Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ઓપરેશન સિંદુર બાદ બલુચિસ્તાનમાં આઝાદીની માગણીની રેલીમાં ભારતના ઝંડા ફરાકાવાયાનો વીડિયો
દાવો ખોટો છે. સુરતની ત્રિરંગા યાત્રાનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરાયો છે.
બલુચિસ્તાનની સ્વતંત્રતા માટેની માંગણીઓ વચ્ચે સમગ્ર પ્રદેશમાં આઝાદી તરફી રેલીઓમાં ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાતા દર્શાવતા દાવા સાથે એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયો છે.
વીડિયોમાં ભારતીય ત્રિરંગા સાથે મુસ્લિમ પહેરવેશની ટોપી પહેરેલા લોકો બેન્ડ સાથે રેલી કાઢી રહ્યા છે. રેલીમાં મોટી સંખ્યામાં લોકો છે અને સૂત્રોચ્ચાર પણ છે. કેટલાક લોકોના હાથમાં ત્રિરંગો છે.
યુઝર્સ કૅપ્શનમાં લખી રહ્યા છે કે, ભારતના ઓપરેશન સિંદુર બાદ બલુચિસ્તાનમાં આઝાદી માટે રેલીઓ નીકળી છે અને તેમાં ભારતના ઝંડા ફરકાવાયા છે.
વીડિયોમાં એક મોટું સરઘસ એક મુખ્ય ચોક પરથી કૂચ કરી રહ્યું છે, જેમાં એક બેન્ડ ‘ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા’ ગીત વગાડી રહ્યું છે. જ્યારે ઘણા લોકો ભારતીય ત્રિરંગો લહેરાવે છે, જેને સોશિયલ મીડિયા પર “બલુચી લેબરેશન (લિબરેશન)” જેવા કેપ્શન સાથે વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યું છે. જે સૂચવવાનો પ્રયાસ કરે છે કે, તે બલુચિસ્તાનમાં આઝાદીની કૂચમાં ભારતને ટેકો દર્શાવે છે.
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.
ન્યૂઝચેકરને અમારી વોટ્સએપ ટિપલાઇન (+91-9999499044) પર પણ વીડિયોનો દાવો ફેક્ટ ચેકની વિનંતી માટે પ્રાપ્ત થયેલ છે.
જોકે, ન્યૂઝચેકર અનુસાર વાઇરલ વીડિયો બલુચ મુક્તિ ચળવળ સાથે સંબંધિત ન હોવાનું જાણવા મળ્યું છે.
વાઇરલ વીડિયોની તપાસ દરમિયાન તેનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કર્યા બાદ અમને તેમાં કેટલાક દૃશ્યો જોવા મળ્યો. જેમાં “તિરંગા યાત્રા” અને “ઓપરેશન સિંદૂર” લખાણવાળા બેનરો દેખાયા. વળી અમે બેન્ડના ઢોલ પર જે લખાણ છે તે પણ નોંધ્યું. તેમાં લખ્યું છે કે,”સૈફી સ્કાઉટ સુરત”.
વાઇરલ ક્લિપના કીફ્રેમ્સ પર ગુગલ લેન્સ સર્ચ કરવાથી અમને 19 મે, 2025ના રોજ સૈફી સ્કાઉટ સુરત (@saifeescoutsurat)ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દર્શાવવામાં આવેલી એક પોસ્ટ મળી. તે જ ફૂટેજ સાથે, તેમાં કહેવામાં આવ્યું હતું કે, “સુરતમાં તિરંગા યાત્રા રોમાંચક હતી, અને સુરત દાઉદી બોહરા બેન્ડે તેમના સંગીતથી તેને વધુ સારી બનાવી”.
પ્રોફાઇલમાં સુરતમાં તિરંગા યાત્રા દરમિયાન બેન્ડના પ્રદર્શન દર્શાવતા અનેક વિઝ્યુઅલ્સ પણ શેર કરવામાં આવ્યા હતા. જે અહીં અને અહીં જોઈ શકાય છે.
વધુમાં અમે ગુગલ પર “તિરંગા યાત્રા” અને “સુરત” કીવર્ડ્સ શોધ્યા જેના પરથી અમને 14 મે-2025ના રોજ વીટીવી ન્યૂઝ ગુજરાતી દ્વારા અપલોડ કરાયેલ ફેસબુક પોસ્ટ પ્રાપ્ત થઈ. તેમાં વીડિયો ન્યૂઝ અહેવાલ પ્રકાશિત કરાયો છે.
અહેવાલનું શીર્ષક છે – ઓપરેશન સિંદૂરની સફળતા પછી સુરતમાં તિરંગા યાત્રા.
અહેવાલમાં વધુ લખ્યું છે કે, “ભાગળ વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની આગેવાનીમાં યાત્રા, શહેરી સામાજિક સંસ્થાઓ, ભાજપના કાર્યકરો અને યુવાનો જોડાયા, ભાગળ ચાર રસ્તાથી ચોક બજાર સુધી યાત્રાનું આયોજન.”
પરથી VTV ગુજરાતી ન્યૂઝ એન્ડ બિયોન્ડ દ્વારા 14 મે, 2025 ના રોજ એક યુટ્યુબ પોસ્ટ મળી. તેમાં એક જ બેન્ડના પ્રદર્શનનો એક અલગ દ્રષ્ટિકોણથી વિડિઓ દર્શાવવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું, “ઓપરેશન સિંદૂરની સફળતા પછી સુરતમાં તિરંગા યાત્રા.”
તેના વર્ણનમાં ઉમેર્યું હતું કે, શોભાયાત્રાનું નેતૃત્વ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ કરી રહ્યા હતા.
તદુપરાંત, 15 મે, 2025ના રોજ ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવાયું હતું કે, “કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે સુરતમાં તિરંગા યાત્રાનું નેતૃત્વ કરતી વખતે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર સાથે,ભારતીય સેનાએ વિશ્વને એક સંદેશ આપ્યો છે: જે કોઈ ભારતીયને નુકસાન પહોંચાડવાની હિંમત કરશે તેને યોગ્ય જવાબ મળશે”.
“આ કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ સૈફી સ્કાઉટ સુરતના સંગીત બેન્ડ હતું. તે દાઉદી બોહરા સમુદાયના છે, જે ભાગલ ચોકડીથી યાત્રાનું નેતૃત્વ કરતા જોવા મળ્યા હતા.”
અમે ગુજરાતના સુરતમાં વાયરલ ક્લિપમાં દેખાતા સ્થળના ભૌગોલિક સ્થાન પણ શોધી શક્યા.
આથી અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે, બલુચિસ્તાનમાં સ્વતંત્રતા સમર્થક રેલીમાં ભારતીય ધ્વજ બતાવવાનો દાવો કરતો વાઇરલ વીડિયોનો દાવો ખોટો છે.
Sources
Instagram Post By @saifeescoutsurat, Dated May 19, 2025
FB Post by VTV Gujarat News and Beyond, Dated May 14, 2025
News Report by Indian Express, Dated May 15, 2025
YouTube Video By VTV Gujarati News and Beyond, Dated May 14, 2025
Google Images
(અહેવાલ ન્યૂઝચેકર અંગ્રેજીના વસુધા રાય દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
Dipalkumar Shah
May 24, 2025
Dipalkumar Shah
May 21, 2025
Dipalkumar Shah
May 17, 2025