Authors
આ સપ્તાહ દરમિયાન વંદે ભારત ટ્રેનથી લઈને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને ગણપતિ ઉત્સવ ઉપરાંત રોંહિગ્યા મુસ્લિમ મામલે ફેક ન્યૂઝ રિપોર્ટ થયા. વંદે ભારત ટ્રેનના કાચ તોડતા યુવકનો વીડિયો ખોટા દાવા સાથે વાઇરલ કરાયો. જ્યારે રાહુલ ગાંધી હિંદુગ્રંથોમાં માનતા નહીં હોવાનો તેમનો ખોટા સંદર્ભવાળો વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. અમારી તપાસમાં બંને વીડિયો ખોટા પુરવાર થયા. ઉપરાંત રોહિંગ્યા મુસ્લિમોએ ભારતમાં મુસ્લિમોની મસ્જિદ કબ્જે કરી લીધાનો ખોટો મૅસેજ પણ વાઇરલ કરાયો અને ગણપતિને સુરતમાં મોદીના સેવક તરીકે દર્શાવતી મૂર્તિ બનાવાઈ હોવાના સમાચારનું કટિંગ પણ વાઇરલ થયું. તે બંને પણ ન્યૂઝચેકરની તપાસમાં ખોટા દાવા સાબિત થયા. આ સપ્તાહની ટોપ ફૅકેટચેક નીચે મુજબ છે.
વંદે ભારત ટ્રેનનો કાચ રિપેરિંગનો વીડિયો તોડફોડના દાવા સાથે વાઇરલ
વંદે ભારતની વિન્ડોના કાચ તોડવામાં આવી રહી હોવાના દાવા સાથે વીડિયો વાઇરલ જોવા મળ્યા છે. ગુજરાતી, મરાઠી સહિત અન્ય ભાષાઓમાં પણ વીડિયો ઉપરોક્ત દાવા સાથે વાઇરલ થયો હતો.
સાથે સાથે સ્થાનિક મીડિયા દ્વારા પણ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં રેલવેના રિપેર ડેપોમાં વંદે ભારત બારીના કાચનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, તેનો વીડિયો ખોટા દાવાઓ સાથે વાઇરલ કરવામાં આવ્યો છે. વધુ અહેવાલ અહીં વાંચો.
શું રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ હિન્દુઓનાં કોઈપણ ધર્મગ્રંથમાં માનતા નથી? શું છે સત્ય
રાહુલ ગાંધીના ઈન્ટરવ્યુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે . વીડિયો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે હિંદુઓના ધાર્મિક ગ્રંથોમાં વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો છે. જોકે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે, વાયરલ દાવો ખોટો છે.
આ વીડિયો 8 સપ્ટેમ્બર 2023ના રોજ સાયન્સ પો યુનિવર્સિટી-પૅરિસમાં આયોજિત એક કાર્યક્રમનો છે. વધુ અહેવાલ અહીં વાંચો.
રોહિંગ્યા મુસ્લિમોએ ભારતમાં મસ્જિદ કબજે કરી? ના, વીડિયો આસામમાં મસ્જિદ સમિતિ જૂથોની અથડામણનો છે
સોશિયલ મીડિયા યુઝર્સ એક વીડિયો વાઇરલ કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, રોહિંગ્યા મુસ્લિમોએ ભારતીય મુસ્લિમોની એક મસ્જિદ પર કબજો મેળવ્યા પછી હિંસક અથડામણ થઈ કારણ કે તેઓ “કન્વર્ટેડ મુસ્લિમ” હતા. જોકે, આસામમાં એક મસ્જિદના બે જૂથો વચ્ચેની આંતરિક અથડામણનો જૂનો વીડિયો નીકળ્યો. વધુ અહેવાલ અહીં વાંચો.
‘સુરતમાં ગણપતિને મોદીના સેવક’ દર્શાવતી તસવીર ખોટા દાવા સાથે વાઇરલ
સુરતમાં ભગવાન ગણેશને મોદીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા હોવાનો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં એક અખબારના અહેવાલનું ક્લિપિંગ અને જેમાં ગણપતિની મૂર્તિ અને પીએમ મોદીની મૂર્તિ પણ દૃશ્યમાન છે. અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે, સુરતમાં ગણપતિને મોદીના સેવક તરીકે દર્શાવતા એક ગુજરાતી સમાચાર અહેવાલનો સ્ક્રીનશોટ ગેરમાર્ગે દોરનારો છે અને તે 2022માં પણ ખોટા દાવા સાથે વાઇરલ થયો હતો. વધુ અહેવાલ અહીં વાંચો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 999949904