Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
NO Free Treatment of Covid-19 Patients in Andrapradesh
ગુજરાતમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ અમદાવાદ શહેર અને સુરત શહેરની છે. અમદાવાદ શહેરમાં 2883 કેસ, સુરત શહેરમાં 839, વડોદરા શહેરમાં 790, મહેસાણા 483 કેસો નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે રાજ્યમાં કોવિડ-19થી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્ય ભરમાં 14,770 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 5,33,004 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આમ રાજ્યમાં સાજા થવાનો દર 78.27 ટકા થયો છે.
આ તમામ પરિસ્થિતિ વચ્ચે સોશ્યલ મીડિયા પર કોરોના વાયરસના ઉપચાર, ઓક્સિજન તેમજ હોસ્પિટલમાં બેડ અંગે અનેક પોસ્ટ વાયરલ થયેલ જોવા મળેલ છે. ત્યારે હાલ કોરોના વચ્ચે ખાનગી હોસ્પિટલ દ્વારા લેવામાં આવતા ચાર્જ અંગે પણ અનેક સમાચાર જોવા મળ્યા છે. આ સંદર્ભે ફેસબુક પર આંધ્રપ્રદેશના CM દ્વારા કોરોના સામે લડવા માટે ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર આપવાની જાહેરાત કરી હોવાનો દાવો વાયરલ થયેલ છે.
ફેસબુક પર “ભણેલા અને અભણ નેતાઓ વચ્ચે નો તફાવત તમે જોઈ શકો છો… સમગ્ર રાજ્યમાં કોઈને પણ કોરોના થાય તો સંપૂર્ણ મફત ટ્રીટમેન્ટ.. પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ.” કેપશન સાથે CM Jagan Reddyનો એક વિડિઓ વાયરલ થયેલ છે. (NO Free Treatment of Covid-19 Patients in Andrapradesh)
Factcheck / Verification
CM Jagan Reddy દ્વારા ખાનગી હોસ્પિટલમાં પણ કોરોના દર્દીઓ માટે મફત સારવાર આપવાની જાહેરાત કરવામાં આવી હોવાના ભ્રામક દાવા મુદ્દે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન thenewsminute દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
અહેવાલ મુજબ, હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો (NABH) બોર્ડની માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો માટે સુધારેલા દરો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં નોન ક્રિટિકલ કોવિડ -19 દર્દી સારવાર માટે દરરોજ 4,000 રૂપિયા ચાર્જ કરી શકે છે. તેમજ NABHની માન્યતા વિનાની હોસ્પિટલો 3,600 રૂપિયા ચાર્જ કરી શકે છે.
NABH હેઠળ આવતી હોસ્પિટલોમાં ઓક્સિજન સાથે નોન-ક્રિટિકલ દર્દીની સારવારના દરરોજના 6,500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે નોન-NABH હોસ્પિટલોના દરરોજના 5,850 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જયારે ICU વાળા દર્દીઓ માટે 12000 અને NABH ની બહાર આવતી હોસ્પિટલ માટે રૂ 10800 નક્કી કરવામાં આવેલ છે.
CM Jagan Reddy દ્વારા કોરોના દર્દીની મફત સારવાર માટે જાહેરાત કરી હોવાના દાવા પર આંધ્રપ્રદેશ સરકાર દ્વારા આધિકારી વેબસાઈટ ciicovid19update પર જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન જોવા મળે છે. જેમાં સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલ માટે કોરોના દર્દીની સારવાર માટે નક્કી કરવામાં આવેલ દર વિશે જાહેરાત કરવામાં આવેલ છે. (NO Free Treatment of Covid-19 Patients in Andrapradesh)
જાણો કોરોના વાયરસ સંદર્ભે વધુ એક ભ્રામક અફવા :- વેક્સીન ના લેનાર વ્યક્તિના ફેફસાં પર કોરોના વાયરસની અસર આ હદ્દ સુધી થાય છે, જાણો શું કહે છે ડોક્ટર
SN. | Category | Treatment | Rate per day (In Rs.) NABH Hospitals | Rate per day (In Rs.) Non NABH Hospitals |
1 | Non | Non-Critical COVID 19 Treatment | 4,000/- | 3,600/ |
2 | Critical | Non-Critical COVID 19 Treatment with O2 | 6,500/- | 5,850/- |
3 | Critical Care | Critical COVID Treatment in ICU with NIV (CPAP, BIPAP, HFNO) | 12,000/- | 10,800/- |
4 | Critical Care | Critical COVID Treatment in ICU with Invasive Ventilator Support | 16,000/- | 14,400/- |
જયારે ફેસબુક પર વાયરલ કરવામાં આવેલ CM Jagan Reddy ના વિડિઓ અંગે સર્ચ કરતા યુટ્યુબ પર News Politics દ્વારા 17 એપ્રિલના અપલોડ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. આ વિડિઓમાં CM દ્વારા કરવામાં આવેલ તમામ જાહેરાત અંગે સંપૂર્ણ માહિતી સાંભળી શકાય છે. આ જાહેરાત દરમિયાન CM દ્વારા ખાનગી હોસ્પિટલ દ્વારા વસુલ કરવામાં આવતા ચાર્જ અંગે પણ ચેતવણી આપી હતી.
ખાનગી હોસ્પિટલ દ્વારા કોરોના દર્દીઓ પાસેથી વધુ ચાર્જ વસુલ કરવામાં આવતા હોવાની ઘટના પર hindustantimes દ્વારા પ્રકાશિત અહેવાલ જોવા મળે છે. જે મુજબ આંધ્રપ્રદેશ સરકાર દ્વારા 4 ખાનગી હોસ્પિટલ વિરુદ્ધ દર્દીઓ પાસેથી વધુ ચાર્જ તેમજ બિલ ના આપવા જેવા મુદ્દાઓ પર FIR દાખલ કરવામાં આવેલ છે.
Conclusion
આંધ્રપ્રદેશ સરકાર દ્વારા હવે ખાનગી હોસ્પિટલમાં પણ કોરોના દર્દીની મફત સારવાર કરવાની જાહેરાત કરવામાં આવી હોવાની વાયરલ પોસ્ટ તદ્દન ભ્રામક અફવા છે. CM Jagan Reddy દ્વારા ખાનગી હોસ્પિટલના દર ઉપર મુજબ નક્કી કરવામાં આવ્યા છે, ઉપરાંત ખાનગી હોસ્પિટલ દ્વારા લેવામાં આવતા ચાર્જ અંગે પણ ચેતવણી આપી હતી. જયારે ખાનગી હોસ્ટિપટલમાં મફત સારવાર આપવાની જાહેરાત અંગે કોઈપણ નોટિફિકેશન કે પરિપત્ર જાહેર કરવામાં આવેલ નથી.
Result :- Misleading
Our Sours
thenewsminute
ciicovid19update
News Politics
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.