Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ઇન્ડિયન નેવીનો પાકિસ્તાનના કરાચી બંદર પર હુમલાનો વીડિયો.
દાવો ખોટો છે. વાયરલ વીડિયો ખરેખર અમેરિકામાં થયેલી વિમાન દુર્ઘટનાનો છે.
પાકિસ્તાનના કરાચી બંદર પર ક્યાંક આગ લાગી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે જેમાં તેને વિસ્ફોટ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે
વાયરલ વીડિયોમાં, એક જગ્યાએ આગ લાગી રહી છે અને આ સમય દરમિયાન ત્યાં ઘણો બળી ગયેલો કાટમાળ પણ જોઈ શકાય છે.
સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરતા યુઝર્સે દાવો કરતા લખ્યું છે કે, “ભારતીય નેવીએ પાકિસ્તાનના કરાચી બંદર પર હુમલો કર્યો છે અને તેનો નાશ કરી દીધો છે.”
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
પરંતુ, ન્યુઝચેકર અનુસાર વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો છે.
કરાચી બંદર પર વિસ્ફોટના દાવા સાથે શેર કરવામાં આવી રહેલા આ વીડિયોની તપાસ કરવા અમે ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચની મદદ લઈ સર્ચ કર્યું જેમાં અમને 1 ફેબ્રુઆરી, 2025ના રોજ એક યુટ્યુબ એકાઉન્ટ પરથી અપલોડ કરાયેલ એક વીડિયો મળ્યો, જેમાં વાયરલ વીડિયો સાથે સંબંધિત ઘણા દ્રશ્યો હતા.
એ અહેવાલોમાં જણાવાયું છે કે, ફિલાડેલ્ફિયામાં મેક્સિકોમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ થઈ ગઈ, જેમાં સવાર તમામ છ લોકોના મોત થયા,. આ અકસ્માતને કારણે આસપાસના વિસ્તારોમાં નુકસાન થયું હતું.
અમારી તપાસ દરમિયાન, અમને 1 ફેબ્રુઆરી, 2025ના રોજ ફિલાડેલ્ફિયા એડમિનિસ્ટ્રેશન વેબસાઇટ પર મેયર ઓફિસ દ્વારા પ્રકાશિત એક અહેવાલ મળ્યો.
અહેવાલમાં જણાવાયું છે કે, ફિલાડેલ્ફિયા શહેરના ઉત્તરપૂર્વ ફિલાડેલ્ફિયામાં કોટમેન એવન્યુ અને રૂઝવેલ્ટ બુલવાર્ડ નજીક સાંજે 6 વાગ્યે એક મેડિકલ સર્વિસ જેટ ક્રેશ થયું હતું. 31 જાન્યુઆરીના રોજ યુએસ સમય મુજબ તે ઘટના ઘટી હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે લિયરજેટ 55, મિઝોરી જઈ રહ્યું હતું, જે ફિલાડેલ્ફિયા નોર્થઈસ્ટ એરપોર્ટથી સાંજે 6:06 વાગ્યે ઉડાન ભર્યાના થોડા સમય પછી ક્રેશ થયું હતું.
આ મેડિકલ સર્વિસ જેટમાં એક માતા-પુત્ર અને ચાર ફ્લાઇટ ક્રૂ હાજર હતા. નાના બાળકની સારવાર નોર્થઈસ્ટ ફિલાડેલ્ફિયાના શ્રીનર્સ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. સારવાર પછી, ફ્લાઇટ બાળક અને તેની માતાને મિઝોરીના સ્પ્રિંગફીલ્ડ-બ્રાન્સન રાષ્ટ્રીય વિમાનમથક દ્વારા મેક્સિકો લઈ જવાનાં હતાં. પરંતુ વિમાન ઉડાન ભર્યાના એક મિનિટમાં જ ક્રેશ થઈ ગયું.
ઉપરોક્ત મળેલા પુરાવાઓમાં સ્થાનનો ઉલ્લેખ હોવાથી, અમે તે સ્થળનું ભૌગોલિક સ્થાન નક્કી તપાસ્યું અને તેને ફિલાડેલ્ફિયાના કોટમેન એવન્યુ ખાતે શોધી કાઢ્યું.
અમને એ પણ જાણવા મળ્યું કે, વાયરલ વિડીયો એક સડક પાસેના ડંકિન ડોનટ્સ પાસે શૂટ કરવામાં આવ્યો હતો. વિડિઓના અંતમાં એક સમયે તમે ડંકિન ડોનટ્સનો લોગો પણ જોઈ શકો છો.
જોકે, ભારતીય નેવી દ્વારા પાકિસ્તાનના કરાચી બંદર કાર્યવાહી કરાઈ છે કે કેમ તે મામલે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરેલ નથી. પરંતુ જે વીડિયો હાલ વાઇરલ છે તે વીડિયો જૂનો છે તે વાત ઉપરોક્ત બાબતો સૂચવે છે. આથી માત્ર એ વાત પુરવાર થાય છે કે, વાઇરલ વીડિયો ભારતીય નેવીએ કરાચી બંદર પર હુમલો કર્યાના દાવા સાથે વાઇરલ છે, તે ખોટું છે. વીડિયો અન્ય ઘટનાનો છે.
Read Also: Fact Check – ઓપરેશન સિંદુરના નામે ખરેખર ઇરાનિયન સ્ટ્રાઇકનો જૂનો વીડિયો વાઇરલ
અમારી તપાસમાં મળેલા પુરાવા સ્પષ્ટ કરે છે કે વાયરલ વીડિયો પાકિસ્તાનના કરાચી બંદર પર થયેલા વિસ્ફોટનો નથી પરંતુ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં થયેલી વિમાન દુર્ઘટનાનો છે.
Our Sources
Video Uploaded by a YouTube account on 1st feb 2025
Visuals available on Google Street View
Dipalkumar Shah
May 24, 2025
Dipalkumar Shah
May 23, 2025
Dipalkumar Shah
May 21, 2025