Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ટૅરિફની અભિયાન વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પને ચાલુ સભામાં લાફો ઝીંકી ભાગી જતી વ્યક્તિનો વાઇરલ વીડિયો.
દાવો ખોટો છે. ખરેખર વર્ષો પહેલાના જૂના વીડિયો સાછે છેડછાડ કરીને AI દ્વારા વાઇરલ વીડિયો જનરેટ કરાયેલ છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલ ટૅરિફ અભિયાન હાલ ઘણું ચર્ચામાં છે. જેને પગલે ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચર્ચામાં છે. દરમિયાન સોશિયલ મીડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો વાઇરલ થયો છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં ટ્રમ્પ એક સભા સંબોધી રહ્યા છે અને તેમાં એક યુવક ઉઠીને ટ્રમ્પને પાછળથી લાફો ઝીંકી રહ્યો છે અને પછી તરત તે ભાગી રહ્યો તે દર્શાવાયું છે.
આ વાઇરલ વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ડોનાલ્ડ ટ્રમ્પને ચાલુ સભામાં ટૅરિફ વૉરને પગલે જાગૃત નાગરિકે લાફો ઝીંક્યો અને ભાગી ગયો. યુઝર વીડિયો સાથે દાવો કરે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પર હાલમાં જાગૃત નાગરિક દ્વારા હુમલો કરાયો.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર દાવો ખોટો છે કેમ કે ખરેખ વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે.
દાવાની તપાસ કરતા વીડિયોના કીફ્રેમને ગૂગલ રિવર્ઝ ઇમેજ સર્ચથી સ્કૅન કરતા અમને કેટલાક અહેવાલો પ્રાપ્ત થયા. જેમાં અમે જોયું કે પોડિયમ પર લખાણ “ડેટન, ઓહિયો” હતું, અને સૂત્ર “મેક અમેરિકા ગ્રેટ અગેઇન” હતું, જે દર્શાવે છે કે, આ વિડિયો ટ્રમ્પના 2016ના સફળ રાષ્ટ્રપતિ અભિયાનનો છે.
વળી અમે “ડેટોન ઓહિયો પ્રોટેસ્ટર ટ્રમ્પ” કીવર્ડ સાથે ગૂગલ સર્ચ કર્યું, જેના કારણે અમને માર્ચ 2016ના કેટલાક સમાચાર અહેવાલો મળ્યા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, એક પ્રદર્શનકારીએ ઓહિયોના ડેટોનમાં એક રેલીમાં બૅરિકેડ કૂદીને તત્કાલીન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને સ્ટેજ પર ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિક્રેટ સેવાના અધિકારીઓ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો.
ન્યૂઝચેકરે નોંધ્યું કે, પોડિયમ પરના લખાણ અને કથિત હુમલા પછીની ઘટનાઓના ક્રમને ધ્યાનમાં લેતા, વીડિયો જે દર્શાવે છે તે વાસ્તવિક ફૂટેજ નથી. જે સૂચવે છે કે વિડીયો ડિજિટલી છેડછાડ કરાયેલ છે.
આ અહેવાલો અહીં , અહીં , અહીં અને અહીં જોઈ શકાય છે.
રિપોર્ટ્સમાં વાઇરલ વીડિયોનું હાઇ-ક્વૉલિટી વર્ઝન, વિવિધ બાજુના ફૂટેજ સાથે જોઈ શકાય છે. જ્યાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે, વિરોધ કરનાર અને ટ્રમ્પ વચ્ચે કોઈ સીધો સંપર્ક થયો ન હતો. કારણ કે સ્ટેજની ધાર પર પહોંચતા પહેલા જ વ્યક્તિને દબાવી દેવામાં આવ્યો હતો.
ઉપરાંત, 16 માર્ચ-2016ના રોજ પ્રકાશિત ABC ન્યૂઝ રિપોર્ટમાં વિરોધ કરનારનો ફોટો જોઈ શકાય છે, જેમાં તે થોમસ ડીમાસિમો તરીકે ઓળખાય છે. જેના પર પ્રતિબંધિત સ્થળોએ જાણી જોઈને પ્રવેશવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ગાર્ડિયન અને CNN દ્વારા પણ ઘટનાની નોંધ લેતા અહેવાલ પ્રકાશિત કરાયા હતા જેને અહીં અને અહીં જોઈ શકાય છે. તેમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે વીડિયોમાં કોઈ વ્યક્તિ નથી. જે પુષ્ટિ કરે છે કે વાયરલ વીડિયો ડિજિટલ રીતે છેડછાડ કરીને તૈયાર કરવામાં આવ્યો છે.
વીડિયો ડિજિટલી છેડછાડ કરાયાની શંકા જતા અમે વીડિયોને AI ડિટેક્શન ટૂલની મદદથી ચકાસ્યો.
AI ડિટેક્શન ટૂલ ઑથેન્ટા (Authenta)માં અમને પરિણામ મળ્યું કે, વાઇરલ વીડિયો 100 ટકા એઆઈ જનરેટેડ છે. વળી AI ડિટેક્શન ટૂલ Hive Moderation (હાઇવ મૉડરેશન)માં પરિણામ મળ્યું કે, વીડિયો ખરેખર 65 ટકા એઆઈ જનરેટેડ છે.


ઉપરોક્ત તમામ બાબતો સૂચવે છે કે, ખરેખર 9 વર્ષ પહેલા બનેલી ઘટનાના ફૂટેજને ડિજિટલી છેડછાડ કરીને AI દ્વારા વાઇરલ વીડિયો તૈયાર કરાયો છે. આથી વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે.
Read Also : Fact Check – સુરતના ઝાંપાબજારની 1923ની વાઇરલ તસવીર ખરેખર AI જનરેટેડ છે
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, વાઇરલ વીડિયો ખરેખર AI જનરેટેડ છે. ટ્રમ્પ પર હાલમાં ચાલુ સભામાં કોઈ વ્યક્તિ દ્વારા આવો હુમલો નથી થયો.
Sources
The Guardian report, March 14, 2016
CBS report, March 12, 2016
ABC News report, March 16, 2016
AI Detection Tool – Authenta
AI Detection Tool – Hive Moderation
(અહેવાલ ન્યૂઝચેકર અંગ્રેજીના કુશલ મધુસૂદન દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)