આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં બિહાર બસ અકસ્માતમાં BSF જવાનોનું મૃત્યુ,ડેનમાર્કમાં મુસ્લિમોનો વોટ આપવાનો અધિકાર ખતમ,ગુજરાતના એક પુજારીને ક્રિકેટ બેટ વડે માર મારવામાં આવ્યો,બાયડેનના શપથ સમારોહમાં ડો.મનમોહનસિંહ મુખ્ય મહેમાન અને કુરાનમાં લોકોને મારી નાખવા માટે છૂટ આપવામાં આવેલ હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ Top 5 ફેકટચેક

બિહાર બસ અકસ્માતમાં BSF જવાનોનું મૃત્યુ થયું હોવાના ભ્રામક દાવાનું સત્ય
બિહારમાં BSF જવાનોની બસ સાથે થયેલ અકસ્માતમાં 9 જવાનો શહીદ થયા હોવાના દાવો તદ્દન ભ્રામક છે. ન્યુઝ સંસ્થાનો અને બસ કંપની સાથે થયેલ વાતચીત પરથી સાબિત થાય છે, આ ઘટના બિહારના મુઝફ્ફરપૂર વિસ્તારની છે. તેમજ બસ અકસ્માતમાં કોઈપણ BSFનું મૃત્યુ થયેલ નથી, માત્ર 10 જવાનો ઘાયલ થયા હતા અને જેમની હાલત હાલ સ્થિર છે.

ડેનમાર્કમાં મુસ્લિમોનો વોટ આપવાનો અધિકાર ખતમ કરવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો વાયરલ
ડેનમાર્કમાં મુસ્લિમોના વોટ આપવાના અધિકારને ખતમ કરવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ પોસ્ટ મળતા તમામ પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. ડેનમાર્કને ચૂંટણીને લગતી આધિકારિક વેબસાઈટ પર મતદાનના અધિકાર મુદ્દે માહિતી આપેલ છે. ડેનમાર્ક દ્વારા આ પ્રકારના નિયમ પર કોઈપણ ઓફિશ્યલ જાહેરાત કરવામાં આવેલ નથી.

ગુજરાતના એક પુજારીને ક્રિકેટ બેટ વડે માર મારવામાં આવ્યો હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
ગુજરાતના એક મંદિરના પૂજારી દ્વારા યુવતી સાથે છેડછાડ સંદર્ભે ક્રિકેટ બેટ વડે માર મારવામાં આવ્યો હોવાનો વાયરલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ ગુજરાત નહીં પરંતુ હરિયાણાના ઢાબીકલા ગામનો છે, તેમજ આ ઘટના પર હરિયાણા પોલીસ દ્વારા 4 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે.

જો બાયડેનના શપથ સમારોહમાં ડો.મનમોહનસિંહ મુખ્ય મહેમાન હોવાનો ભ્રામક દાવો વાયરલ
જો બાયડેનની જીત પર અને તેના રાષ્ટ્રપતિ શપથ સમારોહમાં ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ અને રાહુલ ગાંધી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાનો દાવો કરતી પોસ્ટ તદ્દન ભ્રામક છે. 20 જાન્યુઆરી 2021ના રોજ થનાર શપથ સમારોહમાં કોણ મુખ્ય મહેમાન રહેશે તેના વિશે કોઈપણ ઓફિશ્યલ માહિતી જાહેર કરવામાં આવેલ નથી.

2015ના બેલ્જીયમના વિડિઓને ફ્રાન્સ સંસદનો હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ દાવાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભ્રામક દાવા સાથે પાંચ વર્ષ જુનો બેલ્જીયમની સંસદનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડિઓનો ફ્રાન્સ સાથે કોઈ લેવાદેવા નથી. તપાસમાં અમને જાણવા મળ્યું કે ફ્રેન્ચ સંસદમાં ઇસ્લામ વિરોધી ભાષણ નથી આપવામાં આવ્યું.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044)