Fact Check
Fact Check – લખનૌમાં આત્મદાહનો પ્રયાસ કરતી મહિલાનો 5 વર્ષ જૂનો વીડિયો તાજેતરની ઘટના તરીકે વાઇરલ
Claim
યોગી આદિત્યનાથના કાર્યાલયની બહાર એક મહિલાએ ન્યાય ન મળતા આત્મદાહનો પ્રયાસ કર્યો હોવાનો વીડિયો.
Fact
આ વીડિયો વર્ષ 2020નો છે. જૂની ઘટનાનો વીડિયો તાજી ઘટના તરીકે વાઇરલ કરાયો છે.
સોશિયલ મીડિયામાં ઉત્તર પ્રદેશમાં ન્યાય ન મળવાને કારણે યોગી આદિત્યનાથના કાર્યાલયની બહાર એક મહિલાએ આત્મદાહ આપ્યો હોવાનો વીડિયો વાઇરલ થયો છે.
વીડિયોમાં મહિલા એક ભવનના ગેટ બહાર આત્મદાહ કરતી જોવા મળે છે અને પોલીસ બાદમાં તેમને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમને પોલીસકર્મી ગંભીર હાલતમાં હૉસ્પિટલ લઈ જઈ રહ્યા છે.. વીડિયો અહેવાલના દૃશ્યો આપને વિચલિત કરી શકે છે. વીડિયો અને તેના દાવા સાથે ઘટના તાજી હોવાનો દાવો કરાયો છે.
વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યુપીમાં એક મહિલાને ન્યાય મળતાં તેણે લખનૌમાં યોગીજીની ઓફિસની બહાર પોતાની જાતને આગ લગાવી દીધી છે. પીડિત મહિલાએ પોલીસ સ્ટેશનથી લઈને જિલ્લા પોલીસ કપ્તાન સુધી ઘણા ચક્કર લગાવ્યા પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. યુપી પોલીસ માત્ર ભાજપ માટે કામ કરી રહી છે”
વીડિયો ગુજરાતી, હિંદી અને મરાઠી સહિતની ભાષાઓમાં વાઇરલ થયો છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર વીડિયોનો દાવો ખરેખર ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવેલ છે.
Fact Check/Verification
મહિલાએ આત્મદાહ આપ્યાના આ વીડિયોની તપાસ કરવા અમે વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્ઝ ઇમેજ સર્ચની મદદથી સ્કૅન કરી. જેમાં લખનૌ પોલીસ દ્વારા આ મામલે કરવામાં આવેલી ટિપ્પણી પ્રાપ્ત થઈ. જેમાં જવાબ આપતા લખનૌ પોલીસે કહ્યું છે કે, આ ઘટના વર્ષ 2020 ની છે. જવાબમાં લખ્યું છે કે , “ઉપરોક્ત વિડિઓ વર્ષ 2020 નો છે, જેમાં હઝરતગંજ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કૃપા કરીને વિડિઓને ભ્રામક રીતે ફેલાવીને અફવાઓ ફેલાવશો નહીં, નહીં તો તમારી સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”

વધુ તપાસમાં, અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સ શોધ્યા અને 2020માં બનેલી આવી કોઈપણ ઘટના સાથે સંબંધિત માહિતી વિશે તપાસ કરી. દરમિયાન, અમને 13 ઓક્ટોબર, 2020ના રોજ વાઇરલ વીડિયોમાં જોવા મળતા દ્રશ્યો સાથે પ્રકાશિત થયેલા ઘણા મીડિયા અહેવાલો મળ્યા.
13 ઓક્ટોબર, 2020ના રોજ આજ તક દ્વારા પ્રકાશિત થયેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે, લખનૌમાં વિધાનસભાની સામે એક મહિલાએ આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પોતાના પર જ્વલનશીલ પદાર્થ રેડી દીધો હતો અને પોતાને આગ લગાવી દીધી હતી, જેના કારણે તેનું શરીર ખરાબ રીતે બળી ગયું હતું. આ ઘટના હઝરતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મહિલાને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી.
આ મામલે પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે 35 વર્ષીય અંજના તિવારી ઉર્ફે આયેશાએ તેના પહેલા લગ્નથી છૂટાછેડા લીધા પછી, ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને આસિફ નામના યુવક સાથે લગ્ન કર્યા. તેણીનો આરોપ હતો કે લગ્ન પછી, આસિફ સાઉદી અરેબિયા ગયો હતો અને આસિફનો પરિવાર મહિલાને સતત હેરાન કરતો હતો. ઉત્પીડનથી પરેશાન થઈને, મહિલાએ વિધાનસભાની સામે જ્વલનશીલ પદાર્થ નાખીને પોતાને આગ લગાવી દીધી હતી.
વધુમાં, આ બાબતે પ્રકાશિત થયેલ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ અહીં વાંચો.

15 ઓક્ટોબર, 2020ના રોજ નેશનલ હેરાલ્ડ દ્વારા પણ પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું હતું કે, ઘટનાના એક દિવસ પછી, 14 ઓક્ટોબર, 2020ના રોજ, મહિલાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. લખનૌ પોલીસે રાજસ્થાનના ભૂતપૂર્વ રાજ્યપાલ સુખદેવ પ્રસાદના પુત્ર કોંગ્રેસ નેતા આલોક પ્રસાદની અંજનાને આત્મદાહ માટે ઉશ્કેરવા બદલ ધરપકડ કરી હતી.
Conclusion
તપાસ બાદ નિષ્કર્ષ નીકળે છે કે, આત્મદાહ પ્રયાસ કરતી મહિલાનો આ વીડિયો લખનૌનો છે, પરંતુ લગભગ 5 વર્ષ જૂનો છે. જૂની ઘટનાને તાજી ઘટના તરીકે શેર કરવામાં આવી રહી છે. આથી દાવો ખરેખર ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવેલ છે.
Sources
X post by Lucknow Police on 3rd April 2025.
Report published by Aaj Tak on 13th October 2020.
Report published by Times of India on 13th October 2020.
Report published by National Herald on 15th October 2020
(અહેવાલ ન્યૂઝચેકર હિંદીના કોમલ સિંહ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)