Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim -કૅલિફૉર્નિયામાં આવેલા ભૂકંપના દૃશ્યોનો વીડિયો
Fact – દાવો ખોટો છે. વીડિયો ખરેખર તાઇવાનમાં આવેલા ભૂકંપ સમયનો છે.
તાજેતરમાં અમેરિકાના કૅલિફૉર્નિયામાં ભૂકંપ આવ્યો હતો. ઉત્તરી કેલિફોર્નિયાના મોટા વિસ્તારને 7.0 તીવ્રતાના ભૂકંપથી હચમચાવી નાખ્યો હતો. ત્યાર બાદ પેસિફિકના વનૌતુ ટાપુ પર પણ 7.3ની તીવ્રતનો ભૂકંપ આવ્યો. બંને ઘટનાઓના ભૂકંપ સમયેના કેટલાક દૃશ્યોના વીડિયો વાઇરલ થયા હતા.
દરમિયાન, સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ વીડિયો પૈકી એક વીડિયોમાં ભૂકંપ દરમિયાન ધ્રૂજતી ઇમારતનો છે, તે દૃશ્યો શહેરની આજુબાજુ દેખાતી બહુમાળી ઈમારતની અંદરથી શૂટ કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, “કૅલિફૉર્નિયામાં આવેલા ભૂકંપ દરમિયાનના આ દ્રશ્ય છે.”
વીડિયોમાં રૂમનું ફર્નિચર ધ્રુજી રહ્યું છે અને કેટલીક વસ્તુઓ નીચે પડી જાય છે. ઈમારત એક બાજુથી બીજી બાજુ ઝૂલતી તેમાં જોઈ શકાય છે.
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
દાવાની તપાસ માટે અમે સૌપ્રથમ ગૂગલ રિવર્સ ઇમેજની મદદથી ચકાસણી કરી. જેમાં અમને 6 એપ્રિલના રોજ ઇન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટ પ્રાપ્ત થઈ.
drsatmtran નામના યુઝરના હૅન્ડલથી પણ એક વીડિયો પોસ્ટ કરવામાં આવેલો છે. જે હૂબહુ વાઇરલ દાવાના વીડિયો સાથે મૅચ થાય છે. તેમાં પણ એ જ દૃશ્યો છે.
આ યુઝરે વીડિયો પોસ્ટ કરી કૅપ્શનમાં લખ્યું છે, “Taipei Earthquake 2024 : આ મારા જીવનની સૌથી ભયાવહ ક્ષણોમાંથી એક હતી. હું મારા હૉટૅલના રૂમમાં મારી જાતને ક્યાં સુરક્ષિત રાખવી તે શોધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મોટા આંચકાઓ થોડા શાંત થયા પછી મેં ઇમારતના સૅન્ટર તરફ જવાનું શરૂ કર્યું. પહેલા શક્તિશાળી આંચકા પછી ઘણા આફ્ટરશૉક્સ આવ્યા છે.”
વધુમાં કૅપ્શનમાં એ પણ સ્પષ્ટ ઉલ્લેખવામાં આવ્યું છે કે, વીડિયો 3જી એપ્રિલે તાઇવાનના તાઇપેઈથી કૅપ્ચર કરવામાં આવ્યો હતો.
જે સ્પષ્ટ કરે છે કે કૅલિફૉર્નિયામાં તાજેતરમાં આવેલા ભૂકંપ પહેલાનો આ વીડિયો છે. વળી અમે એ પણ તપાસ્યું કે, એ સમય દરમિયાન કૅલિફૉર્નિયામાં આટલો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો કે કેમ. પરંતુ અમને એ વિશેના કોઈ સમાચાર અહેવાલો પ્રાપ્ત નથી થયા. જે સ્પષ્ટ સૂચવે છે કે વીડિયો હાલમાં કૅલિફૉર્નિયામાં આવેલા ભૂકંપનો નથી. અને જૂનો છે.
તદુપરાંત કીવર્ડ સર્ચ થકી ગૂગલ સર્ચની મદદથી અમને એક ટિકટોકનો ઑનલાઇન અહેવાલ પણ પ્રાપ્ત થયો. જેમાં પણ આ જ વીડિયો શેર કરવામાં આવેલો છે.
આમાં પણ ઉપરોક્ત કૅપ્શન અને વિગતો જ વર્ણવવામાં આવેલી છે.
તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, વીડિયો કૅલિફૉર્નિયાના ભૂંકપનો નથી. તે તાઇવાનમાં આવેલા ભૂકંપનો છે.
Our Sources
Instagram Post by Dr Samtrang dated 6 Apr, 2024
Tiktok Video Report by Dr Samtrang dated 6 Apr, 2024
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044