેલ છે કે કેમ. જોકે, અમને આ વિશે કોઈ અહેવાલ પ્રાપ્ત નથી થયા.
ત્યાર બાદ અમે ગુજરાત રેવન્યૂ કૉડ મામલેના જાણકારો સાથે વાતચીત કરી અને ચકાસવાનો પ્રયાસ કર્યો કે, શું રેવન્યૂ કૉડમાં આ પ્રકારની કોઈ જોગવાઈ કે જાહેરાત થયેલ છે કે કેમ.
જેમાં રેવન્યૂ વિભાગના કર્મચારી અને જાણકારે નામ ન જણાવવાની શરતે કહ્યું કે, “ઉલ્લેખિત રેવન્યૂ કૉડમાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી.”
અત્રે નોંધવું કે, ખેતી અને બિનખેતીની જમીન મામલે ગુજરાત સરકારનો રેવન્યૂ વિભાગ ઍડમિનિસ્ટ્રેશન કરે છે.
ખેતીની જમીન બિન-ખેતી કરવાની મંજૂરીઓ, વેચાણ, તબદીલી, સંપાદન, ફાળવળી, માપણી અને સરવે સહિતની કામગીરી સરકારનો આ વિભાગ કરે છે.
જમીન મહેસૂલના કાયદા અને વખતોવખત સરકાર દ્વારા ઇસ્યૂ કરવામાં આવતા પરિપત્રો, ઠરાવો અનુસાર સમગ્ર કામગીરી કરવામાં આવે છે.
વધુમાં એ વાસ્તવિકતા છે કે, સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન મામલે શિડ્યલ ટ્રાઇબ્સને આરક્ષણની જોગવાઈ છે.
પરંતુ જ્યાં સુધી તેમને ટૅક્સ ફ્રી હોવાની વાત છે, તો આ મામલે અમે ગુજરાતના સરકારના મૅજિસ્ટ્રેટ લેવલના અધિકારી પાસેથી પણ હકીકત જાણવાની કોશિશ કરી.
અમે સુરત જિલ્લાના કલેક્ટર (IAS) ડૉ. સૌરભ પારધીનો સંપર્ક કર્યો. અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે, “ખરેખર જ્યાં સુધી રેવ્યન્યૂનો મામલો છે તો, તેમાં આદિવાસી એટલે કે શિડ્યૂલ ટ્રાઇબને ટૅક્સ ફ્રી હોવાની વાતનો કોઈ અર્થ જ નથી કારણ કે કોઈ પણ જાતિના વ્યક્તિ પાસેથી ટૅક્સ લેવામાં આવતો નથી.”
જેનો અર્થ કે તમામ માટે ટૅક્સ ફ્રીં છે, કોઈ ખાસ જાતિ માટે આવી કોઈ વ્યવસ્થા નથી.
અત્રે નોંધવું કે, રાજ્યમાં નહીં પરંતુ દેશમાં પણ ખેતીની જમીન અને આવક બંને પર કોઈ પણ ટૅક્સ નથી લાગતો. આથી માત્ર આદિવાસીને છુટ હોવાની વાત ખરેખર ગેરમાર્ગે દોરનારી છે.
વધુમાં જે વિસ્તારો મહાનગરપાલિકા કે નગરપાલિકાઓમાં સમાવેશ છે અને મિલકતો બિનખેતીની છે, ત્યાં ભરવાપાત્ર વેરો કોઈ પણ જાતિની વ્યક્તિએ ભરવો ફરજિયાત છે. આમ, આદિમજાતિ માટે ટૅક્સ ફ્રીની કોઈ ખાસ વ્યવસ્થા નથી.
તદુપરાંત, ઇન્કમ ટૅક્સ ઍક્ટ અનુસાર કોઈ પણ વ્યક્તિએ ભારતમાં તેની આવક કરપાત્ર હોય તો આવકવેરાનું રિટર્ન ભરીને કર ભરવો પણ ફરજિયાત છે.
ઉપરોક્ત બંને કરનિયમોનું ઉલ્લંઘન કરનાર દંડને પાત્ર છે. આથી આદિવાસીને ગુજરાતમાં સંપૂર્ણ ટૅક્સ ફ્રી હોવાની વાત ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવ છે.
અમારી તપાસમાં દાવો ખરેખર ગેરમર્ગે દોરનારો પુરવાર થાય છે. તેને ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવ્યો છે.
Sources
Telephonic Conversation with Surat Collector Dr. Saurabh Pardhi
Telephonic conversation with official of revenue department
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar Shah
February 14, 2025
Dipalkumar Shah
February 4, 2025
Komal Singh
October 15, 2024