Fact Check
સોમાલિયાથી 500 ટન ઝેરી કેળા બજારોમાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય

સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સોમાલિયાથી 500 ટન કેળા બજારોમાં આવ્યા છે. આ કેળામાં હેલિકોબેક્ટર્સ નામની કૃમિ હોય છે, જેનાથી માત્ર 12 કલાકમાં માણસનું મૃત્યુ થાય છે. વાયરલ વિડીયોમાં એક માણસ કેળા માંથી લાંબા સફેદ કીડાઓ કાઢતા જોઈ શકાય છે જે ‘હેલિકોબેક્ટર્સ’ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જે લોકોના મૃત્યુનું કારણ બની શકે છે.
ફેસબુક અને વોટસએપ પર આ વિડીયો “નમસ્કાર મિત્રો. કૃપા કરીને આ વિડિયોને બને તેટલો ફેલાવો. તાજેતરમાં, સોમાલિયાથી 500 ટન કેળા બજારોમાં આવ્યા હતા, જેમાં હેલિકોબેક્ટર નામનો કૃમિ હોય છે જે ઝેર કેળાને પેટમાં છોડે છે, 12 કલાક પછી વ્યક્તિ મૃત્યુ પામે છે.” ટાઇટલ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

આ વિડીયો અંગે સચોટ અને સાચી માહિતી જાણવા માટે કેટલાક યુઝર્સ દ્વારા આ પોસ્ટ ન્યૂઝચેકરના WhatsApp હેલ્પલાઈન નંબર (+91 9999499044) પર મોકલવામાં આવેલ છે. વાયરલ દાવા અંગે Newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક વાંચવા અહીંયા ક્લીક કરો.
Fact Check / Verification
સોમાલિયાથી 500 ટન કેળા બજારોમાં આવ્યા અને જેમાં હેલિકોબેક્ટર્સ નામની કૃમિ હોવાના વાયરલ વિડીયો અને ભ્રામક મેસેજ અંગે તપાસ શરૂ કરતા સૌ પ્રથમ કેળામાં હેલિકોબેક્ટર્સ નામની કૃમિ હોવા અંગે કીવર્ડ સર્ચ કરવા પર દુબઈ સ્થિત દૈનિક સમાચાર ખલીજ ટાઈમ્સનો એક અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, અબુ ધાબી એગ્રીકલ્ચર એન્ડ ફૂડ સેફ્ટી ઓથોરિટીએ સોશિયલ મીડિયા પર ફરતા આ વીડિયો અંગે નિવેદન જાહેર કરતા સૂચિત કર્યું હતું કે સોમાલિયન કેળા વિશેનો વાયરલ વીડિયો તેમજ સાથે આપવામાં આવેલ તમામ માહિતી તદ્દન ભ્રામક છે.

વધુમાં, અહીંયા UAE સ્થિત મીડિયા હાઉસ, ‘UAE BARQ‘ દ્વારા નવેમ્બર 2021ના ટ્વીટર મારફતે પોસ્ટ કરવામાં આવેલ ફૂડ સેફ્ટી ઓથોરિટીનું નિવેદન જોઈ શકાય છે.
આ ઉપરાંત, રિયાધ સ્થિત કાર્સિનોજેન્સ રિસર્ચર ફહાદ અલખોદૈરીએ પણ વાયરલ વીડિયો વિશે ટ્વિટ કરીને આ એક ખોટી અફવા હોવા અંગે સૂચિત કર્યું હતું.
ન્યૂઝચેકર સાથે વાત કરતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે વીડિયોમાં કરવામાં આવેલા દાવા ખોટા છે. આ પ્રકારના કિસ્સાઓ ભારતમાં જોવા મળ્યા નથી.
નોંધનીય છે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન, યુનાઈટેડ નેશન્સ હેઠળની એક વિશિષ્ટ સંસ્થા છે. જેના એક રિપોર્ટ પ્રમાણે ભારત 2010 અને 2017ની વચ્ચે દર વર્ષે સરેરાશ 29 મિલિયન ટન સાથે વિશ્વમાં કેળાનું સૌથી મોટું ઉત્પાદક છે.
Conclusion
સોમાલિયાથી 500 ટન કેળા બજારોમાં આવ્યા અને જેમાં હેલિકોબેક્ટર્સ નામની કૃમિ હોવાનો વાયરલ વિડીયો તદ્દન ભ્રામક છે. અબુ ધાબી એગ્રીકલ્ચર એન્ડ ફૂડ સેફ્ટી ઓથોરિટીએ આ વિડીયો અને સાથે આપવામાં આવેલ માહિતી તદ્દન ભ્રામક હોવાની જાણકારી 2021માં આપેલ છે. તેમજ, FSSAIના અધિકારીઓએ પણ આ દાવાને તદ્દન ભ્રામક જણાવ્યો છે.
Result : False
Our Source
Media Reports of Khaleej Times on, 1st NOV 2021
Statement from Abu Dabi Agriculture and Food Safety Authority, 1st NOV 2021
Telephonic Confirmation from FSSAI
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044