Thursday, December 19, 2024
Thursday, December 19, 2024

HomeFact CheckFact Check : શું ઓમ બિરલાની પુત્રી અંજલિએ મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન...

Fact Check : શું ઓમ બિરલાની પુત્રી અંજલિએ મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યાં? શું છે સત્ય

Claim : લોકસભાના સ્પીકર ઓમ બિરલાનાં પુત્રી અંજલિ બિરલાએ મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા છે.
Fact : લોકસભાના સ્પીકર ઓમ બિરલાના જમાઈ અનીશ રાજાણી મુસ્લિમ સમુદાયમાંથી નહીં પણ સિંધી વેપારી પરિવારમાંથી છે.

12 નવેમ્બર-2024ના રોજ લોકસભા સ્પીકર ઓમ બિરલાનાં પુત્રી અંજલિ બિરલાએ રાજસ્થાનના કોટામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમનાં લાંબા સમયથી મિત્ર રહેલાં અનીશ રાજાણી સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત અનેક અગ્રણી મહાનુભાવો, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અધિકારીઓ અને જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.

થોડા સમય પછી ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરોથી તસવીરો વાઇરલ કરવાનું શરૂ કર્યું અને સૂચવ્યું કે, અંજલિ બિરલાએ મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. એક યુઝરે X હેન્ડલ પર લખ્યું , “BJP લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેમની પુત્રી અંજલિના લગ્ન અનીસ સાથે કરાવ્યા છે. છેવટે, શું કારણ છે કે તેમના દેશના તમામ મુસ્લિમ વિરોધી નેતાઓ તેમના જમાઈ અનીસ અને મુખ્તારને પસંદ કરે છે?

આવા દાવાઓની આર્કાઇવ લિંક્સ અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે .

Fact Check/Verification

દાવાની તપાસમાં અંજલિ બિરલાના પતિ વિશે વધુ માહિતી શોધતી વખતે અમને 13 નવેમ્બર-2024ના રોજ NDTV વેબસાઇટ પર પ્રકાશિત એક સમાચાર અહેવાલ મળ્યા, જેનું શીર્ષક હતું, “ઓમ બિરલાના જમાઈ અનીશ રાજાણી કોણ છે? તે અહેવાલ મુજબ ઓમ બિરલાના જમાઈ અનીશ રાજાણી સિંધી છે અને કોટામાં બિઝનેસ ચલાવે છે.

અહેવાલમાં આગળ નોંધવામાં આવ્યું હતું. “ઓમ બિરલાના જમાઈ અનીશના પિતા નરેશ રાજાણીની ગણતરી કોટાના અગ્રણી હિન્દુ ઉદ્યોગપતિ તરીકે થાય છે. અનીશના પિતા નરેશ રાજાણી મંદિર નિર્માણ અને સનાતન ધર્મ ઉત્થાનના કાર્ય માટે પ્રખ્યાત છે.”

ફ્રી પ્રેસ જર્નલે અહેવાલ પ્રકાશિત કર્યો છે કે, અનીશ રાજાણીના સંબંધીઓ તેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. વધુમાં, તેઓ પાંચ કંપનીઓ સાથે સંકળાયેલા છે, જે રજની પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, AKR ગ્રીનકો પ્રાઈવેટ લિમિટેડ, પ્રાઇમરો વેસ્ટ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ, ધનિશ ટ્રેડ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ અને આર્ક ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકે સેવા આપે છે.

વધુમાં ગયાના ભૂતપૂર્વ સાંસદ અને ભાજપના નેતા હરિ માંઝીએ અનીશ રાજાણીની ધાર્મિક પૃષ્ઠભૂમિને લગતા વાયરલ દાવાઓને ફગાવી દીધા હતા અને સ્પષ્ટતા કરી કે તે કોટાના એક વેપારી પરિવારમાંથી છે અને સિંધી હિન્દુ છે.

માંઝીએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, રજની પરિવારે 12થી વધુ શિવ મંદિરોના નિર્માણ સહિત ધાર્મિક કાર્યોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અફવાઓનું ખંડન કરવા માટે, તેમણે સોશિયલ મીડિયા પર અનિશ રાજાણી અને અંજલિ બિરલાના લગ્નનું આમંત્રણ કાર્ડ પણ શેર કર્યું. આમંત્રણ સ્પષ્ટપણે અનીશને સિમરન અને નરેશ રાજાણીના પુત્ર તરીકે અને અંજલિને શકુંતલા અને ઓમ બિરલાની પુત્રી તરીકે ઓળખાવે છે.

ધ વીક અને એબીપી લાઈવ જેવા ઘણા સમાચાર આઉટલેટ્સે પણ વાયરલ દાવાને ફગાવી દીધો હતો કે અનીશ મુસ્લિમ સમુદાયના છે. કેમ કે તેઓ ખરેખર એક સિંધી વેપારી પરિવારમાંથી છે.

Read Also : Fact Check – કેરળમાં પ્રચાર કરતી વખતે પ્રિયંકા ગાંધીએ ક્રુસિફિક્સ પહેર્યું હતું?

Conclusion

આમ એ સ્પષ્ટ છે કે, લોકસભાના સ્પીકર ઓમ બિરલાના જમાઈ અનીશ રાજાણી મુસ્લિમ સમુદાયમાંથી નહીં પણ સિંધી વેપારી પરિવારમાંથી આવે છે.

Result – False

Sources
Report by NDTVDated November 13, 2024
Report by Free Press JournalDated November 13, 2024
Report by PTI NewsDated November 13, 2024
Report by PTI NewsDated November 14, 2024
Report by The WeekDated November 14, 2024
Report by ABP LiveDated November 14, 2024
X post by Hari ManjhiDated November 13, 2024

(ન્યૂઝચેકર અંગ્રેજી તનુજીત દાસ દ્વારા પ્રકાશિત અહેવાલ અહીં વાંચો)

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular