Claim – બિહારના રિતુરાજે ગૂગલ હૅક કર્યું, જવાબમાં ગૂગલે 3 કરોડ પૅકેજની નોકરી ઑફર કરી
Fact – દાવો ગેરમાર્ગે દોરનારો અને અર્ધસત્ય છે. રિતુરાજે ગૂગલના બગ બાઉન્ટી પ્રોગ્રામમાં બગ (ગૂગલમાં તકનિકી ખરાબી) શોધી આપી હતી. રિતુરાજે ગૂગલ હૅક નહોતું કર્યું. નોકરીની ઑરફરની વાત પણ ખોટી છે.
બિહારના બેગુસરાયના, રીતુ રાજ ચૌધરીએ, “માત્ર 51 સેકન્ડ”માં ગૂગલને હેક કરીને ટેક કંપનીમાં નોકરી મેળવી લીધી હોવાનો દાવો મૅસેજ ન્યૂઝચેકરને ફેક્ટ ચેક માટે પ્રાપ્ત થયો છે.
મૅસેજમાં દાવો કરાયો છે કે, “રિતુરાજ IIT મણિપુરના વિદ્યાર્થી છે, તેમને “3.66 કરોડના પેકેજ” સાથે ગૂગલે નોકરી ઑફર કરી છે. તે “પ્રાઇવેટ જેટમાં અમેરિકા” જશે.
વધુમાં દાવામાં એવું પણ કહેવાયું છે કે, “રિતુરાજે ગુગલને હેક કર્યા પછી, સર્ચ એન્જિનના અધિકારીઓએ “હોશ ગુમાવી દીધા” અને “અમેરિકામાં 12 કલાક મિટિંગ મળી અને પછી ગુગલને ફ્રી કરીને સેવાઓ પુનઃસ્થાપિત કરી. તેમની પાસે પાસપોર્ટ નથી એટલે હવે અધિકારીઓ તેમને લેવા ભારત આવશે.”
જો કે, ન્યૂઝચેકરને વાઈરલ થયેલો દાવો ભ્રામક હોવાનું જણાયું છે.
ન્યૂઝચેકરને તેની WhatsApp ટિપલાઇન (+91 9999499044) પર યુઝર તરફથી આ દાવો તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. અને તેની અધિકૃતતા ચકાસવા વિનંતી કરવામાં આવી હતી.


Fact Check/Verification
ન્યૂઝચેકરે ‘બિહાર બોય રિતુરાજ ગૂગલ’, ‘રિતુરાજ હેક ગૂગલ’ના કીવર્ડ સાથે સર્ચ હાથ ધર્યું અને તેમાં અમને ટાઇમ્સ ઑફ ઇન્ડિયા દ્વારા 3 ફેબ્રુઆરી-2022ના રોજનો અહેવાલ મળ્યો, જેનું શીર્ષક છે ‘ બિહાર: બેગુસરાયના છોકરાએ ગૂગલમાં ‘બગ’ ઓળખી હોવાનો દાવો કર્યો .’
અહેવાલ મુજબ, “એક સ્થાનિક છોકરાએ દાવો કર્યો છે કે તેણે ગૂગલમાં સંભવિત બગ શોધી કાઢ્યું છે, જે વિશે સર્ચ એન્જિનને હૅકર્સ તેની સુરક્ષા પર સફળતાપૂર્વક હુમલો કરી શકે છે અને તેને ઠીક કરવાની જરૂર છે.”
તેમાં ઉમેર્યું હતું કે, “IIIT-મણિપુરના બીજા વર્ષના વિદ્યાર્થી ઋતુરાજ ચૌધરીએ દાવો કર્યો હતો કે “પ્રખર બગ હન્ટર” તરીકે, તેણે કંપનીને સંભવિત નબળાઈની જાણ કરી. કંપનીએ જોખમને સ્વીકાર્યું અને તેને તેના સંશોધકોની સૂચિમાં સ્થાન આપ્યું.”
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગૂગલના બગ હન્ટર્સે “ચૌધરીની પ્રોફાઇલમાં ટાઇગર એવોર્ડ કૅટેગરી”નો ઉલ્લેખ કર્યો છે.


