Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
પ્રયાગરાજ પોલીસે નગીના સાંસદ અને ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદના સમર્થકોને તોડફોડના આરોપમાં ધરપકડ કર્યા બાદ તેમના માથા મુંડાવીને પરેડ કરાવ્યાનો વીડિયો.
દાવો ખોટો છે. રાજ્સથાનની ઘટનાનો વીડિયો ખોટા દાવા સાથે શેર કરેલ છે.
પ્રયાગરાજ પોલીસ નગીના સાંસદ અને ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદના સમર્થકોને તોડફોડના આરોપમાં ધરપકડ કર્યા બાદ તેમના માથા મુંડાવીને પરેડ કરતી હોવાના દાવા સાથે એક વીડિયો વાઇરલ થયો છે.
પોસ્ટનું આર્કાઇવ્ડ વર્ઝન અહીં જોઈ શકાય છે, જેને અત્યાર સુધીમાં 407.9K વ્યૂઝ મળી ચૂક્યા છે.
29 જૂને પ્રયાગરાજના કરછનામાં એક ટોળાએ પોલીસ વાહનોમાં તોડફોડ કરી હતી, કારણ કે, તેમને ખબર પડી હતી કે ચંદ્રશેખર આઝાદને 13 એપ્રિલે હત્યા કરાયેલા વ્યક્તિના પરિવારને મળવાની મંજૂરી ન હોવાથી તેમની અટકાયત કરવામાં આવી છે.
દાવાની તપાસ કરવા ન્યૂઝચેકરે વાઇરલ વિડીયોના કીફ્રેમ્સની રિવર્સ ઈમેજ સર્ચ કરી, જેનાથી અમને 2 જૂન, 2025ના રોજ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા એક અન્ય વિડીયો વિશે જાણવા મળ્યું.
તેમાં લખ્યું હતું કે, “બારાન જિલ્લામાં પેટ્રોલ પંપ લૂંટવાની યોજના બનાવતા 12 ગુનેગારોની ધરપકડ કરવામાં આવી. બારાન પોલીસે સરઘસ કાઢ્યું.”
વીડિયોમાં સાઇનબોર્ડ પર આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, જેમાં લખ્યું છે, “પોલીસ ચોકી ભીમગંજ વોર્ડ પ્રતાપ ચોકી બારન.”
આ માહિતી મળતાં અમે સંબંધિત કીવર્ડ સર્ચ કર્યાં, જેના કારણે અમને 3 જૂન, 2025ના રોજ NDTV રાજસ્થાનનો આ અહેવાલ મળ્યો.
અહેવાલ મુજબ, રાજસ્થાનના બારનમાં પોલીસે 12 બદમાશોની ધરપકડ કરી હતી, જેઓ બે પેટ્રોલ પંપ લૂંટવાની યોજના બનાવી રહ્યા હતા. ત્યારબાદ આરોપીઓના માથા પહેલા મુંડન કરવામાં આવ્યા હતા અને પછી તેમને આખા શહેરમાં પરેડ કરવામાં આવ્યા હતા, જ્યારે તેમને હાથ જોડીને રહેવાસીઓની માફી માંગવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
દૈનિક ભાસ્કરના 2 જૂન, 2025ના રોજ પ્રકાશિત થયેલા ઈ-પેપરમાં અમને આ વિગતવાર અહેવાલ પણ મળ્યો. અહેવાલ મુજબ, એવું કહેવામાં આવ્યું હતું કે, બારનમાં કિશનગંજ અને અંતા પોલીસે પેટ્રોલ પંપ લૂંટવાની યોજના બનાવી રહેલા 12 લોકોને પકડ્યા હતા. કિશનગંજ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી – ઇતિહાસ અલી, આશિક અલી, મોહમ્મદ ખાલિદ, શાહરુખ અને રાજુ નાયક, જ્યારે અંતા પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી હતી – દીપક, લેખરાજ, રોહિત, સોનુ, શૈલેન્દ્ર, લલિત અને બબલુ. તે બધા પાસેથી હથિયારો પણ મળી આવ્યા હોવાના અહેવાલ છે. બારન પોલીસે 1 જૂન, 2025ના રોજ પેટ્રોલ પંપ પર લૂંટના પ્રયાસો સંબંધિત પાંચ અને સાત ધરપકડો વિશે X પર પોસ્ટ કરી હતી.
વધુમાં, પ્રયાગરાજ પોલીસ કમિશનરેટે 3 જુલાઈ, 2025ના રોજ ખોટા દાવાને શેર કરતી વાઇરલ પોસ્ટનો જવાબ આપ્યો અને સ્પષ્ટતા પણ કરી હતી કે દ્રશ્યો પ્રયાગરાજના નહીં પરંતુ રાજસ્થાનના બારાનના છે.
આમ, અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, રાજસ્થાનની ઘટનાનો વીડિયો પ્રયાગરાજની ઘટનાના ખોટા દાવા સાથે શેર કરાયો છે.
Sources
Instagram post, June 2, 2025
NDTV report, June 3, 2025
X post, Prayagraj Police, July 3, 2025
Dipalkumar Shah
July 18, 2025
Dipalkumar Shah
July 14, 2025
Dipalkumar Shah
March 4, 2025