Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. રાજ્યના તમામ ખૂણે ખૂણે આવેલી ચાની દુકાનો પર તમામ પક્ષોના સમર્થકો પોતાની પાર્ટીની જીતનો દાવો કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર પણ અનેક પ્રકારે પોસ્ટ શેર કરવામાં આવતી હોય છે, જે ક્રમમાં ફેસબુક અને ટ્વીટર પર યુપી કાનપુરના ભાજપ કાઉન્સિલરનો એક વિડિઓ વાયરલ થયો છે, વિડીઓમાં એક વૃદ્ધ વ્યક્તિને ભાજપ વિરુદ્ધ મત આપવા મુદ્દે કાઉન્સિલર રાઘવેન્દ્ર મિશ્રા ઘમકી આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આગાઉ સ્મૃતિ ઈરાની વિરુદ્ધ સુત્રોચાર તો બીજી તરફ એક ભાજપ નેતા દિવ્યાંગને માર અમારી રહ્યા હોવાના ભ્રામક દાવાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા છે, જે અંગે newschecker દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
ત્યારે, સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ આ વિડિઓ કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ શેર કરવામાં આવેલ છે, જે ક્રમમાં Rajkot Mirror News દ્વારા “કાનપુરના ગોવિંદ નગરમાં એસેમ્બલી વોર્ડ 91નો BJP કાઉન્સિલર રાઘવેન્દ્ર મિશ્રા એક વરિષ્ઠ નાગરિકને બીજી પાર્ટી વિરુદ્ધ મત આપવા બદલ કથિત રૂપે ધમકી આપતો કેમેરામાં કેદ થયો” ટાઇટલ સાથે વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
વાયરલ વિડિઓ ટ્વીટર પર રાહુલ ગાંધી સહિત અન્ય વિપક્ષ નેતાઓ અને વેરિફાઇડ યુઝર્સ દ્વારા પણ ‘હિન્દુત્વવાદી રાજનીતિ એટલે ગુંડાગર્દી’ ટાઇટલ સાથે વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

ભાજપ કાઉન્સિલર રાઘવેન્દ્ર મિશ્રા દ્વારા વૃદ્ધ વ્યક્તિને ધમકી આપવાના નામે શેર કરવામાં આવેલા આ વીડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા, પત્રકાર અરવિંદ ચૌહાણ દ્વારા 1 ફેબ્રુઆરીના શેર કરવામાં આવેલ ટ્વિટ જોવા મળે છે. જેમાં વૃદ્ધ વ્યક્તિને ભાજપના કાઉન્સિલર રાઘવેન્દ્ર મિશ્રા ધમકી આપતા જોઈ શકાય છે, પરંતુ અરવિંદ ચૌહાણ દ્વારા આ ઘટના અંગે એક અપડેટ આપતો વિડિઓ પણ શેર કરવામાં આવેલ છે. જે મુજબ ભાજપ કાઉન્સિલર અને વૃદ્ધ વ્યક્તિ બન્ને મિત્ર છે, અને તેઓ મજાક-મસ્તી કરી રહ્યા છે. આ અંગે વૃદ્ધ વ્યક્તિ પણ સ્પષ્ટતા આપતા જોવા મળે છે.
વાયરલ દાવા વિશે વધુ જાણવા માટે અમે રાઘવેન્દ્ર મિશ્રાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ શોધવાનું શરૂ કર્યું. જ્યાં રાઘવેન્દ્ર મિશ્રાની ફેસબુક પ્રોફાઇલ પર વૃદ્ધ (ભુપેન્દ્ર સિંહ ભદૌરિયા) સમગ્ર મામલે પોતાનો ખુલાસો આપતા જોવા મળે છે. ઉપરોક્ત ફેસબુક વીડિયોમાં ભૂપેન્દ્ર સિંહ ભદૌરિયાએ રાઘવેન્દ્ર મિશ્રાને પોતાનો ભત્રીજો ગણાવ્યો છે. આ સાથે તે એમ પણ કહે છે કે “અમારા પારિવારિક સંબંધો છે અને અમે મજાક કરતા રહીએ છીએ. અમારી વચ્ચે ક્યારેય ઝઘડો થયો નથી, કોઈ તોફાની તત્વોએ આ વીડિયો વાયરલ કર્યો છે.“
આ ઘટના અંગે ભૂપેન્દ્ર સિંહ ભદૌરિયા કહે છે, “અમારી વચ્ચે હંમેશા હાસ્ય અને મજાક હોય છે… તેઓ કહે છે ભાજપ… અમે કહીએ છીએ કોંગ્રેસ. ફક્ત અમારો પક્ષ જ અલગ છે.” જણાવી દઈએ કે રાઘવેન્દ્ર મિશ્રાએ પોતાના ફેસબુક પેજ પર ન્યૂઝ18નો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં મિશ્રાની સાથે ભૂપેન્દ્ર સિંહ ભદૌરિયા પણ રિપોર્ટર સાથે વાયરલ વિડિઓ અંગે વાત કરતા અને સમગ્ર મામલાની માહિતી આપતા જોવા મળે છે.
