Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim – યુવક દ્વારા વંદે ભારત ટ્રેનનો કાચ તોડ્યાનો વીડિયો
Fact – આ દાવો ખોટો છે. ગુજરાતના અમદાવાદમાં કાંકરિયામાં ટ્રેનના એક ડેપોમાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે લેવાયેલ એક વીડિયો ખોટા સંદર્ભથી વાઇરલ થઈ રહ્યો છે.
વંદે ભારતની વિન્ડોના કાચ તોડવામાં આવી રહી હોવાના દાવા સાથે વીડિયો વાઇરલ જોવા મળ્યા છે.
ગુજરાતી, મરાઠી સહિત અન્ય ભાષાઓમાં પણ વીડિયો ઉપરોક્ત દાવા સાથે વાઇરલ થયો હતો. સાથે સાથે સ્થાનિક મીડિયા દ્વારા પણ વીડિયો શેર કરવામાં આવ્યો હતો.
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં, અહીં, અહીં, અને અહીં જુઓ.
ન્યૂઝચેકરને WhatsApp ટિપલાઇન (+91 9999499044) પર ઘણા વપરાશકર્તાઓ તરફથી દાવો ચકાસવા વિનંતી કરાઈ હતી.
જોકે, ન્યૂઝચેકરને આ વીડિયો ખોટા સંદર્ભ સાથે શેર કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વાઇરલ વીડિયોની તપાસ કરવા માટે અમે પહેલા ‘વંદે ભારત કોચ ગ્લાસ વેન્ડલિઝમ’ કીવર્ડ્સ દ્વારા ગૂગલ સર્ચની મદદથી અહેવાલ શોધવા કોશિશ કરી. પરંતુ અમને આ અંગે કોઈ સત્તાવાર અહેવાલ કે રેલવે વિભાગ તરફથી કોઈ નિવેદન મળ્યું નથી.
જોકે, દાવાઓની તપાસ કરતી વખતે, અમને X એકાઉન્ટ @trainwalebhaiya દ્વારા 10 સપ્ટેમ્બર, 2024ના રોજનું એક ટ્વીટ મળ્યું.
તેનું કૅપ્શન છે, “ના, તે ટ્રેનને નુકસાન નથી કરી રહ્યો, તે કાચ તોડી રહ્યો છે જે પહેલાથી જ ક્ષતિગ્રસ્ત છે અને તેને રિપેર ડેપોમાં નવા કાચને બદલવા માટે તોડવામાં આવી રહ્યો છે, કાચને પહેલા તોડવો પડશે કારણ કે તે ટ્રેનની બૉડી સાથે એકદમ ચોંટેલો હોય છે.”
દરમિયાન, ઇન્ડિયા ટુડે દ્વારા 13 સપ્ટેમ્બર-2024ના રોજ પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ, “વંદે ભારતનો વિડિયો ગુજરાતના કાંકરિયા ખાતેના ડેપોમાં સમારકામ દરમિયાન લેવામાં આવેલો છે. વિડિયો કોમી એંગલથી વાઇરલ કરવામાં આવ્યો છે.”
અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, “(વીડિયો વાઇરલ કરનાર) એકાઉન્ટ બિહારના આરાના રહેવાસી મનીષ કુમારનું છે. મનીષ કુમાર હાલમાં અમદાવાદમાં છે અને રેલવેમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરે છે.”
ઘટના ગુજરાતના અમદાવાદની હોવાનું જણાતા અમે અમદાવાદ રેલ્વે ડિવિઝન વિભાગનો સંપર્ક કર્યો. અમે રેલ્વેના ગુજરાત વિભાગીય જનસંપર્ક વિભાગનો સંપર્ક વિભાગ સાથે વાતચીત કરી.
જેમાં પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્મા સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે માહિતી આપી કે. “વંદે ભારતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ છે જેમાં એક વ્યક્તિ હથોડી વડે વંદે ભારતની બારીના કાચ તોડી રહ્યો છે. ઉપરોક્ત વિડિયો અમદાવાદ-મુંબઈ ઈન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો કાંકરિયા ખાતે વંદે ભારતના સમારકામ દરમિયાન બનાવવામાં આવેલો જૂનો વીડિયો છે.”
“વંદે ભારતની બારીનો કાચ યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સખત કાચનો બનાવવામાં આવ્યો છે, જેથી મુસાફરોને કોઈ નુકસાન ન થાય, જો મેન્ટેનન્સ દરમિયાન બારીના કાચમાં તિરાડ પડી જાય તો તેને તોડીને રિપેર કરવામાં આવે છે. એક તીક્ષ્ણ હથોડી વડે તે કરવામાં આવે છે. આ વિડિયો અન્ય કોન્ટ્રાક્ટ વર્કરે બનાવ્યો હતો, જ્યારે કોન્ટ્રાક્ટ વર્કર કામ કરી રહ્યો હતો એ સમયે વીડિયો બનાવ્યો હતો, રેલવે પ્રિમાઈસીસમાં વીડિયોગ્રાફી કરવાની મનાઈ છે, મેઈન્ટેનન્સની વીડિયોગ્રાફી કરીને સોશિયલ મીડિયા પર અપલૉડ કરનાર કૉન્ટ્રાક્ટ મજૂર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કૉન્ટ્રાક્ટમાં નિયમોનું પાલન ન કરવા બદલ કૉન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.”
આના પરથી સ્પષ્ટ થયું કે સંબંધિત વિડિયો વંદે ઈન્ડિયાની બારીના કાચ રિપેર કરતી વખતે લેવામાં આવ્યો હતો અને બાદમાં તેને ખોટા સંદર્ભથી સાંપ્રદાયિક ઍંગલથી વાયરલ કરાયો હતો.
આમ અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં રેલવેના રિપેર ડેપોમાં વંદે ભારત બારીના કાચનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, તેનો વીડિયો ખોટા દાવાઓ સાથે વાઇરલ કરવામાં આવ્યો છે.
Our Sources
Tweet made by@trainwalebhaiya on September 10, 2024
Report by India Today on September 13, 2024
Conversation with Pradeep Sharma, Senior Public Relations Officer, Western Railways Ahmedabad.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044