દૈનિક ભાસ્કરના અન્ય અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રિતુરાજ ચૌધરીએ બગ જોયો અને ગૂગલને ચેતવણી આપી.
જો કે, કોઈપણ અહેવાલોમાં સર્ચ એન્જિન અથવા ગૂગલ કંપની દ્વારા નોકરીની ઑફર અને હેક કરવા વિશે કંઈપણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
અમે વધુ તપાસ કરતા અમને રિતુરાજ ચૌધરીને ગૂગલની બગ હન્ટર્સ સમુદાયની અધિકૃત વેબસાઇટ પર યાદી તપાસી. અમને તેની પ્રોફાઇલ મળી. વેબસાઈટ અનુસાર, તેઓ જાન્યુઆરી 2022થી બગ હન્ટર્સ સમુદાયનો સભ્ય છે અને તેમણે 25 જાન્યુઆરીએ પોતાનો પહેલો રિપોર્ટ સબમિટ કર્યો હતો અને તે જ દિવસે તેમને ‘ટાઈગર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.
ન્યૂઝચેકરને ચૌધરીની લિંક્ડઇન પ્રોફાઇલની લિંક તેમજ બગ હન્ટર્સ વેબસાઇટ પણ મળી.
રિતુરાજ ચૌધરીની LinkedIn પ્રોફાઇલ મુજબ , તેઓ સાયબર સુરક્ષામાં રસ ધરાવે છે. તેઓ બગ હન્ટર અને કોડર છે. તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી-મણિપુરમાં કોમ્પ્યુટર સાયન્સમાં તાજેતરમાં જ અભ્યાસ કરેલ છે.

અમને રિતુરાજ ચૌધરીની એક પોસ્ટ પણ મળી જેમાં તેમણે ગૂગલને હેક કર્યું હોવાના દાવાઓને ફગાવી દીધા હતા અને ટેક જાયન્ટ તરફથી નોકરીની ઓફર મળી હતી તેનું પણ ખંડન કર્યું.
તેમણે લખ્યું, “મને ગૂગલ તરફથી કોઈ પૅકેજ કે નોકરીની ઑફર મળી નથી અથવા કંઈપણ હેક કર્યું નથી. તે માત્ર એક બગ હતી જેની મેં તેમને જાણ કરી હતી. તેથી તે સમાચાર ખોટા છે.”

Screenshot of post by Ritu Raj Choudhary

ચૌધરીએ તેમની લિંક્ડઇન પ્રોફાઇલ પર ગૂગલમ દ્વારા એક ઇમેઇલનો સ્ક્રીનશૉટ પણ શેર કર્યો હતો જેમાં તેમને બગની હાજરી વિશે જાણ કરાઈ હતી અને તેને સ્વીકારવામાં આવી હતી.
Read Also : Fact Check – શું ઉદ્ધવ ઠાકરેએ એવું કહ્યું કે, “હું ગૌમાંસ, બીફ ખાઉં છું?” શું છે સત્ય
Conclusion
બિહારની વિદ્યાર્થિ રિતુરાજે સેકન્ડોમાં ગૂગલ હેક કરીને સર્ચ એન્જિનમાં નોકરી મેળવી હોવાનો દાવો ભ્રામક છે. તેમણે ગૂગલની સિસ્ટમમાં બગ શોધી ગૂગલને તેની જાણ કરી હતી. તે ગૂગલ બગ બાઉન્ટી પોગ્રામનો ભાગ હતો. તેમને કરોડોના પૅકેજની નોકરી ઑફર કરાઈ નથી. તેઓ અમેરિકા જઈ રહ્યા નથી.
Result: Partly False
Sources
Times Of India
Dainik Bhaskar
LinkedIn Account Of Ritu Raj Choudhary
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044