Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
15મી જૂનથી સિનિયર સિટિઝનને દેશમાં બસ, રેલ્વે અને હવાઈ મુસાફરી કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી કરાઈ હોવાનો દાવો કરતો અહેવાલ.
દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી.
સોશિયલ મીડિયામાં એક અખબારનું કટિંગ વાઇરલ થયું છે. અખબારના કટિંગમાં દાવો કરાયો છે કે, 15મી જૂનથી સિનિયર સિટિઝનને દેશમાં બસ, રેલ્વે અને હવાઈ મુસાફરી કેન્દ્ર સરકાર દ્વારા ફ્રી કરી દેવાઈ છે. આથી સરકારી આઈડી કાર્ડ જેમ કે આધારકાર્ડ કે પેન્શનકાર્ડની મદદથી તેઓ દેશમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે.
અખબાર કટિંગની હેડલાઇનમાં લખ્યું છે કે, “કેન્દ્ર સરકારની ઐતિહાસિક ભેટ. 15મી જૂનથી સિનિયર સિટિઝનને બધી યાત્રા ફ્રી.”

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

ન્યૂઝચેકરને અમારી વોટ્સએપ ટિપલાઇન (+91-9999499044) પર પણ દાવો ફેક્ટ ચેકની વિનંતી માટે પ્રાપ્ત થયેલ છે.
જોકે, ન્યૂઝચેકર અનુસાર વાઇરલ દાવો ખરેખર ફેક છે.
સૌપ્રથમ અમે દાવાની તપાસ માટે ગૂગલ સર્ચની મદદ લીધી. અમે સિનિયર સિટિઝન, ફ્રી ટ્રાવેલ, કેન્દ્ર સરકાર સહિતના કીવર્ડ સાથે સર્ચ ચલાવી પરંતુ અમને કોઈ સત્તાવાર વિશ્વસનીય પરિણામ પ્રાપ્ત થયું નથી.
વધુમાં અમે કેન્દ્ર સરકારની રેલ્વે વિભાગની વેબસાઇટ પણ ચકાસી. ઉપરાંત કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાહેરાતની પ્રેસ રિલિઝ વિતરણ કરતી પીઆઈબીની વેબસાઇટ અને સોશિયલ મીડિયા હેન્ડલ પણ ચકાસ્યા.
પરંતુ અમને વાઇરલ દાવા વિશે કોઈ પણ સત્તાવાર જાહેરાતનું ડોક્યુમેન્ટ કે પ્રેસ રિલિઝ કે નોટિફિકેશન પ્રાપ્ત થયેલ નથી.
ઉપરોક્ત બાબત વાઇરલ ન્યૂઝ કટિંગ વિશે શંકા ઉપજાવે છે. કેમ કે, આટલી મોટી અને મહત્ત્વની જાહેરાત વિશે ન કોઈ મીડિયાએ નોંધ લીધી છે કે ન તો સરકાર દ્વારા કોઈ પ્રેસ રિલિઝ કે જાહેરાત જોવા મળેલ છે. આથી અખબારનું કટિંગ અને તેમાં લખેલ લખાણ ગેરમાર્ગે દોરતું હોવાની શંકા ઉપજે છે.
જેને પગલે ન્યૂઝચેકર અંગ્રેજીના તનુજિત દાસે પૂર્વિય રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી દીપ્તિમોટ દત્તા સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં રેલ્વે અધિકારીએ તેમને સ્પષ્ટ જણાવ્યું કે, રેલ્વે દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી.
તદુપરાંત અમે ગુજરાત સરકારના પરિવહન રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના સોશિયલ મીડિયે હેન્ડલ અને ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગની વેબસાઇટ પણ તપાસી. અહીં પણ અમને વાઇરલ દાવા વિશે કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ.

