મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં તાજેતરમાં થયેલા કોમી અથડામણો બાદ નાગપુરમાં હિન્દુઓ દ્વારા મુસ્લિમ સમુદાયના સભ્યોનો બહિષ્કાર કરવાનો “નિર્ણય” દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે.
વીડિયોની શરૂઆતની કેટલીક ફ્રેમમાં, એક વૃદ્ધ વ્યક્તિ એક વિશાળ સભાને સંબોધતા અને કહેતા જોવા મળે છે, “એક પ્રતિજ્ઞા લો… જો તમે તેમની સાથે મિત્રતા કરશો, તો કોઈ તમને ટેકો આપશે નહીં, જો કોઈ તેમની સાથે વ્યવસાય કરશે… કોઈ તમને ટેકો આપશે નહીં… કે મુસ્લિમ તેનો મિત્ર છે. કોઈ તેની સાથે વ્યવસાય કરી રહ્યું છે. જો આ ચાલુ રહેશે, તો એ જ પરિસ્થિતિ પ્રવર્તશે…” ભીડ તે માણસ સાથે સંમત થતી સાંભળવામાં આવે છે.
વિડીયોમાં લખાણ ઓવરલેમાં દાવો કરવામાં આવ્યો છે, “नागपुर में हिंदूं का निर्णय” (નાગપુરમાં હિન્દુઓ દ્વારા નિર્ણય).
સોશિયલ મીડિયામાં આ વિડીયોને મહારાષ્ટ્રમાં થયેલી તાજેતરની હિંસા સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે. જોકે, ન્યૂઝચેકરને આ દાવો ખોટો હોવાનું જણાયું છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
Fact Check/Verification
દાવાની તપાસ માટે અમે નાગપુરમાં થયેલા કોમી અથડામણો સાથે જોડાયેલી વાયરલ ક્લિપનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરીને તપાસ કરી. જેમાં અમને 1:34 મિનિટે વડિયોમાં એક વ્યક્તિને દિલ્હીના ગાઝીપુરમાં મહાપંચાયતનો ઉલ્લેખ કરતા સાંભળ્યા. ક્લિપ શરૂ થયાના લગભગ 2:30 મિનિટ પછી, બીજો એક વ્યક્તિ કહે છે કે મુખ્ય હેતુ રોહિત ગુર્જરના હત્યા કેસમાં ન્યાય મેળવવાનો છે.
વધુમાં, અમને આ વિડીયોનું લાંબું વર્ઝન જે 16 માર્ચ-2024ના રોજ સંજીવ ભાટી (@sanjeev.bhati.9659)ના ફેસબુક પ્રોફાઇલ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યું હતું તે પ્રાપ્ત થયું. અત્રે ઉલ્લેખનીય છે કે, નાગપુર હિંસા 17 માર્ચ-2024ના રોજ ફાટી નીકળી હતી. પોસ્ટના કૅપ્શનમાં ગાઝીપુરના રહેવાસીની હત્યાનો ઉલ્લેખ છે.

ખરેખર ગાઝીપુર ફૂલ બજારમાં રોહિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ડીસીપી (પૂર્વ) અભિષેક ધાનિયાએ અહેવાલ મુજબ જણાવ્યું હતું કે, “આ બે જૂથો વચ્ચેના પૈસાના વિવાદને કારણે આરોપીઓએ ગોળીબાર કર્યો હતો. બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને બાકીના લોકોની ધરપકડ કરવા માટે ટીમો કામ કરી રહી છે.”
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નાઝીમ અને તાલિબ તરીકે થઈ છે.
મૃતકના મિત્રો અને પરિવારે 10 માર્ચે દિલ્હી-ગાઝિયાબાદ હાઇવે પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે વિશે મીડિયા રિપોર્ટ્સ પણ પ્રકાશિત થયા હતા. જે અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે.
ઉપરોક્ત બાબત સૂચવે છે કે, ખરેખર દિલ્હીની ઘટનાનો વીડિયો ખોટા દાવા સાથે નાગપુરની કોમી ઘટના હોવાના દાવા સાથે વાઇરલ કરવામાં આવ્યો છે.
Conclusion
નાગપુરમાં હિન્દુઓ મુસ્લિમોનો બહિષ્કાર કરવાનો ઠરાવ કરતા દર્શાવતો વાઇરલ વીડિયોનો દાવો ખરેખર ખોટો છે. હકીકતમાં તે દિલ્હીની એક અન્ય હત્યાની ઘટના બાદના બનાવનો વીડિયો છે.
Sources
Facebook Post By @sanjeev.bhati.9659, Dated March 16, 2024
Report By Indian Express, Dated March 11, 2025
Self Analysis