Fact Check
Fact Check – આતંકી હુમલામાં માર્યા ગયેલા વ્યક્તિના શબ પર બેઠેલા બાળકનો વાઇરલ વીડિયો પહલગામ હુમલાનો નથી
Claim
પહલગામ આતંકવાદી હુમલામાં બાળકે પોતાના પિતા ગુમાવ્યા. બાળકનું રુદન તમારા રૂંવાડા ઊભા કરી દેશે એવો દાવો કરતો વીડિયો.
Fact
દાવો ખોટો છે. વાઇરલ વીડિયો ખરેખર વર્ષ 2020માં સોપોરમાં થયેલા હુમલાની ઘટનાનો છે. તેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બૈસરન ઘાસના મેદાનોમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ની શાખા, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સાથે સંકળાયેલા આતંકવાદીઓના એક જૂથે ગોળીબાર કર્યા બાદ એકંદરે 26 લોકો માર્યાં ગયા હતા.
હુમલાના સમાચાર ફેલાતાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક દુઃખદ દ્રશ્ય વાયરલ થઈ રહ્યું છે, જેમાં એક બાળક તેના સંબંધીના મૃતદેહ પર બેઠેલું દેખાય છે, જે આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હોવાનું કહેવાય છે. અન્ય વિડિઓઝમાં તે જ બાળક ચાલતી કારમાં રડતું જોવા મળ્યું હતું કારણ કે તેને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યું હતું. ઘણા યુઝર્સ જેમાં વેરિફાઇડ હૅન્ડલ પણ સામેલ છે, તેમણે આ વિડિયો શેર કરી, તેને પહેલગામ આતંકવાદી હુમલા સાથે જોડી દીધો છે. જોકે, ન્યૂઝચેકરને આ વિડિઓ જૂનો અને તાજેતરના હુમલા સાથે સંબંધિત ન હોવાનું જાણવા મળ્યું છે.

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.
Fact Check/Verification
દાવાની તપાસ માટે અમે વીડિયોના કીફ્રેમ્સને ગૂગલ રિવર્સ સર્ચની મદદથી તપાસ્યા અને ગૂગલ સર્ચની પણ મદદ લીધી. જેમાં અમે “બાળક”, “રડવું”, અને “હુમલો” કીવર્ડ્સ શોધ્યા. જેનાથી અમને 1 જુલાઈ, 2020 ના રોજ ઇન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત એક વિડિઓ રિપોર્ટ મળ્યો. જેમાં વાયરલ ક્લિપમાં દેખાતા સમાન કપડાંમાં બાળકની તસવીરો હતી.

અહેવાલ જણાવે છે કે, “સુરક્ષા દળોએ બુધવારે જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરાયેલા તેના દાદાની બાજુમાં બેઠેલા ત્રણ વર્ષના છોકરાને બચાવ્યો, જે ખરેખર હૃદયદ્રાવક છે.”
1 જુલાઈ, 2020ના રોજ સમાચાર એજન્સી ANI દ્વારા વાહનની અંદર એક બાળક રડતું દર્શાવતી વાયરલ ક્લિપનું અન્ય બાજુથી બીજુ વર્ઝન પણ શેર કરવામાં આવ્યું હતું. તે પુષ્ટિ આપે છે કે, સોપોરમાં આતંકવાદી હુમલા દરમિયાન બાળકને બચાવી લેવામાં આવ્યો હતો.

1 જુલાઈ, 2020ના રોજ સોપોરમાં થયેલા આતંકવાદી હુમલાની વિગતો આપતા, ધ હિન્દુના અહેવાલમાં જણાવાયું છે કે, “ઉત્તર કાશ્મીરના સોપોરમાં એક મસ્જિદમાંથી આતંકવાદીઓએ હુમલો શરૂ કર્યો ત્યારે એક સીઆરપીએફ સૈનિક અને એક નાગરિકનું મોત થયું હતું અને ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. સીઆરપીએફના પ્રવક્તાએ ધ હિન્દુને જણાવ્યું હતું કે, મસ્જિદના ઓટલા પર છુપાયેલા આતંકવાદીઓએ સવારે 7:30 વાગ્યાની આસપાસ સીઆરપીએફની 179 બટાલિયનના કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો.”
અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે, શ્રીનગરના HMT વિસ્તારના બશીર અહેમદ ખાન તરીકે ઓળખાતા એક નાગરિકનો મૃતદેહ સ્થળ નજીક મળી આવ્યો હતો. ખાન તેના ત્રણ વર્ષના પૌત્ર સાથે વાહનમાં હતા ત્યારે તેમને ગોળીઓ વાગી હતી.

ખાનના પરિવારે તેમના મૃત્યુ માટે સુરક્ષા દળો પર આરોપ લગાવ્યો હતો. તેમની પુત્રીએ આરોપ લગાવ્યો હતો કે, “મારા પિતાને વાહનમાંથી નીચે ઉતારીને સુરક્ષા દળોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.”
જોકે, તત્કાલીન કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, “આ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. દીકરા અને દીકરીએ આતંકવાદીઓની ધમકી હેઠળ આ આરોપો લગાવ્યા છે. જો કોઈ પ્રત્યક્ષદર્શી હોય, તો તેમને આગળ આવવા દો.”
આ , આ અને આ જેવા અનેક માધ્યમોએ આ જ બાબત પર અહેવાલો પ્રકાશિત કર્યાં છે.
તેથી, ઉપરોક્ત સંદર્ભો અને પુરાવા સૂચવે છે કે, આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સંબંધીના મૃતદેહ પર એક બાળકને બેઠેલું બતાવવાનો દાવો કરતી વાયરલ પોસ્ટ 2020ની સોપોરની એક અલગ ઘટનાની છે. તાજેતરમાં થયેલા પહલગામ આતંકી હુમલા સાથે તેને કોઈ લેવાદેવા નથી.
Read Also : Fact Check – પહલગામ આતંકી હુમલામાં 15 મુસ્લિમ માર્યાં ગયાં? ના, વાઇરલ યાદી ખોટી છે
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, પહલગામ હુમલામાં બાળકે પિતાને ગુમાવ્યા છે અને તેની તસવીર હોવાનો દાવો કરતી જે વાઇરલ ઇમેજ છે, તે પહલગામ હુમલાની નથી. તે જૂની એક અન્ય ઘટનાની તસવીર છે. આથી દાવો ખોટો પુરવાર થાય છે.
Sources
YouTube Video By India Today, Dated July 1, 2020
YouTube Video By ANI, Dated July 1, 2020
Report By The Hindu, Dated July 1, 2020
(અહેવાલ ન્યૂઝચેકર અંગ્રેજીના વસૂધા બેરી દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.)