Monday, April 28, 2025
ગુજરાતી

Fact Check

Fact Check – ભારતમાં વક્ફ બોર્ડની જમીન પાકિસ્તાનના કદ કરતા પણ મોટી છે? શું છે સત્ય

banner_image

Claim – ભારતના વક્ફ બોર્ડ દ્વારા નિયંત્રિત મિલકતોનો કુલ વિસ્તાર (9.40 લાખ ચોરસ કિમી) પાકિસ્તાનના વિસ્તાર (8.81 લાખ ચોરસ કિમી) કરતાં વધુ છે.
Fact – ભારતમાં વક્ફ બોર્ડની માલિકીનું કુલ ક્ષેત્રફળ આશરે 3,804 ચોરસ કિમી છે, જે પાકિસ્તાનના કુલ ક્ષેત્રફળ કરતાં લગભગ 232 ગણું નાનું છે.

દેશભરમાં વકફ ઍક્ટ મામલે ઘણા સમયથી તીવ્ર ચાલી રહી છે. શાસક પક્ષ અને વિપક્ષ બંને આ મામલે આમનેસામને છે. સાથે સાથે આ મુદ્દે ઘણા દાવાઓ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

જેમાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, ભારતના વક્ફ બોર્ડ હેઠળની મિલકતોનો કુલ વિસ્તાર પાકિસ્તાનના સમગ્ર દેશના વિસ્તાર કરતા વધુ છે. પાકિસ્તાનનો વિસ્તાર 8.81 લાખ ચોરસ કિલોમીટર છે. અને વક્ફ બોર્ડનો વિસ્તાર 9.40 લાખ ચોરસ કિમી છે. એક પાકિસ્તાન બહાર બન્યું, એક અંદર. સૂતા રહો, કૉંગ્રેસનું આ અદ્ભુત કામ છે.” પીઢ અભિનેતા સતીશ શાહની X પોસ્ટ પર આ આ દાવાને 1.8 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.

પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે. અમને આ પોસ્ટ અમારી Whatsapp ટિપલાઇન (9999499044) પર પણ મળી છે, અને અમને તેની હકીકત તપાસવા વિનંતી કરી છે.

Courtesy – WhatsApp Tipline

Fact Check/Verification

દાવાની તપાસ કરવા ન્યૂઝચેકરે સૌપ્રથમ “વક્ફ બોર્ડ 9.40 લાખ” માટે કીવર્ડ શોધ ચલાવી, જેના કારણે અમને 13 સપ્ટેમ્બર, 2024ના રોજ લઘુમતી બાબતોના મંત્રાલય તરફથી PIB પ્રેસ રીલીઝ કરવામાં આવી છે જેનું શીર્ષક હતું, “વકફ સુધારા બિલ 2024 પર સ્પષ્ટતા”. “8 ઓગસ્ટ, 2024ના રોજ, વકફ (સુધારા) બિલ, 2024 અને મુસ્લિમ વક્ફ (રદ) બિલ, 2024, એમ બે બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. જેનો ઉદ્દેશ વક્ફ બોર્ડના કાર્યને સુવ્યવસ્થિત કરવા અને કાર્યક્ષમ સંચાલનને સુનિશ્ચિત કરવાનો છે. વકફ (સુધારા) વિધેયક, 2024 નો ઉદ્દેશ વકફ મિલકતોના નિયમન અને સંચાલનમાં સમસ્યાઓ અને પડકારોને દૂર કરવા માટે વકફ એક્ટ-1995માં સુધારો કરવાનો છે.”

વકફના ઇતિહાસની સમજ પૂરી પાડવા માટે FAQ (પ્રશ્નોત્તરી)ની યાદી આપવામાં આવી છે.

અહેવાલમાં જણાવ્યા મુજબ, વક્ફ બોર્ડ હાલમાં સમગ્ર ભારતમાં 9.4 લાખ એકરમાં ફેલાયેલી 8.7 લાખ મિલકતોને નિયંત્રિત કરે છે જેની અંદાજિત કિંમત 1.2 લાખ કરોડ છે. ભારતમાં સશસ્ત્ર દળો અને ભારતીય રેલ્વે પછી વક્ફ બોર્ડ સૌથી વધુ જમીન માલિક હોવા સાથે વિશ્વમાં સૌથી વધુ વકફ હોલ્ડિંગ ધરાવે છે એવું પ્રેસ નોટમાં જણાવાયું છે.

તેમાં જોઈ શકાય છે કે, 9.4 લાખ એકરમાં છે અને ચોરસ કિલોમીટરમાં નહીં, જ્યારે પોસ્ટમાં દાવો ચોરસ કિલોમીટરમાં કરવામાં આવ્યો છે. અમે અન્ય સમાચાર અહેવાલો પણ તપાસ્યા. તે અહીં અને અહીં જોઈ શકાય છે. જેમાં નોંધ્યું છે કે, વક્ફ બોર્ડ સમગ્ર ભારતમાં 9.4 લાખ એકરમાં ફેલાયેલી 8.7 લાખ મિલકતોને નિયંત્રિત કરે છે.

ન્યૂઝચેકરને જાણવા મળ્યું કે 9.4 લાખ એકર 3,804.04504 ચોરસ કિમી છે, જ્યારે પાકિસ્તાનનો કુલ વિસ્તાર 8,81,913-ચોરસ કિમી છે – જે ભારતમાં વક્ફ બોર્ડ દ્વારા નિયંત્રિત જમીન કરતાં લગભગ 232 ગણો મોટો છે, જે સાબિત કરે છે કે વાયરલ દાવો ખોટો હતો.

અમે દાવા અંગેની તેમની ટિપ્પણીઓ માટે સંબંધિત સત્તાધિકારીઓનો સંપર્ક કર્યો છે. અમને પ્રતિસાદ પ્રાપ્ત થશે ત્યારે અમે આ અહેવાલને અપડેટ કરીશું.

Read Also : Fact Check – રાહુલ ગાંધીએ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું? શું છે સત્ય

Conclusion

ભારતમાં વક્ફ બોર્ડ હેઠળનો વિસ્તાર પાકિસ્તાનના કુલ વિસ્તાર કરતાં વધુ હોવાનો વાયરલ દાવો ખોટો છે .

Result – False

Source
PIB release, September 13, 2024
Consulate General Of Pakistan, Los Angeles website

(અહેવાલ ન્યૂઝચેકર અંગ્રેજી કુશલ એચએમ દ્વારા પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,944

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.