Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
પહલગામનો બદલો, ભારત ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનમાં ત્રાટક્યું તેનો વીડિયો.
દાવો ખોટો છે. ગત વર્ષે ઇરાનિયન સ્ટ્રાઇકનો વીડિયો ઓપરેશન સિંદુરના નામે વાઇરલ કરાયો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ આતંકી હુમલા બાદ તણાવ સર્જાયો છે, જે ભારતે 7મી મેના રોજ લૉન્ચ કરેલા ઓપરેશન સિંદુર પછી ચરમસીમા પર પહોંચી ગયો છે. એલઓસી પર પાકિસ્તાને ભારે શેલિંગ કરતા સરહદી વિસ્તારો અસરગ્રસ્ત બનતા કેટલાક નાગરિકોના મોત પણ થયા છે. બીજી તરફ ભારતે ઓપરેશન સિંદુર લૉન્ચ કરી પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકી ઠેકાણાં પર એરસ્ટ્રાઇક કરી તેને નષ્ટ કરી દીધા છે.
દરમિયાન, સતત ચાલી રહેલા ભારત-પાકિસ્તાન સરહદી તણાવ વચ્ચે વિવિધ વીડિયો, તસવીરો જુદા જુદા દાવાઓ સાથે વાઇરલ થઈ રહી છે. વાઇરલ વીડિયોનું ઘોડાપૂર સર્જાયું છે. જેમાં ન્યૂઝચેકર સતત આ મામલેની ડિસઇન્ફર્મેશનનું ઇન્વેસ્ટિગેશન કરીને તથ્યો અને સત્ય ઉજાગર કરી રહ્યું છે.
જેમાં એક વ્યાપકપણે વાઇરલ થયેલ વીડિયો ન્યૂઝચેકરના રડારમાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર યુઝર્સ ભારે પ્રમાણમાં શેર કરી રહ્યાં છે.
વીડિયો પોસ્ટ કરીને દાવા કરવામાં આવી રહ્યા છે કે, પહલગામનો બદલો લેવા ભારતે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનમાં ત્રાટક્યું તેનો એ વીડિયો છે. યુઝર્સ કૅપ્શનમાં લખી રહ્યા છે કે, “ભારતીય સેનાએ પહેલગામનો બદલો લીધો, 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો, ભારતીય સેનાએ લૉન્ચ કર્યું ઓપરેશન સિંદૂર, આતંકવાદી ઠેકાણાઓ પર એયર સ્ટ્રાઈક. 100થી વધુ આતંકી ઠાર.”
સોશિયલ મીડિયા યુઝર્સ અને કેટલાક સ્થાનિક મીડિયા ઓપરેશન સિંદુરના વિઝ્યુઅલના વાઇરલ દૃશ્યોના નામે વીડિયો શેર કરી રહ્યાં છે.
10-20 સૅકન્ડની વીડિયો ક્લિપ વાઇરલ થઈ રહી છે, તેમાં દેખાય છે કે, અંધારપટવાળા વિસ્તારમાં એકાએક પ્રકાશ થાય છે અને ધડાધડ મિસાઇલ-બોંબના ધડાકા દેખાય છે. ઘરોની છત પરથી વિસ્તાર દેખાઈ રહ્યો છે. લશ્કરી પ્રહારના દૃશ્યો તેમાં પ્રતીત થાય છે.
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં, અહીં, અહીં, અહીં, અહીં, અહીં, અને અહીં.
જોકે, ન્યૂઝચેકર અનુસાર આ વીડિયો ખરેખર ઓપરેશન સિંદુરનો નથી.
વાઇરલ દાવાની તપાસ માટે સોપ્રથમ અમે વાયરલ ક્લિપના કીફ્રેમ્સ પર રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને ઈરાન સ્થિત વેબસાઇટ ‘ mp4.ir’ પર 7 મહિના જૂની પોસ્ટ મળી. આ જ ફૂટેજમાં જણાવાયું હતું કે, ઈરાની મિસાઇલોએ નેગેવમાં નેવાટીમ બેઝનો નાશ કર્યો હતો. તેમાંગુગલ દ્વારા ફારસીમાંથી અનુવાદિત લખાણ ચેક કરતા ઉપરોક્ત માહિતી પ્રાપ્ત થાય છે.
તપાસમાં અમને આ સંકેત મળતાં, અમે ગૂગલ પર “ઈરાન મિસાઈલ”, “નેવાટીમ બેઝ” અને “નેગેવ” કીવર્ડ્સ શોધ્યા જેનાથી અમને ડીડી ન્યૂઝ દ્વારા 1 ઓક્ટોબર, 2024ના રોજ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મળી. તેમાં તે જ ફૂટેજ હતા જે ઓપરેશન સિંદૂરના વિઝ્યૂઅલ હોવાના દાવા સાથે વ્યાપકપણે પ્રસારિત થઈ રહ્યા છે.
વધુ તપાસ કરતા અમને ઈઝરાયલ પર ઈરાનના મિસાઈલ હુમલાને દર્શાવવા માટે 2 ઓક્ટોબર, 2024ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝ દ્વારા ફેસબુક પર પણ એ વીડિયો શેર કરવામાં આવ્યો હતો તે અમને પ્રાપ્ત થયો.
તદુપરાંત, અમારી તપાસમાં અમને અહીં , અહીં અને અહીં અન્ય સમાચાર અહેવાલો પણ પ્રાપ્ત થયા. ઘણા સમાચાર માધ્યમોએ ઓક્ટોબર 2024માં ઇઝરાયલ પર ઈરાનના મોટા મિસાઇલ હુમલા અંગે અહેવાલ પ્રકાશિત કર્યાં હતાં.
આમ, ઉપરોક્ત બાબત દર્શાવે છે કે, ખરેખર વીડિયોના દૃશ્યો ગત વર્ષના છે. આથી તે ભારતે 7મી મેના રોજ લોન્ચ કરેલા ઓપરેશન સિંદુરના ન હોઈ શકે.
Read Also: Fact Check – ઓપરેશન સિંદૂરના નામે વાઇરલ વીડિયો ખરેખર 2 વર્ષ જૂનો ગાઝાનો વીડિયો
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, ઓપરેશન સિંદુરના નામે વાઇરલ થયેલ વીડિયો ખરેખર એક વર્ષ જૂનો વીડિયો છે. તે ઇરાને ઇઝરાયલ પર કરેલી સ્ટ્રાઇકનો વાઇરલ વીડિયો છે. આથી તેને ભારત-પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણ સાથે કોઈ જ લેવાદેવા નથી.
Sources
Instagram post by DD India Live, dated, 1st Oct, 2024
FB Post by All India Radio, dated, 2nd Oct, 2024
News report by Al-jazeera, dated, 1st Oct, 2024
News report by NPR, dated, 1st Oct, 2024
You Tube Video by NBC, dated, 2nd Oct, 2024
News Report by Mp4.ir, dated before 6 Months
Dipalkumar Shah
July 8, 2025
Dipalkumar Shah
May 24, 2025
Dipalkumar Shah
May 23, 2025