ભાજપ દ્વારા “જન આશિર્વાદ યાત્રા” (jan ashirwad yatra) શરૂ કરવામાં આવેલ છે. ભાજપના નેતાઓ અલગ-અલગ વિસ્તારોમાં કોરોનાની બીજી લહેર બાદ જનતાના આશિર્વાદ લેવા જઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર “જન આશિર્વાદ યાત્રા” મુદ્દે વિપક્ષ અને અન્ય યુઝર્સ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.
ફેસબુક પર “જન આશિર્વાદ યાત્રા” (jan ashirwad yatra) દરમ્યાન લોકોએ ભાજપને આશિર્વાદ આપવાનું શરૂ કરી દીધુ” કેપશન સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડિઓમાં કેટલાક લોકો દ્વારા ભાજપ કાર્યકર્તા સાથે મારપીટ કરી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળે છે. નોંધનીય છે કે ભાજપ દ્વારા દેશભરમાં અનેક જગ્યાએ “જન આશિર્વાદ યાત્રા” શરૂ કરવામાં આવેલ છે, જેમાં કોરોના પ્રોટોકોલ તોડવામાં આવ્યા હોવાના અનેક સમાચારો પણ જોવા મળ્યા છે.

Factcheck / Verification
લોકોએ “જન આશિર્વાદ યાત્રા” (jan ashirwad yatra) દરમિયાન નેતાઓ અને કાર્યકર્તા સાથે મારપીટી કટી હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં ન્યુઝ સંસ્થાન navbharattimes અને patrika દ્વારા એપ્રિલ 2019ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ આ ઘટના રાજેસ્થાનના અજમેર ખાતે બનેલ છે.

લોકસભા ચૂંટણી સમયે રાજેસ્થાનના અજમેર ખાતે મસુદા વિધાનસભા સીટના ભાજપ નેતા ભવરસિંહ પલાળા અને પૂર્વ જિલ્લા અધ્યક્ષ શર્મા વચ્ચે “જન સંપર્ક સભા” દરમિયાન મારપીટનો બનાવ બન્યો હતો.
આ પણ વાંચો :- શું ખરેખર “જન આશિર્વાદ યાત્રા” સમયે સંપૂર્ણ પણે કોરોના પ્રોટોકોલનું પાલન થયું છે?, જાણો શું કહે છે સ્વાસ્થ્ય મંત્રી
ભાજપ નેતાઓ વચ્ચે થયેલ લડાઈ અંગે વધુ તપાસ કરતા ટ્વીટર પર ANI દ્વારા એપ્રિલ 2019ના ઘટના સંબધિત વિડિઓ પોસ્ટ સાથે કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જે મુજબ અજમેર ખાતે મસુદા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપ પાર્ટીના બે જૂથ વચ્ચે લોકસભા ચૂંટણી સમયે યોજાયેલ સભા દરમિયાન મારપીટના દ્રશ્યો સર્જાયા હતા.
Conclusion
ભાજપ દ્વારા આયોજન કરવામાં આવેલ “જન આશિર્વાદ યાત્રા” દરમિયાન લોકોએ ભાજપ નેતા અને કાર્યકરો સાથે મારપીટ કરી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. 2019 લોકસભા ચૂંટણી સમયે રાજેસ્થાનના અજમેર ખાતે ભાજપના બે નેતાઓ અને કાર્યકર્તા વચ્ચે મારપીટ થયેલ છે.
Result :- Misleading
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044