ભારતના આર્મી ચીફ જનરલ બિપિન રાવતનું તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે. તામિલનાડુ એર બેઝ પરથી વેલિંગ્ટન જવા માટે સીડીએસ બિપિન રાવત સહિત કુલ 14 લોકોએ હેલિકોપ્ટરમાં ઉડાણ ભરી હતી, ત્યારે કુન્નૂરમાં તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ દર્શાવતો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે.
ફેસબુક, ટ્વીટર અને વોટ્સએપ પર “જે હેલિકોપ્ટર માં દેશની આર્મીના વડા સહિત ઉચ્ચ અધિકારીઓ સવાર હતા તે હેલીકોપ્ટર નું આવી રીતે ક્રેશ થવું એ? જુઓ વિડિયો” ટાઈટલ સાથે કેટલાક યુઝર્સ દ્વારા Mi 17 ક્રેશ લેન્ડિંગનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ સાથે દાવો કરવામાં આવ્યો છે, કે આ વિડિઓ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશનો છે. નોંધનીય છે ફેસબુક પર આ વિડિઓ 30k થી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે.
Fact Check / Verification
ભારતના આર્મી ચીફ જનરલ બિપિન રાવતનું તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું, આ સંદર્ભે સોશ્યલ મીડિયા પર હેલિકોપ્ટર ક્રેશનો વિડિઓ વાયરલ થયો છે. જે અંગે ગુગલ સર્ચ કરતા નવેમ્બર 2021 ના રોજ Zee24 Taas YouTube ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલ Mi 17 હેલિકોપ્ટર ક્રેશ લેન્ડિંગનો સમાન વિડિયો જોવા મળે છે. વીડિયો સાથે આપવામાં આવેલ માહિતી મુજબ આ ઘટના અરુણાચલ પ્રદેશમાં બની હતી.
મળતી માહિતીના આધારે વધુ તપાસ કરતા Republic, The Economic Times, Zee News સહિત અનેક મીડિયા સંસ્થાન દ્વારા Mi 17 ક્રેશ લેન્ડિંગનો વીડિયો અંગે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ 18 નવેમ્બરના અરુણાચલ ખાતે Mi 17 હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ થયું હતું, જેમાં સદ્દનસીબે કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી.
આ પણ વાંચો :- જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશના ફૂટેજ તરીકે ઇદલિબમાં સીરિયન હેલિકોપ્ટર શૂટ થયાનો વીડિયો શેર કરવામાં આવ્યો
ઉપરાંત, અરુણાચલ પ્રદેશ ખાતે Mi 17 ક્રેશ લેન્ડિંગ અંગે ANI દ્વારા પણ 18 નવેમ્બરના કરવામાં આવેલ ટ્વીટ અહીં જોવા મળે છે.
8 ડિસેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા પછી, ભારતીય વાયુસેના (IAF) એ ટ્વીટ કર્યું કે, “ઊંડા અફસોસ સાથે, હવે એ ખાતરી કરવામાં આવી છે કે જનરલ બિપિન રાવત, શ્રીમતી મધુલિકા રાવત અને બોર્ડ પરના અન્ય 11 લોકો દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.”
જનરલ બિપિન રાવત સ્ટાફ કોર્સના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને સંબોધવા માટે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન (નીલગિરી હિલ્સ)ની મુલાકાતે હતા. ન્યુઝ અહેવાલોથી જાણવા મળ્યું છે કે હેલિકોપ્ટર વેલિંગ્ટન માટે સવારે 11.45 વાગ્યે કોઈમ્બતુર, સુલુર એરફોર્સ બેઝ પરથી ઉડાન ભર્યાના થોડા જ સમયમાં ક્રેશ થયું હતું.
Conclusion
ભારતના આર્મી ચીફ બિપિન રાવતનું કુન્નૂર ખાતે હેલિકોપ્ટર અકસ્માતમાં અવસાન થયું હોવાની માહિતી સાથે સોશ્યલ મીડિયા પર હેલિકોપ્ટર ક્રેશનો ભ્રામક વિડિઓ શેર કરવામાં આવેલ છે. નવેમ્બર 2021માં અરુણાચલ ખાતે Mi 17 હેલિકોપ્ટરના ક્રેશ લેન્ડિંગના વિડિઓને હાલમાં બિપિન રાવત સાથે થયેલા અકસ્માત સંદર્ભે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
Result :- Misplaced Context
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044