Authors
યુક્રેન પર રશિયન આક્રમણની શરૂઆતથી જ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની તબિયત ખરાબ હોવાના અહેવાલો વચ્ચે પુતિન દક્ષિણ આફ્રિકામાં આંતરરાષ્ટ્રીય બ્રિક્સ સમિટની મુલાકાત લેવાના સમાચારો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વિડિયોમાં પુતિનનું પ્રતિનિધિમંડળ એરપોર્ટ પર જોવા મળે છે.
આ વીડિયોને ફેસબુક પર Ipob Filipina નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમના પ્લેટફોર્મ પર 4,700 મિત્રો અને 6,739 ફોલોઅર્સ છે. ન્યૂઝ ફૂટેજના વીડિયોને 82 લોકોએ શેર અને 46 લાઈક્સ મળી છે અને ‘પ્રેસિડેન્ટ પુટિન વિઝિટેડ સાઉથ આફ્રિકા’ કેપ્શન સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
વાયરલ સોશ્યલ મીડિયા પોસ્ટ અંગે Newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા પણ ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે, જે વાંચવા અહીંયા ક્લિક કરો
Fact Check / Verification
પુતિન દક્ષિણ આફ્રિકામાં આંતરરાષ્ટ્રીય બ્રિક્સ સમિટની મુલાકાત લીધી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડિયોના કી-ફ્રેમ્સ રિવર્સ ઈમેજ સર્ચ કરતા યુટ્યુબ પર SABCની ઓફિશ્યલ ચેનલ પર 26મી જુલાઈ 2018ના રોજ પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે. જે અનુસાર, વ્લાદિમીર પુતિન 2018માં દક્ષિણ આફ્રિકાના જોહાનસબર્ગમાં આયોજિત 10મી BRICS સમિટની મુલાકાત લેવા પહોંચ્યા હતા. પુતિન અન્ય સભ્ય દેશોના નેતાઓ સાથે આ સમિટમાં હાજર રહ્યા હતા.
જયારે, “બ્રિક્સ સમિટ 2022” અંગે ગુગલ સર્ચ કરતા બિઝનેસ સ્ટાન્ડર્ડ દ્વારા 23મી જૂન, 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, આ વર્ષની શરૂઆતમાં બેઇજિંગ, ચીનમાં પાંચ સહભાગી રાષ્ટ્રો, બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા વર્ચ્યુઅલ રીતે આ સમિટમાં જોડાયા હતા.
છેલ્લી ઑફલાઇન BRICS સમિટ 2019માં બ્રાઝિલમાં યોજાઈ હતી, જેમાં વ્લાદમીર પુતિન અને PM નરેન્દ્ર મોદી સહિતના અન્યો દેશોએ પણ હાજરી આપી હતી. અહીંયા આ ઇવેન્ટની પ્રેસ રિલીઝ જોઈ શકાય છે. ઉપરાંત, 14મી બ્રિક્સ સમિટમાં પીએમ નરેન્દ્ર મોદીની સહભાગિતાની પુષ્ટિ કરતી એક પ્રેસ રિલીઝ 24મી જૂન, 2022ના રોજ વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
Conclusion
પુતિન દક્ષિણ આફ્રિકામાં આંતરરાષ્ટ્રીય બ્રિક્સ સમિટની મુલાકાત લીધી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયો ખરેખર 2018માં દક્ષિણ આફ્રિકાના જોહાનસબર્ગમાં આયોજિત 10મી BRICS સમિટ સમયે લેવામાં આવેલ છે. જયારે, “બ્રિક્સ સમિટ 2022″નું આયોજન ઓનલાઇન રાખવા આવ્યું હતું.
Result : Missing Context
Our Source
Youtube video by SABC Youtube channel on 26th July, 2018
Business Standard report, 14th BRICS summit to review current global issues, reach key agreements, 23rd June, 2022
Tweet by BRICS_10 on 26th July, 2018
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044