Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
આ સપ્તાહના ટોપ ફેક્ટ ચેક અહેવાલોની વાત કરીએ તો, કોલકાતાના આરજી. કર મેડિકલ કૉલેજમાં મહિલા જૂનિયર ડૉક્ટરનો બળાત્કાર અન હત્યાના સમાચાર આવ્યા અને દેશભરમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો. જોકે, આ ઘટના દરમિયાન તેને ખોટી રીતે સાંકળતા ફેક ન્યૂઝ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા. જેમાં બળાત્કારીને સજાથી લઈને સેલિબ્રિટીઝના ખોટા વીડિયો ફેક્ટ ચેકમાં સામેલ થયા.
આઈએસઆઈએસ દ્વારા ઈરાકી શકમંદ જાસૂસોની હત્યાનો 8 વર્ષ પહેલાનો જૂનો વીડિયો સાઉદીમાં કિશોરીના બળાત્કારી 7 પાકિસ્તાની નાગરિકોને સજા અપાઈ હોવાની ઘટના તરીકે વાઇરલ કરાયો. ઉપરાંત કર્ણાટકામાં બે મિત્રો વચ્ચે થયેલી તકરારમાં એક મિત્રએ બીજા મિત્રને માથું વાઢી નાખ્યું તે વાઇરલ તસવીરને બહેનના બળાત્કારીને ભાઈએ મોતને ઘાટ ઉતારી દીધો હોવાના દાવા સાથે વાઇરલ કરાઈ. તદુપરાંત ક્રિકેટર વિરાટ કોહલીને એડિટેડ વીડિયો જેમાં તેઓ કોલકાતાની બળાત્કાર પીડિતાના દોષિત માટે ફાંસીની સજા માગી રહ્યા હોય તે ઓલ્ટર કરેલા ઓડિયો સાથે વાઇરલ કરાયો. વળી, શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેની એડિટ કરેલી તસવીર તેઓ રાહુલ ગાંધી સામે ઝૂકીને પ્રમાણ કરી રહ્યા હોય તે દર્શાવી વાઇરલ કરાઈ. ન્યૂઝચેકરની તપાસમાં આ તમામ દાવાઓનું ઇન્વેસ્ટિગેશન કરતા તે ખોટા પુરવાર થયા. તેને આ રિપોર્ટમાં વાંચી શકાય છે.
કોલકાતાની આરજી. કર મેડિકલ કૉલેજની જૂનિયર ડૉક્ટરના રેપ-હત્યાના આરોપી માટે ફાંસીની સજાની માગના દાવાવાળો વિરાટ કોહલીનો એડિટેડ વીડિયો વાઇરલ કરાયો. તપાસમાં વીડિયો ઑલ્ટર્ડ કરેલો એટલે કે છેડછાડ વાળો પુરવાર થયો. તેથી અમારી તપાસમાં એ સાબિત થયું છે કે વિરાટ કોહલીએ હજુ સુધી આરજી કર મેડિકલ કૉલેજમાં મહિલા ડૉક્ટરની હત્યા-બળાત્કાર કેસ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. વધુ અહેવાલ અહીં વાંચો.
સાઉદીમાં 7 પાકિસ્તાનીને કિશોરીના બળાત્કાર બદલ માથા કાપી મોતને ઘાટ ઉતારી નાખ્યા હોવાનો દાવો કરતો વીડિયો ખરેખરે ISISનો 8 વર્ષ જૂનો વીડીયો. તપાસમાં વીડિયો વર્ષ 2016માં આતંકી સંગઠન આઈએસઆઈએસ દ્વારા જાસૂસીના આરોપસર ઇરાકી નાગરિકોને અપાયેલી સજાનો હોવાનું જાણવા મળ્યું છે. ખોટી માહિતી સાથે વીડિયો શેર કરાયો છે. જોકે, ન્યૂઝચેકરને તેની તપાસમાં આ વીડિયો જૂનો હોવાનો અને આતંકી સંગઠન દ્વારા એક અન્ય ઘટના સંદર્ભે રિલીઝ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. વધુ અહેવાલ અહીં વાંચો.
માણસે તેની બહેનના બળાત્કારીનું માથું કાપી નાખ્યું, અને કપાયેલ માથાને પોલીસ સ્ટેશન લઈ ગયો હોવાની વાઇરલ તસવીર કર્ણાટકાની અલગ ઘટના નીકળી. નિષ્કર્ષ નીકળ્યો છે કે એક વ્યક્તિએ તેની બહેનના બળાત્કારીનું માથું કાપી નાખ્યું અને તેનું કપાયેલું માથું પોલીસ સ્ટેશન લઈ જવાનો દાવો કરતી વાઇરલ પોસ્ટ ખોટી છે. તે એક અલગ ઘટનાની તસવીર છે. વધુ અહેવાલ અહીં વાંચો.
ફોટામાં શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સમક્ષ નમતા દેખાય છે. તસવીર એડિટ કરવામાં આવેલી છે. શિવસેના (UBT)ના વડા જ્યારે દિલ્હીના મુખ્ય પ્રધાનના પત્ની સુનીતા કેજરીવાલની મુલાકાતે ગયા ત્યારે તે વેળાનો તેમનો ફોટો શેર કર્યો હતો. આ મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્હી ખાતે સત્તાવાર નિવાસસ્થાને તેમની મુલાકાત થઈ હતી. વધુ અહેવાલ અહીં વાંચો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044