Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં લૉન્ચ કરેલા ઓપરેશન સિંદૂરનો વીડિયો.
દાવો ખોટો છે. વર્ષ 2023માં ઇઝરાયલે કરેલા ગાઝા હુમલાનો છે. તે ઓપરેશન સિંદૂરના વિઝ્યૂઅલ નથી.
7 મે 2025ના રોજ મધરાતના તુરંત બાદ વહેલી સવારે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ લૉન્ચ કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં એકંદરે નવ ‘આતંકવાદી છાવણીઓ’ને નષ્ટ કરી દીધી હતી. એલઓસી પર બંને દેશો વચ્ચે ભારે ગોળીબાર પણ નોંધાયો છે. વળી, ભારત સરકારની પત્રકાર પરિષદમાં જાણકારી આપવામાં આવી છે કે, પાકિસ્તાનમાં માત્ર આતંકી કેમ્પોને એકદમ ચોક્કસાઈથી નષ્ટ કરવામાં આવ્યા છે. કોઈ પણ નાગરિકી કે લશ્કરી ઇમરાતો કે નાગરિકોને નિશાન બનાવાયા નથી.
દરમિયાન સોશિયલ મીડિયામાં ઓપરેશન સિંદૂરના વિઝ્યૂઅલ હોવાનો દાવ કરતા સંખ્યાબંધ વીડિયો અને તસવીરો શેર કરવામાં આવી રહ્યાં છે.
જેમાં રાત્રિના આકાશમાં વિસ્ફોટોની શ્રેણી દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘણા વેરિફાઇડ હેન્ડલ અને મીડિયા સંસ્થાનો અને પાકિસ્તાની પત્રકાર પણ તેને શેર કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહી, અહીં, અહીં અને અહીં જુઓ.
વીડિયોમાં અંધારામાં બે ધડાકા થતાં જોવા મળે છે. એક પછી એક ધડાકા થતા આગના ગોળા હવામાં જોવા મળે છે. વિસ્તારમાં અંધારપટ છે. વીડિયો વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઓપરેશન સિંદૂરનો તે વીડિયો છે.
વળી ભારતના જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પણ આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. અને કૅપ્શનમાં લખ્યું હતું કે, “ભારત માતા કી જય. #OperationSindoor”. (પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ)
પણ આ દાવો ખોટો છે કારણ કે, વાઇરલ વીડિયો ખરેખર ઓક્ટોબર-2023નો છે અને તે ઇઝરાયલનો ગાઝા પરના બોમ્બમારાનો વીડિયો છે.
દાવાની તપાસ માટે અમે વાયરલ વિડીયો પર રિવર્સ ઈમેજ સર્ચ ચલાવી, જેના કારણે અમને સમાચાર સંસ્થા સ્પુટનિક આર્મેનિયા દ્વારા પ્રકાશિત રિપોર્ટ મળ્યો. 13 ઓક્ટોબર-2023ના રોજ આ મીડિયા દ્વારા સમાન વિડીયો શેર કરવામાં આવ્યો હતો.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, વિડીયોમાં ઇઝરાયલ “રાતોરાત ગાઝાના 750 લક્ષ્યો” પર હુમલો કરતો દર્શાવવામાં આવ્યો છે.
વળી, ગૂગલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડેટ ફિલ્ટરનો ઉપયોગ કરીને વધુ કીવર્ડ સર્ચ કરવાથી અમને હુમલા વિશે વધુ સમાચાર મળ્યા.
તુર્કી સમાચાર સંગઠન TRT હેબરે પણ ઓક્ટોબર-2023માં સમાન દ્રશ્યો સાથેનો એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
વધુ તપાસ કરતા અમને તે કાબુલ ન્યૂઝ ટીવી દ્વારા કરવામાં આવેલી એક X પોસ્ટ પર પણ લઈ ગઈ. જેને 23 ઓક્ટોબર-2023ના રોજ ઇઝરાયલ દ્વારા ગાઝા પર બોમ્બમારાનો વીડિયો તરીકે પણ શેર કરવામાં આવ્યો હતો.
વળી, હિંદુસ્તાન ટાઇમ્સ દ્વારા પ્રકાશિત અહેવાલમાં પણ કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની પત્રકાર સહિતનાએ વાઇરલ વીડિયોને ઓપરેશન સિંદૂરના વિઝ્યૂઅલ હોવાના દાવા સાથે શેર કરેલ છે. પરંતુ વીડિયો ખરેખર જૂનો છે અને ગાઝાનો છે.
Read Also : Fact Check – કટરા-વૈષ્ણોદેવી રોપવે વિરોધનો વીડિયો પહલગામ આતંકી હુમલા સાથે જોડીને વાઇરલ
આમ અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, ગાઝાનો એક જૂનો વિડીયો ખોટા દાવા સાથે વાયરલ થયો છે કે, તેમાં ભારતીય સેના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન પર હુમલો કરતી દેખાય છે. પરંતુ તે ઓપરેશન સિંદૂરનો વીડિયો નથી.
Sources
News Report by Sputnik News, dated 13 oct, 2023
News Report by TRT Haber, dated 23 Oct, 2023
News Report by Hindustan Times, dated, 7 May, 2025
X Post by Kabul News, dated 23 Oct, 2023
Dipalkumar Shah
June 10, 2025
Dipalkumar Shah
June 10, 2025
Dipalkumar Shah
May 24, 2025