Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
વડોદરામાં એક ભાઈ નદીમાં ન્હાવા ઉતર્યો, મસ્તી શરૂ કરી, અને અચાનક આ ભાઈના હાથમાં મગર આવ્યો વિડીયો થયો વાયરલ.
દાવો ખોટો છે. વીડિયો વડોદરાની ઘટનાનો નથી. કોલંબિયાનો વીડિયો છે.
ગત વર્ષે વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા સહિત મેઇન સ્ટ્રિમ મીડિયામાં પણ વાઇરલ થયા હતા. તેમાં ઘણા વીડિયોના દાવા ખોટા હતા અને ન્યૂઝચેકરે તે મિસઇન્ફર્મેશન વિશે અહેવાલો પ્રકાશિત કર્યાં હતા. વિદેશમાં બનેલી ઘટનાના વીડિયો અથવા અન્ય રાજ્યમાં વરસાદી સમસ્યા કે મગરોના વીડિયો વડોદારાના કહીને વાઇરલ કરવામાં આવ્યા હતા.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાણીમાં સ્નાન કરી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીમાં સ્નાન કરી રહેલા યુવકનો આ વીડિયો વડોદરા શહેરનો છે.
6 માર્ચ-2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના કૅપ્શનમાં લખ્યું છે કે, “વડોદરામાં એક ભાઈ નદીમાં ન્હાવા ઉતર્યો, મસ્તી શરૂ કરી, અને અચાનક આ ભાઈના હાથમાં મગર આવ્યો વિડીયો થયો વાયરલ.”
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને જાણવ્યા મળ્યું છે કે, આ વીડિયો ખરેખર વડોદરાનો નથી.
વાઇરલ વીડિયોની તપાસ માટે અમે સૌપ્રથમ તેના કીફ્રેમ્સને ગૂગલ રિવર્ઝ ઇમેજની મદદથી સ્કૅન કર્યાં. જેમાં અમને indianexpress.com દ્વારા 2 માર્ચ-2025ના રોજ આજ વીડિયો સાથેના સમાચારનો અહેવાલ પ્રાપ્ત થયો.
અહેવાલમાં જણાવાયું છે કે, “કોલંબિયાના મેડિયા લૂના બીચમાં વ્યક્તિ સ્નાન કરી રહી હતી ત્યારે એકાએક મગર આવી ગયો હતો. મગર આવી જતા વ્યક્તિની આનંદની પળો એકાએક ભયમાં પરિવર્તિત થઈ ગઈ હતી. મગરે વ્યક્તિ પર હુમલો કરવાની કોશિશ કરી પરંતુ તે બચી ગઈ હતી.”
આમ અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે, વીડિયો ખરેખર કોલંબિયાનો છે. જેનો અર્થ કે તે વડોદરા શહેરની ઘટના નથી.
વધુમાં અમને એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ આ વીડિયો પ્રાપ્ત થયો. તેમાં પણ સ્પષ્ટપણે જણાવાયું છે કે તે વીડિયો કોલંબિયાનો છે. અમને અન્ય યુઝર દ્વારા પણ કોલંબિયન ભાષામાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પરથી આ વીડિયો પોસ્ટ કરાયો હોવાનું જાણવા મળ્યું. તે પોસ્ટ અહીં અને અહીં જોઈ શકાય છે.
અમને વીડિયો પોસ્ટમાં એક વોટરમાર્ક પણ જોવા મળ્યો. @PepeOjedaNoticias નામના હેન્ડલનો વોટરમાર્ક જોવા મળ્યો. અમે તેને ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કર્યું પરંતુ પરિણામ પ્રાપ્ત ન થતાં અમે તેને ફેસબુક પર સર્ચ કર્યું.
અમને ફેસબુક પર આ હેન્ડલ પ્રાપ્ત થયું. આ એકાઉન્ટના પેજ પર પણ વાઇરલ વીડિયો પોસ્ટ કરવામાં આવેલ છે. ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલ વીડિયો અહીં જોઈ શકાય છે.
આ તમામ એકાઉન્ડ અને હેન્ડલમાં જાણકારી આપવામાં આવી છે કે વીડિયો કોલંબિયાના મેડિયા લૂનીનો છે.
તદુપરાંત, વેરિફિકેશન માટે અમે વડોદરાના સ્થાનિક પત્રકારનો પણ સંપર્ક કર્યો.
વડોદરાના સ્થાનિક પત્રકાર ચિમનભાઈ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, “મારી તપાસ કર્યાં બાદ એ જણાવા મળ્યું છે કે, વીડિયો વડોદરા શહેરનો નથી.”
ઉપરોક્ત તમામ બાબતો જણાવે છે કે, કોલંબિયાનો વીડિયો ખોટા દાવા સાથે વડોદરાના વીડિયો તરીકે શેર કરવામાં આવી રહ્યો છે.
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, વડોદરામાં નદીમાં મગરે વ્યક્તિ પર હુમલો કર્યાનો વીડિયોનો દાવો ખોટો છે. વીડિયો ખરેખર કોલંબિયાનો છે.
Sources
News Report by Indian Express, dated, 2nd March,2025
Instagram Post by noticias__ecuador & bajoellente11
FB post by PepeOjedaNoticias
Telephonic Conversation with Vadodara’s Journalist Chimanbhai Makwana
Dipalkumar Shah
July 15, 2025
Dipalkumar Shah
June 10, 2025
Dipalkumar Shah
June 10, 2025