RussiaUkraineConflict ને પગલે, જૂના વિડિઓ અને તસ્વીર સાથે ખોટા દાવાઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા છે. યુક્રેનની સરકાર દ્વારા તેના નાગરિકોને શસ્ત્રો ઉપાડવા અને યુક્રેનની ધરતી પર હાજર રશિયન સૈનિકો સામેની લડાઈમાં જોડાવા વિનંતી કરવામાં આવી છે. આ સંદર્ભે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેમજ ન્યૂઝ ચેનલોએ ભૂતપૂર્વ મિસ યુક્રેન અનાસ્તાસિયા લેનાની તસ્વીર શેર કરતા દાવો કર્યો છે કે તે યુક્રેનની સેનામાં જોડાઈ છે. રશિયા સામે તેના દેશનો બચાવ કરી રહી છે.
ફેસબુક પર “2015માં મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટમાં યુક્રેનનું પ્રતિનિધિત્વ કરનાર અનાસ્તાસિયા લેના હવે યુક્રેનિયન સૈન્યમાં જોડાઈ રહી છે” ટાઇટલ સાથે અનાસ્તાસિયા લેનાની તસ્વીર શેર કરવામાં આવેલ છે. નોંધનીય છે કે વાયરલ પોસ્ટ કેટલાક ન્યુઝ ચેનલ તેમજ ન્યુઝ પેપર દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવેલ છે.
Fact Check / Verification
અનાસ્તાસિયા લેનાએ યુક્રેન આર્મી સાથે જોડાઈને હથિયાર ઉઠાવી લીધા હોવાના દાવા સાથે વાયરલ તસ્વીર અંગે ગુગલ સર્ચ કરતા અનાસ્તાસિયા લેનાના ઓશ્યલ મીડિયા એકાઉન્ટ જોવા મળે છે. અહીંયા, 28 ફેબ્રુઆરીના રોજ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમણે સ્પષ્ટતા આપતી એક પોસ્ટ કરતા જણાવ્યું કે, “હું લશ્કર નથી, માત્ર એક માનવી છું” તે આગળ કહે છે કે છેલ્લા કેટલાક દિવસોથી પોસ્ટ કરાયેલા ફોટોગ્રાફ્સ જેમાં તે બંદૂક પકડીને જોઈ શકાય છે તે એક એરસોફ્ટ ગેમ છે. વધુ માહિતી જણાવતા કહ્યું કે “યુક્રેનની મહિલાઓ ને મજબૂત, આત્મવિશ્વાસુ અને શક્તિશાળી બતાવવા સિવાય મારો કોઈ અન્ય વિચાર નથી.“
ઉપરાંત, ન્યુઝ ચેનલ news.sky અને nypost દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ અનાસ્તાસિયા લેના દ્વારા યુદ્ધની શરૂઆતથી યુક્રેનિયન આર્મીના સમર્થન અને સહકારની માંગ કરતી અનેક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Conclusion
ભૂતપૂર્વ મિસ યુક્રેન અનાસ્તાસિયા લેના રશિયા સામે ચાલી રહેલ યુદ્ધમાં જોડાઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. અનાસ્તાસિયા લેનાએ યુક્રેન આર્મીના સમર્થન અને સહકાર કરવા માટે અનેક સોશ્યલ મીડિયા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading Content / Partly False
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044