કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી વાર એક સેલ્ફીના પગલે ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કરવામાં આવ્યો છે. ફોટો વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે, જજે લખનૌ કોર્ટમાં રાહુલ ગાંધીની પેશી વખતે પહેલા તેમની સાથે સેલ્ફી લીધી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 5 જુલાઈના રોજ કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ભારતીય સેના પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને લખનૌ કોર્ટમાં હાજર થયા હતા. જોકે, પેશી કર્યાં પછી તેમને જામીન મળી ગયા હતા. ડિસેમ્બર 2022માં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ભારતીય સેના પર કથિત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ભૂતપૂર્વ BRO ડિરેક્ટર ઉદય શંકર શ્રીવાસ્તવે રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.
લખનૌ કોર્ટમાં રાહુલ ગાંધીની હાજરી બાદ વાઇરલ થયેલા એ ફોટામાં કાળો કોટ પહેરેલી એક માણસ રાહુલ ગાંધી સાથે સેલ્ફી લેતી જોવા મળે છે. આ ફોટામાં કૉંગ્રેસ નેતા અજય કુમાર લલ્લુ અને અન્ય ઘણા લોકો પણ જોવા મળે છે.
સોશિયલ મીડિયામાં વાઇરલ ફોટા સાથે દાવો કરવામાં આવ્યો છે કે, “ન્યાયાધીશ પણ ન્યાયના હીરો રાહુલના ચાહક નીકળ્યા. લખનૌમાં, જ્યારે ભાજપે તેમને નકલી મુદ્દામાં ફસાવવા બદલ નોટિસ ફટકારી, ત્યારે રાહુલ ગાંધી ન્યાયતંત્રનો આદર કરતા દેખાયા, પછી ન્યાયાધીશે પહેલા સેલ્ફી લીધી.”

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે, આ ફોટામાં દેખાતી વ્યક્તિ સૈયદ મહમૂદ હસન છે. જેઓ લખનૌની જિલ્લા કોર્ટમાં વકીલ છે.
Fact Check/Verification
વાઇરલ દાવાની તપાસ કરતા અમને ઉત્તર પ્રદેશની લખનૌ કોર્ટમાં હાજરી દરમિયાન રાહુલ ગાંધી સાથે સેલ્ફી લેતા ન્યાયાધીશના 15 જુલાઈ, 2025ના રોજ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટ મળી. જેમાં તેમણે ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયા દ્વારા કરવામાં આવેલા દાવાને નકારી કાઢ્યો હતો. સુપ્રિયા શ્રીનેતે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ફોટો લેનાર વ્યક્તિ ન્યાયાધીશ નથી પણ ખરેખર એક વકીલ છે.
આ દરમિયાન, અમને લખનૌ સ્થિત પત્રકાર ગૌરવ સિંહ સેંગરના ફેસબુક એકાઉન્ટ પરથી પણ એક પોસ્ટ પ્રાપ્ત થઈ. જેમાં તેમણે વાઇરલ ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, “વાયરલ ફોટો મામલો – ફોટામાંની વ્યક્તિ વકીલ છે, ન્યાયાધીશ નહીં. વકીલ સૈયદ મહમૂદ હસન છે. અફવાઓ ફેલાવશો નહીં અને તેમને ફેલાવવા દેશો નહીં!!” (ગુજરાતી અનુવાદ)

તપાસ દરમિયાન, અમને સૈયદ મહમૂદ હસનનું ફેસબુક એકાઉન્ટ પણ મળ્યું . આ ફેસબુક એકાઉન્ટ પર તેમણે પોતાને હાઇકોર્ટ અને સિવિલ કોર્ટના વકીલ તરીકે ઓળખાવ્યા છે.

તદુપરાંત, અમે સૈયદ મહમૂદ હસનનો પણ સંપર્ક કર્યો. જે ચિત્રમાં દેખાય છે. તેમણે અમને કહ્યું કે, “આ ચિત્રમાં હું જ છું અને હું ન્યાયાધીશ નથી પણ એક વકીલ છું. હું લખનૌ હાઈકોર્ટ અને જિલ્લા અદાલતમાં પ્રેક્ટિસ કરું છું. મેં આ ચિત્ર રાહુલ ગાંધીની લખનૌ કોર્ટમાં હાજરી દરમિયાન લીધું હતું”.
Read Also: લંડન પ્લેન ક્રેશની ઘટનાના નામે દક્ષિણ આફ્રિકામાં થયેલા પ્લેન ક્રેશનો વીડિયો વાઇરલ
Conclusion
અમારી તપાસમાં મળેલા પુરાવા સ્પષ્ટ કરે છે કે, લખનૌ કોર્ટમાં પેશી દરમિયાન રાહુલ ગાંધી સાથે જજે સેલ્ફી લેવાનો દાવો ખોટો છે. આ તસવીર લખનૌ કોર્ટના વકીલ સૈયદ મહમૂદ દ્વારા લેવામાં આવી હતી.
Our Sources
X Post by Supriya Shrinate on 15th July 2025
Facebook Post by Gaurav Singh Sengar on 15th July 2025
Telephonic Conversation with Syed Mahmood Hasan
(The report was first published by Newschecker Hindi Runjay Kumar. Click here to read the report .)