ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશના અહેવાલો આવ્યાના કલાકોમાં, સોશ્યલ મીડિયા પર યુઝર્સ દ્વારા Mi 17નો એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. વિડીઓમાં એક ચોપર જમીન પર પટકાય છે, વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે આ ચોપરમાં જનરલ બિપિન રાવત સહીત અન્ય લોકો હાજર હતા. જયારે newschecker દ્વારા આ અંગે ખુલાસો કરતા જણાવ્યું છે, વાયરલ વિડિઓ અંરુણાચલમાં નવેમ્બર મહિનામાં બનેલ ઘટના છે.
જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશની ઘટના બાદ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીઓમાં કેટલાક યુઝર્સ દ્વારા હવામાં હેલિકોપ્ટરમાં આગ લાગવાનો એક વિડિઓ શેર કરવામાં આવી રહ્યો છે. ફેસબુક અને યુટ્યુબ પર “CDS બિપીન રાવત ના હેલિકોપ્ટર ક્રેશ થયાનો લાઈવ વીડિયો” ટાઇટલ સાથે આ વિડિઓ શેર કરવામાં આવેલ છે.
Fact Check / Verification
જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશની ઘટના ના વાયરલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જેમાં The Telegraph દ્વારા ફેબ્રુઆરી 2020ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. જે મુજબ આ ઘટના પૂર્વીય ઇદલિબના નાયરાબ વિસ્તારમાં બળવાખોરો દ્વારા સીરિયન એરફોર્સના હેલિકોપ્ટરને તોડી પાડવામાં આવ્યું હતું.
સીરિયન એરફોર્સના હેલિકોપ્ટર અંગે મળતી જાણકારીના આધારે ગુગલ સર્ચ કરતા nbcnews અને aljazeera દ્વારા આ ઘટના પર ફેબ્રુઆરી 2020ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ તુર્કી દ્વારા આપવામાં આવતી આર્ટિલરીના મદદે બળવાખોરો દ્વારા સીરિયન હેલિકોપ્ટરને ઇદલિબ શહેર પરથી ઉડાવી દેવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે, જનરલ બિપિન રાવત સ્ટાફ કોર્સના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને સંબોધવા માટે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન (નીલગિરી હિલ્સ)ની મુલાકાતે હતા. ન્યુઝ અહેવાલોથી જાણવા મળ્યું છે કે હેલિકોપ્ટર વેલિંગ્ટન માટે સવારે 11.45 વાગ્યે કોઈમ્બતુર, સુલુર એરફોર્સ બેઝ પરથી ઉડાન ભર્યાના થોડા જ સમયમાં ક્રેશ થયું હતું.
Conclusion
જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશની ઘટના ના વાયરલ વિડિઓઅંગે મળતા પુરાવા પરથી સાબિત થાય છે, વાયરલ વિડિઓ સીરિયા ખાતે 2020માં થયેલ હેલિકોપ્ટર ક્રેશ છે. સોશ્યલ મીડિયા પર ‘જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશની ઘટના’ ટાઇટલ સાથે ભ્રામક વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
Result :- Misplaced Context
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044