WeeklyWrap : ઉત્તરપ્રદેશમાં ક્યાંક ભાજપ નેતા પર હુમલો થયો તો ક્યાંક ભાજપ નેતા કોઈને ધમકી આપી રહ્યા છે, બીજી તરફ લતા મંગેશકરના મૃત્યુ પર શાહરુખ ખાને થુંક ઉડાવ્યું અને બિહાર બોય ઋતુરાજે ગુગલ હેક કર્યું હોવાના ભ્રામક દાવાઓ પર પ્રકાશિત કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

કાનપુરના ભાજપના કાઉન્સિલર રાઘવેન્દ્ર મિશ્રાનો વૃદ્ધ વ્યક્તિને ધમકી આપતો ભ્રામક વિડિઓ વાયરલ થયો
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. રાજ્યના તમામ ખૂણે ખૂણે આવેલી ચાની દુકાનો પર તમામ પક્ષોના સમર્થકો પોતાની પાર્ટીની જીતનો દાવો કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર પણ અનેક પ્રકારે પોસ્ટ શેર કરવામાં આવતી હોય છે, જે ક્રમમાં ફેસબુક અને ટ્વીટર પર યુપી કાનપુરના ભાજપ કાઉન્સિલરનો એક વિડિઓ વાયરલ થયો છે, વિડીઓમાં એક વૃદ્ધ વ્યક્તિને ભાજપ વિરુદ્ધ મત આપવા મુદ્દે કાઉન્સિલર રાઘવેન્દ્ર મિશ્રા ઘમકી આપી રહ્યા છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

બિહારના ઋતુરાજે માત્ર 51 સેકન્ડમાં ગૂગલને હેક કર્યું અને કરોડોની જોબ મળેવી હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ
ફેસબુક પોસ્ટ સાથે “બિહારનો ઋતુરાજ ચૌધરી હાલ આઇ.આઇ.ટી. મણીપુરમાં S.Y માં અભ્યાસ કરે છે. તેણે 53 સેકન્ટ માટે google ને હેક કર્યું. ઋતુરાજની કાબેલિયત ને સલામ કરી Google માં કામ કરવાની ઓફર કરી.” ટાઇટલ સાથે ઋતુરાજ ચૌધરીની તસ્વીર શેર કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, ફેસબુક પર વાયરલ થયેલ આ ભ્રામક પોસ્ટ પર newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા આગાઉ ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

ઉત્તરપ્રદેશની ચૂંટણી પ્રચાર માટે આવેલા ભાજપ નેતાને લોકોએ ભગાડ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક લોકો ભાજપ નેતાનો વિરોધ કરી રહ્યા છે. વિડીઓમાં લોકો ભાજપ નેતાની ગાડીને ઘેરો કરી પ્રચાર કરવા રોકી રહ્યા છે. ફેસબુક પર “ઉત્તરપ્રદેશ માં જનતા બીજેપી ના નેતાઓ ને ભગાડી રહી છે” ટાઇટલ સાથે આ વિડિઓ શેર કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ પાઠવવા આવેલા અભિનેતા શાહરુખ ખાને પાર્થિવ દેહ પર થુંક ઉડાવ્યું હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
આ જ ક્રમમાં, સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા એક વિડિઓ શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે શ્રદ્ધાંજલિ આપવા આવેલા અભિનેતા શાહરૂખ ખાન દ્વારા લતા મંગેશકરના પાર્થિવ દેહ પર થુંકવામાં આવ્યું છે. ફેસબુક પર “આ સહરુખ જુઓ લતાજી ના અંતિમ સંસ્કાર સમયે પણ થુકવાનું ના ભૂલ્યો” ટાઇટલ સાથે ન્યુઝ ચેનલનો એક વિડિઓ શેર કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

UPમાં ભાજપ નેતાના કાફલા પર સ્થાનિકોએ હુમલો કર્યો હોવાના દાવા સાથે બંગાળનો વિડિઓ વાયરલ
સોશ્યલ મીડિયા પર યુપીમાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે વાયરલ થયેલ ભ્રામક દાવાઓ ના ક્રમમાં ફરી એક વખત ફેસબુક પર “U P માં કોઈપણ વિસ્તારામાથી ભાજપના ઉમેદવારોને ભાગવુ જ પડે છે.” ટાઇટલ સાથે વિડિઓ વાયરલ થયેલ છે. વિડીઓમાં કેટલાક લોકો ભાજપ નેતાના કાફલા પર હુમલો કરી રહ્યા છે, આ સાથે દાવો કરવામાં આવ્યો છે “U P માં ભાજપની બંગાળ કરતાં ખરાબ પરિસ્થિતિ છે.”
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044