એટલું જ નહીં પરંતુ પશ્ચિમ બંગાળના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સ્નેહાસિસ ચક્રવર્તી પણ અગાઉ આ મામલે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે, સિનિયર સિટિઝનોને ફ્રી ટ્રાવેલની કેન્દ્ર સરકારની યોજનાનો વાઇરલ દાવો ખરેખર ફેક એટલે કે ખોટો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક સમય પહેલા આ જ પ્રકારે રેલ્વે મામલે પણ એક ખોટો મૅસેજ વાઇરલ થયો હતો. જેમાં દાવો કરાયો હતો કે, કેન્દ્ર સરકારે વરિષ્ઠ એટલે કે સિનિયર સિટીઝન્સ માટે રાહત સુવિધાઓની જાહેરાત કરેલ છે. આ વાઇરલ દાવો પણ ખરેખર ફેક હતો. અમે તેની પણ ફેક્ટચેક કરી હતી.
મૅસેજમાં કહેવાયું છે કે, ” કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકો માટે રેલ્વે મુસાફરી માટે રાહત સુવિધાઓની જાહેરાત કરી છે. પુરૂષ વરિષ્ઠ નાગરિક મુક્તિ વય 60 વર્ષ અથવા તેથી વધુ. સ્ત્રી વરિષ્ઠ નાગરિક રાહત વય 58 વર્ષ કે તેથી વધુ. પુરુષો માટે રેલવે પેસેન્જર ભાડામાં 40% ડિસ્કાઉન્ટ. મહિલાઓ માટે રેલ્વે ભાડા પર 50% ડિસ્કાઉન્ટ. આ ડિસ્કાઉન્ટ રેલ્વે પેસેન્જર ટ્રેનોની કોઈપણ કેટેગરીમાં ઉપલબ્ધ હશે જેમ કે મેલ/એક્સપ્રેસ/રાજધાની/શતાબ્દી/જનશતાબ્દી/દુરંતો. રેલ્વે રિઝર્વેશન / અથવા, બધી સામાન્ય ટિકિટો કરતી વખતે કોઈ ઉંમરનો પુરાવો આપવાની જરૂર નથી. જો કે, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, રેલ્વે ટિકિટ ચેક (TC)ના કિસ્સામાં ઉંમરના પુરાવા તરીકે PAN કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ફોટો સાથે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ પત્ર સબમિટ કરવાનું ફરજિયાત છે. વરિષ્ઠ નાગરિકો તેમની રેલ્વે ટિકિટ કોઈપણ ટિકિટ / રિઝર્વેશન ઑફિસમાંથી અથવા ઇન્ટરનેટ દ્વારા ખરીદી શકે છે. પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)માં, વરિષ્ઠ નાગરિકો, સગર્ભા સ્ત્રીઓ અને 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને રેલવેમાં સ્લીપર ક્લાસમાં 6 બર્થ, AC-3, AC-2માં 3 બર્થ આપવામાં આવે છે.”
અમે આ મામલે રેલ્વેનો પણ સંપર્ક કર્યો હતો. જેમાં પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, “રેલ્વે દ્વારા સિનિયર સિટીઝન્સને ફરીથી ટિકિટ ડિસ્કાઉન્ટ આપવા મામલે કોઈ નવી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. તે કોવિડ સમયથી બંધ છે અને હજુ પણ તે બંધ જ છે. આ પ્રકારનું કોઈ ડિસ્કાઉન્ટ સિનિયર સિટીઝન્સને મળતું નથી.”
વળી, જ્યાં સુધી દિવ્યાંગો અને દર્દીઓને મળતી રેલ્વેની રાહત અને સુવિધાઓની વાત છે તો, તે રેલ્વે તેના નિયમો અનુસાર આપતું આવ્યું છે. વધુ માહિતી રેલ્વેનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.
વળી, જ્યાં સુધી હવાઈ યાત્રાની વાત છે તો, ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની વેબસાઇટ પર પણ વાઇરલ દાવા મામલે કોઈ જાહેરાત કરવામાં આવેલી નથી.
અમે, ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી પંકજ જોષીનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી. પરંતુ તેઓ ઑફિસમાં ફોન પર ઉપલબ્ધ નહોતા. આથી ઇમેલ મારફતે વાઇરલ દાવા વિશે સ્પષ્ટતા કરવા સંપર્ક કરેલ છે. તેમનો પ્રત્યુતર મળ્યા બાદ અહેવાલ અપડેટ કરવામાં આવશે.
Fact Check – શું આ વિજય રૂપાણીની ક્રેશ પહેલા ફ્લાઇટમાં લેવાયેલી અંતિમ તસવીર છે?
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, કેન્દ્ર સરકારે સિનિયર સિટિઝન્સ માટે 15મી જૂનથી હવાઈ, રેલ્વે અને બસ યાત્રા ફ્રી કરી હોવાનો વાઇરલ દાવો ખોટો છે.
Sources
Central & Gujarat State Govt Websites
Indian Railway Website
Conformation from Diptimoy Dutta, Chief Public Relations Officer of Eastern Railway
Conformation from Snehasis Chakraborty, The transport Minister of West Bengal
Telephonic conversation with Western Railway PRO Pradeep Sharma
(અહેવાલ ન્યૂઝચેકર અંગ્રેજીના તનુજિત દાસ દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)