સમગ્ર મામલે વધુ વિગતો માટે અમે કાઉન્સિલર રાઘવેન્દ્ર મિશ્રાનો સંપર્ક કર્યો. રાઘવેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે “વૃદ્ધ વ્યક્તિ (ભુપેન્દ્ર સિંહ ભદૌરિયા) અમારા કાકા છે… અમે પાડોશી છીએ. આમારે દરરોજ મજાક અને મસ્તી આમ જ ચાલે છે. કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને વિકૃત રીતે રજૂ કર્યો છે કે જાણે હું ગુંડો હોઉં. પછી રાહુલ ગાંધીએ એ પણ ટ્વીટ કર્યું, જેથી ગઈ કાલે આખા દેશનું મીડિયા અમારા દરવાજા પર હતું… અમે પણ ત્યાં હતા અને જેની સાથે અમે મજાક કરી રહ્યા હતા તે પણ અમારી સાથે લાઈવ હતા. તો તેણે આખા દેશની સામે કહ્યું કે સત્ય શું છે.”
વાયરલ વિડિઓ અંગે ભૂપેન્દ્ર સિંહ ભદૌરિયાએ ન્યૂઝચેકરને જણાવ્યું હતું કે “કેટલાક મીડિયા સંસ્થાઓ અને સોશ્યલ મીડિયા પર મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે.” ઉપરાંત, ભૂપેન્દ્ર સિંહ ભદૌરિયા અને રાઘવેન્દ્ર મિશ્રા દ્વારા પોલીસને વાયરલ વિડિઓ સાથે બનેલ ઘટના અંગે આપેલા લેખિત નિવેદનની નકલ પણ નીચે જોઈ શકાય છે.

વધુ મળતી માહિતી મુજબ, કાનપુર નગર ડીએમ અને પોલીસ કમિશનરેટ કાનપુર નગર દ્વારા શેર કરવામાં આવેલી ટ્વીટ્સમાં ACP સ્વરૂપ નાગરદ્વારા પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે “ભૂપેન્દ્ર સિંહ ભદૌરિયાએ પોલીસને કહ્યું કે રાઘવેન્દ્ર મિશ્રા તેમની જૂની ઓળખાણ છે અને બંને વચ્ચેની વાતચીત મજાકના સ્વરમાં થઈ છે. કેટલાક લોકોએ વીડિયો બનાવીને ભ્રામક દાવા સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.“
ભાજપના કાઉન્સિલર રાઘવેન્દ્ર મિશ્રા દ્વારા વૃદ્ધ વ્યક્તિને ધમકી આપવાના નામે શેર કરવામાં આવેલો દાવો ભ્રામક છે. રાઘવેન્દ્ર મિશ્રા અને ભૂપેન્દ્ર સિંહ ભદૌરિયા પાડોશી છે અને બંને એકબીજા મજાક-મસ્તી કરી રહ્યા હતા. આ વાયરલ વિડિઓ અંગે કાઉન્સિલર રાઘવેન્દ્ર મિશ્રા અને વૃદ્ધ વ્યક્તિ (ભૂપેન્દ્ર સિંહ ભદૌરિયા) દ્વારા સોશ્યલ મીડિયા પર તેમજ લેખિત નિવેદન સાથે ઘટના અંગે સ્પષ્ટતા આપવામાં આવેલ છે.
Raghvendra Mishra, BJP Councillor
Kanpur Police
Bhupendra Singh Bhadauriya’s interview with News18: https://youtu.be/WPweQsx98yM?t=160
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Kushel Madhusoodan
July 31, 2025
Dipalkumar Shah
July 20, 2025
Dipalkumar Shah
July 18, 2025