Monday, December 23, 2024
Monday, December 23, 2024

HomeFact CheckFact Check - પૂણેમાં મફતમાં બ્લડ કૅન્સર મટાડતી જાદુઈ દવા મળતી હોવાના...

Fact Check – પૂણેમાં મફતમાં બ્લડ કૅન્સર મટાડતી જાદુઈ દવા મળતી હોવાના દાવાનું સત્ય શું છે?

Claim – ‘ઇમિટિફ મર્સીલેટ’ એ બ્લડ કૅન્સરનો ઈલાજ છે, જે પુણેની યશોદા હેમેટોલોજી કૅન્સર ઈન્સ્ટિટ્યૂટમાં મફતમાં ઉપલબ્ધ છે.
Fact – આ નામની કોઈ દવા જ નથી. આમ તે કોઈપણ પ્રકારના કૅન્સરને મટાડતી નથી.

બ્લડ કૅન્સરની સારવાર માટે ‘ઇમિટિફ મર્સીલેટ’ નામની નવી દવાની શોધ થઈ છે અને તે પૂણેની યશોદા હેમેટોલોજી કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં મફતમાં આપવામાં આવી રહી હોવાનો એક દાવો અમારી ધ્યાનમાં આવેલ છે.

અમને પ્રાપ્ત થયેલા એક દાવામાં કહેવાયું છે કે, “કૃપા કરીને વાંચ્યા પછી આ મહત્વપૂર્ણ સમાચાર ફોરવર્ડ કરવાનું મન બનાવો, મારા પ્રિય મિત્રો, બ્લડ કેન્સર માટે દવા મળી આવી છે. ફરીથી ફોર્વર્ડ કર્યા વગર તેને કાઢી નાખો નહીં. તે ભારતના ઘર ઘર સુધી પહોંચવા દો. ‘ઇમિટિફ મર્સીલેટ’ એ એક દવા છે જે બ્લડ કેન્સરને શુદ્ધ કરે છે. પુણેમાં યોશોદા હેમેટોલોજી કેન્સર ઇન્સ્ટિટ્યુટ ખાતે મફત ઉપલબ્ધ છે. જાગૃતિ બનાવો. તે કોઈને મદદ કરી શકે છે. તમે કરી શકો છો તેટલું આગળ ધપાવો. નૈતિકતા કિંમત કંઈ નથી.”

WhatApp Tipline

અમને આ પોસ્ટ અમારી Whatsapp ટિપલાઇન (9999499044) પર મળી છે, અને અમને તેની હકીકત તપાસવા વિનંતી કરવામાં આવી છે.

Fact Check/Verification

સૌપ્રથમ દાવાની તપાસ માટે અમે કીવર્ડની મદદથી ગૂગલ સર્ચ દ્વારા આ મામલે ચકાસણી કરી. તેમાં પૂણેમાં કૅન્સરની જાદુઈ દવા સહિતના કીવર્ડ સાથે અમે સર્ચ ચલાવી તો અમને 9 ઑક્ટોબર-2021ના રોજ પ્રકાશિત ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નો અહેવાલ મળ્યો.

Courtesy – Screengrab Times Of India

‘બ્લડ કૅન્સરની જાદુઈ દવા નિષ્ણાતો અનુસાર અફવા’ના શીર્ષક સાથે અહેવાલમાં લખ્યું છે કે, “‘ઇમિટિફ મર્સીલેટ’નામની જાદુઈ દવા બ્લડ કૅન્સરની મટાડતી હોવાનો દાવો વાઇરલ થયેલ છે. અને દવા પૂણેની ક્લિનિકમાં મફતમાં ઉપલબ્ધ હોવાનું પણ કહેવાયું છે. પરંતુ અમે આ વાતનું ખંડન કરીએ છીએ. આ એક અફવા માત્ર છે. અને દાવો ખોટો છે.”

અહેવાલમાં કર્ણાટકા એચસીજી કૅન્સર હૉસ્પિટલના હૅડ ડૉ. વિશાલ રાવને ટાંકીને વધુમાં લખ્યું છે,”આ પ્રકારનો દાવો અન્ય હૉસ્પિટલના નામથી 2010ના વર્ષથી વાઇરલ જોવા મળેલ છે. અમને નથી આ અફવા કોણ ફેલાવી રહ્યું છે. ખરેખર તમામ પ્રકારના કૅન્સરને મટાડે એવી દવા વિશ્વમાં ક્યાંય શોધાય નથી.”

‘ઇમિટિફ મર્સીલેટ/મર્કિલેટ’ શું છે?

‘ઇમિટિફ મર્સીલેટ/મર્કિલેટ’ શું છે એ જાણવા માટે અમને મેડિકલ નિષ્ણાતો સાથે પણ વાતચીત કરી અને વધુ રિસર્ચ પણ કર્યું. જેમાં અમને જાણવા મળ્યું કે, ખરેખર આ નામની કોઈ દવા જ નથી.

વધુમાં અમે સુરતની ઇટાલિયા કૅન્સર કૅર હૉસ્પિટલના સર્જીકલ ઑન્કૉલૉજિસ્ટ ડૉ. હરેશ ઇટાલિયા સાથે ટેલિફોનિક વાતચીત કરી.

તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, “આ નામની દવા નથી. પણ ઇમેટિનિબ મેસિલેટ નામની દવા છે અને તે ભારતભરમાં ઉપલબ્ધ છે. વળી કૅન્સર સંપૂર્ણ મટાડી શકે તેવો દાવો પણ અતિશયોક્તિભર્યો છે.”

તદુપરાંત અમે પૂણેની યશોદા હિમેટોલૉજી ઇન્સ્ટિટ્યૂટનો પણ સંપર્ક કર્યો. સંસ્થાના જનસંપર્ક અધિકારી સમીર નિકમે ટેલિફોનિક વાતચીત કરી.

સમીર નિકમે જણાવ્યું કે, “આ દાવો એટલે કે વાઇરલ મૅસેજ પાછલા ઘણા વર્ષોથી વાઇરલ છે. અમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરેલ છે.”

વળી, ઇન્ટરનેટ રિસર્ચ કરતી વેળા અમને વર્ષ 2015માં પ્રકાશિત થયેલ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નો એક અહેવાલ પ્રાપ્ત થયો.

અહેવાલ અનુસાર આવો જ દાવો પૂણેની જેમ ભૂતકાળમાં ચેન્નાઈની હૉસ્પિટલના નામે વાઇરલ થયો હતો.

દાવો ચેન્નાઈની આદ્યાર કૅન્સર ઇન્સ્ટિટ્યૂટના નામે વાઇરલ થયો હતો. ત્યાર બાદ સંસ્થાએ એક નોટિસ પણ ઇસ્યૂ કરી હતી.

Courtesy – screengrab Adyar Cancer Institute

નોટિસમાં લખ્યું હતું, “નોંધવામાં આવ્યું છે કે કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ-અદ્યાર (ચેન્નાઈમાં) ‘ઇમિટિફ મર્સીલેટ’ નામની ચોક્કસ દવાની ઉપલબ્ધતા અંગેની માહિતી ઈમેલ અને ફેસ બુક પોસ્ટ તરીકે ઈન્ટરનેટ દ્વારા પ્રસારિત કરવામાં આવી રહી છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ એક ભ્રામક સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે. અમે માનીએ છીએ કે ઉલ્લેખિત દવાનું નામ ‘ઇમેટિનિબ મેસિલેટ’ નામની દવાના નામ સાથે એક બનાવટી નામ રચવામાં આવ્યું છે. સાચી દવા ‘ઇમેટિનિબ મેસિલેટ’ ‘ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા’ નામના બ્લડ કૅન્સરની સારવાર માટે વપરાતી દવા છે. આ દવા આખા ભારતમાં ઉપલબ્ધ છે અને તમામ કૅન્સર કેન્દ્રો પર સૂચવવામાં આવે છે અને તે કૅન્સર સંસ્થા – અદ્યાર જે ચેન્નાઈમાં છે ત્યાં વિશિષ્ટરૂપે (મફતમાં) નથી ઉપલબ્ધ.”

આ તમામ બાબતો સ્પષ્ટ કરે છે કે, ‘ઇમિટિફ મર્સીલેટ’ નામની કોઈ કૅન્સરની દવા જ નથી. ખરેખર દવાનું નામ છે ‘ઇમેટિનિબ મેસિલેટ’. વળી આ દવા કૅન્સરની સારવારમાં વપરાય છે ખરી પરંતુ તે કૅન્સર સંપૂર્ણપણે મટાડી શકતી હોવાના કોઈ પુરાવા નથી મળ્યા.

સાચી દવા કઈ છે?

અમેરિકાની નેશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ અનુસાર ‘ઇમેટિનિબ મેસિલેટ’ એક ટેબ્લેટ/દવા છે જેનો ઉપયોગ મુખ્યત્વે ‘ક્રોનિક માયલોજેનસ લ્યુકેમિયા’ની સારવારમાં થાય છે. એકવાર દર્દીને આ રોગનું નિદાન થઈ જાય, આ દવાનો ઉપયોગ રોગના આગળના તબક્કામાં આગળ વધતો અટકાવવા માટે કરવામાં આવે છે. ‘ઇમેટિનિબ’ અસામાન્ય શ્વેત રક્તકણોનું ઉત્પાદન ઘટાડે છે.

વળી તબીબી નિષ્ણાતો અનુસાર કૅન્સર રોગની દવા અને સારવાર હંમેશાં યોગ્ય ક્વૉલિફાઇડ ડૉક્ટરની સલાહ સૂચન અનુસાર જ લેવી જોઈએ. તેનો સ્વમને ઉપયોગ ન કરવો જોખમી છે.

Read Also : Fact Check – ગરમ પાઇનેપલ જ્યૂસ કૅન્સર મટાડી શકતું હોવાનો વાઇરલ દાવો ફેક

Conclusion

આથી નિષ્કર્ષ નીકળે છે કે, ‘ઇમિટિફ મર્સીલેટ’ નામની કોઈ કૅન્સરની દવા જ નથી. આથી તે તમામ પ્રકારના બ્લડ કૅન્સર મટાડતી જાદુઈ દવા હોવાની વાત ખોટી છે.

Result – False

News Report by Times of India
Medical Expert Opinion
Notice by Adyar Cancer Institue – Chennai
US National Cancer Institute

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular