સોશિયલ મીડિયા પર ભૂકંપના કારણે ડગમગી રહેલી ટ્રેનનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. તેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે ડગમગી રહેલી ટ્રેનનો આ વીડિયો છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, “મ્યાનમાર ભૂકંપમાં જુઓ ટ્રેન પણ ડોલવા લાગી.”
આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે ડગમગી રહેલી ટ્રેનનો આ વીડિયો છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર વીડિયો ખરેખ બૅંગકોકમાં આવેલા ભૂંકપથી સર્જાયેલી અસરને પગલે ધ્રુજી રહેલી ટ્રેનનો છે. તેને મ્યાનમાર સાથે કોઈ લેવાદેવા નથી.
Fact Check/Verification
દાવાની તપાસ માટે સૌપ્રથમ અમે વાઇરલ વીડિયોના કીફ્રેમ્સની ગુગલ રિવર્સ ઈમેજની મદદથી સર્ચ કરતાં અમને આ જ વિઝ્યૂઅલ ધરાવતા વીડિયો સાથેના સમાચારનો અહેવાલ પ્રાપ્ત થયો.
29 માર્ચ-2025ના ટાઇમ્સ ઑફ ઇન્ડિયા દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, થાઈલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપને લીધે ટ્રેન ડગમગવા લાગી તેનો આ વીડિયો છે.

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર અહેવાલ પ્રાપ્ત થયા.
31 માર્ચ-2025ના રોજ ડેઇલી મેઇલ વર્લ્ડ દ્વારા તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર વીડિયો અહેવાલ પ્રકાશિત કરાયો હતો.
અહેવાલનું શીર્ષક છે – બૅંગકૉકમાં ભૂંકપને પગલે મોનોરેલના ડબ્બા ધ્રુજવા લાગ્યા
અહેવાલની વિગતોમાં પણ આ જ માહિતી આપવામાં આવી હતી. વધુમાં અમને આ વીડિયો વિશે અન્ય સમાચાર અહેવાલો પણ પ્રાપ્ત થયા, જેમાં સ્ષષ્ટ જણાવ્યું છે કે ઘટના ખરેખર બૅંગકૉકની છે. તે અહીં અને અહીં જુઓ.
ઉપરાંત, હૉંગકૉગના NowNews દ્વારા પણ તેની સત્તાવાર યુટ્યુબ ચૅનલ પર વીડિયો અહેવાલ પ્રકાશિત કરાયો હતો. 28 માર્ચ-2025ના રોજ પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે, બૅંગકૉકમાં ભૂંકપને લીધે મોનોરેલના ડબ્બા ધ્રુજવા લાગ્યા હતા. તે વીડિયોના દૃશ્યો અને વાઇરલ વીડિયોના દૃશ્યો પણ સરખા છે.
ઉપરોક્ત તમામ અહેવાલોમાં સામેલ વીડિયો ફૂટેજીસના દૃશ્યો અને વાઇરલ વીડિયોના દૃશ્યો સરખા જ છે. જે સૂચવે છે કે, વાઇરલ વીડિયો ખરેખર બૅંગકૉકમાં આવેલા ભૂકંપનો છે. તે મ્યાનમારની ઘટના નથી.
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, વાઇરલ વીડિયોનો દાવો ખરેખર ખોટો છે. વીડિયો મ્યાનમારની નહીં પણ થાઇલૅન્ડના બૅંગકૉકની ઘટનાનો છે.
Sources
News Report by Times of India, Dated,
News Report Daily Mail World, Dated, 31st March, 2025
News Report by Yahoo News, Dated,28th March, 2025
News Report by NowNews, Dated, 28th March, 2025
News Report by Newsflare