Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
મહાકુંભમાં પ્રયાગરાજમાં આકાશમાં ગ્રહોની પરેડની દુર્લભ ખગોળીય ઘટનાની વાઇરલ તસવીર
દાવો ખોટો છે. વર્ષ 2022માં ઑસ્ટ્રેલિયામાં ઘટેલી ઘટનાની તસવીર છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે યાત્રા કરી રહ્યાં છે. વધુમાં મહાકુંભ મામલે ઘણી ખોટી માહિતીઓ ખોટા દાવાઓ સાથે વાઇરલ થઈ રહી છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક જ લાઈનમાં દેખાઈ રહેલા ગ્રહોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહાકુંભ દરમિયાન બનેલી ઘટનાનો આ દુર્લભ ફોટો છે.
સોશિયલ મીડિયામાં એક તસવીર વાઇરલ થઈ છે. તેની સાથે દાવાના કૅપ્શનમાં લખ્યું છે, “પ્રયાગરાજમાં વહેલી સવાર. જોવાલાયક ભવ્ય દૃશ્ય! શનિ, મંગળ, શુક્ર, ગુરુ અને સૂર્યોદય પહેલા અર્ધચંદ્રાકાર. મહાકુંભ મેળો આ દુર્લભ ગ્રહોની પરેડ સાથે જોડાયેલો છે. 144 વર્ષમાં પહેલી વાર 29 જાન્યુઆરીએ વહેલી સવારે પુષ્ય નક્ષત્ર સાથે ગુરુ, શનિ, સૂર્ય અને ચંદ્ર એક જ રેખામાં પરેડ કરતા જોવા મળ્યા. ભારતીય ખગોળશાસ્ત્રનું કેટલું તેજસ્વી સ્વરૂપ.. આની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહાકુંભ દરમિયાન બનેલી ઘટનાનો આ દુર્લભ ફોટો છે.”
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
દાવાની તપાસ માટે અમે તસવીરને ગૂગલ રિવર્ઝ ઇમેજ સર્ચની મદદથી સ્કૅન કરી. સર્ચ કરતાં અમને એક ફેસબુક યુઝર દ્વારા 24 જાન્યુઆરીના રોજ આવી જ તસવીર પોસ્ટ કરવામાં આવી હતી તે જોવા મળ્યું.
વધુ તપાસ કરતા અમને 1 મે-2022ના રોજ કોસ્મિક ઈન્ટેલિજન્સ એજન્સીના ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવેલ તસવીર ફોટો મળી. જેના પરથી એક વાત સ્પષ્ટ થઈ કે, વાઇરલ તસવીર ખરેખર 3 વર્ષ જૂની છે અને તેને મહાકુંભ 2025 સાથે કોઈ જ લેવાદેવા નથી. આ તસવીરના કૅપ્શનમાં લખ્યું છે કે, “28 એપ્રિલ-2022ના રોજ સૂર્યોદય પહેલા શનિ, મંગળ, શુક્ર, ગુરુ અને અસ્ત થતો અર્ધચંદ્રાકાર.”
અને આ ઘટનાનો નજારો ઓસ્ટ્રેલિયાનો હોવાનું તેમાં જણાવાયું છે. આ ફોટોની ક્રેડિટ શ્રેય રેન થીલેન નામના વ્યક્તિને આપવામાં આવી છે.
ગુગલ પર તે સર્ચ કરતા અમને રેન થિલેનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ મળ્યું હતું. અહીં તેમણે આ તસવીર 28 એપ્રિલ-2022ના રોજ પોસ્ટ કરી હતી. આ ફોટો પોસ્ટ કરતાં થિલેને લખ્યું હતું કે, “ડ્રેકસબ્રુક વિયર ખાતે ગ્રહ અને ચંદ્ર.”
Drakesbrook Weir ઑસ્ટ્રેલિયામાં વૈરુના ડેમની નજીક સ્થિત એક સ્થળ છે. આ સ્થળ સ્વિમિંગ, કેનોઇંગ, બુશવૉકિંગ અને ફિશિંગ માટે પ્રખ્યાત છે.
ઉપરોક્ત તમામ બાબતો સૂચવે છે કે તસવીર 3 વર્ષ જૂની ઘટનાની છે અને ઑસ્ટ્રેલિયામાં ઘટેલી ઘટના છે. તેથી મહાકુંભ સાથે તેને લેવાદેવા નથી.
Read Also : Fact Check – વાઇરલ વીડિયોમાં ડાન્સ કરતાં આ મહિલા દિલ્હીના સીએમ રેખા ગુપ્તા નથી
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, વાઇરલ દાવો ખોટો છે. વાઇરલ તસવીર પ્રયાગરાજમાં મહાકુંભ વેળા સર્જાયેલી દુર્લભ ખગોળીય ઘટનાની નથી.
Sources
FB post by Sherri Seligson, dated 24th Jan, 2025
FB post by Cosmic Intelligence-Agency’s, dated 1st May, 2022
Instagram post by @ren.theelen, dated 28th Apr, 2022
Dipalkumar Shah
March 4, 2025
Dipalkumar Shah
February 8, 2025
Dipalkumar Shah
February 7, 2025