Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim: પ્રયાગરાજમાં મહાકુંભના અદભૂત ડ્રૉન લાઇટ શૉનો વીડિયો.
Fact: આ દ્રશ્યો અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં સ્કાય એલિમેન્ટ્સ ડ્રૉન્સ દ્વારા કરવામાં આવેલા ડ્રૉન લાઇટિંગ શૉના છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડ્રૉનની મદદથી આકાશમાં આકર્ષક લાઈટિંગ કરવામાં આવી રહી છે. આ વીડિયો પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભના લાઇટશૉના વીડિયો તરીકે શેર કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ચાર પવિત્ર સ્થળો હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજમાં કુંભનું આયોજન કરવામાં આવે છે. આ સ્થળોએ દર 12 વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે. જો કે, ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના પવિત્ર સંગમ પર યોજાતા મહાકુંભનું એક અલગ ધાર્મિક મહત્વ છે. વર્ષ 2013માં પ્રયાગરાજમાં સંગમના કિનારે કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ 12 વર્ષ બાદ પ્રયાગરાજમાં મહા કુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વાયરલ વીડિયો લગભગ 42 સેકન્ડનો છે, આ વીડિયોમાં કેટલાક લોકો ડ્રૉન ગોઠવતા જોવા મળે છે. આ પછી, જ્યારે અંધારું થાય છે, ત્યારે ડ્રૉનની મદદથી લાઇટિંગ કરીને એક આકર્ષક આર્ટવર્ક બનાવવામાં આવી રહ્યું છે, જેમાં સાન્તાક્લોઝની આર્ટવર્ક પણ સામેલ છે.
આ વીડિયો પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ તરીકે શેર કરવામાં આવ્યો છે.
યુઝરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર વીડિયો શેર કરતા લખ્યું છે, “મહાકુંભ મેળો. પ્રયાગ રાજ ડ્રૉન શૉનો અદભૂત નજારો.”
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને જાણવા મળ્યું છે કે, આ વીડિયો ખરેખર અમેરિકામાં ક્રિસમિસ નિમિત્તે યોજાયેલા ડૉન લાઇટ શૉનો છે.
વાયરલ વિડિયોની કીફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને 10 ડિસેમ્બર 2024ના રોજ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના YouTube એકાઉન્ટમાંથી અપલોડ કરવામાં આવેલ એક વીડિયો મળ્યો. આ વીડિયોમાં વાઈરલ થયેલા દ્રશ્યો જોવા મળ્યા હતા.
વિડિયો સાથેના વર્ણન અને શીર્ષકમાં જણાવવામાં આવ્યું હતું કે, 26 નવેમ્બરે સ્કાય એલિમેન્ટ્સ ડ્રૉન શૉ અને યુવીએફઆઈ નામની બે સંસ્થાઓએ યુનાઈટેડ સ્ટેટના ટેક્સાસ રાજ્યના મેન્સફિલ્ડમાં લગભગ 4981 ડ્રૉનની મદદથી આકાશમાં જિંજરબ્રેડ ગામની આર્ટવર્ક બતાવી હતી. આ શૉનું આયોજન ક્રિસમસના અવસર પર કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, જિંજરબ્રેડ વિલેજ એક ખાસ પ્રકારનું ગામ છે, જે ક્રિસમસ જેવા તહેવારો પર એકસાથે અનેક જાતના જિંજરબ્રેડ હાઉસ સાથે તૈયાર કરવામાં આવે છે. આ એક આકર્ષક લાઇટની મદદથી તૈયાર કરવામાં આવે છે અને તેમાં બ્રેડ, કેક અને મીઠાઈ રાખવામાં આવે છે.
આ પછી, અમે અમારી તપાસનો વ્યાપ વધાર્યો અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના Instagram એકાઉન્ટને તપાસ્યું. આ સમય દરમિયાન અમને તેના એકાઉન્ટમાંથી 11 ડિસેમ્બર-2024ના રોજ અપલોડ કરવામાં આવેલ એક વીડિયો મળ્યો. આમાં વાયરલ વીડિયોના દ્રશ્યો પણ હાજર હતા.
આ વીડિયોના કેપ્શનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, Sky Elements Drone Show અને UVify નામની બે સંસ્થાઓએ લગભગ 4981 ડ્રૉનની મદદથી આકાશમાં જિંજરબ્રેડ વિલેજની આર્ટવર્ક બતાવી હતી. આ પોસ્ટમાં સ્કાય એલિમેન્ટ્સ ડ્રૉન્સના ઇન્સ્ટાગ્રામ હેન્ડલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન, અમે સ્કાય એલિમેન્ટ્સ ડ્રૉન્સનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પણ તપાસ્યું. આ પ્રક્રિયામાં, અમને 6 ડિસેમ્બર 2024ના રોજ તેના એકાઉન્ટમાંથી અપલોડ કરાયેલો વાયરલ વીડિયો મળ્યો. આ વીડિયોનું અંગ્રેજી કેપ્શન હતું, “5,000 DRONE SANTA”.
અમને સ્કાય એલિમેન્ટ્સ ડ્રોન્સની વેબસાઈટ પર આનાથી સંબંધિત એક રિપોર્ટ પણ મળ્યો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સ્કાય એલિમેન્ટ્સ ડ્રૉન્સ અને યુવીએફઆઈએ મળીને ટેક્સાસ રાજ્યના મેન્સફિલ્ડમાં લગભગ 5000 ડ્રનની મદદથી જીંજરબ્રેડ વિલેજની આર્ટવર્ક બનાવી છે. આ પરાક્રમ કરીને તેણે પોતાનો 11મો ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો.
અમારી તપાસમાં મળેલા પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ વીડિયો પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભનો નથી, પરંતુ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આયોજિત ડ્રૉન શોનો છે.
Sources
Video uploaded by Guinness World Records YT account on 10th Dec 2024
Video uploaded by Guinness World Records IG account on 11th Dec 2024
Video uploaded by sky elements drones IG account on 6th Dec 2024
Article Published by sky elements drones Website
(અહેવાલ ન્યૂઝચેકર અંગ્રેજી દ્રારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
February 8, 2025
Dipalkumar
February 7, 2025
Dipalkumar
February 6, 2025