Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
(Gita Press denies reports of shutting down)
રામાયણ અને ભગવત ગીતા હિન્દૂ ધર્મ માટે પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે, અને અનેક લોકોની આસ્થા જોડાયેલ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક ભ્રામક દાવો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઉત્તરપ્રદેશ ગોરખપુર ખાતે આવેલ ‘ગીતા પ્રેસ’ બંધ થવા જઈ રહ્યું છે. આર્થિક મુશ્કેલીના કારણે આ પ્રેસ બંધ થવાનો દાવો કરવામાં આવ્યો છે.
ફેસબુક પર કેટલાક યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે “ગીતા પ્રેસ ગોરખપુર બંધ થવા જઇ રહ્યો છે.સમાચારો અનુસાર ગીતા પ્રેસ તેમના કર્મચારીઓને પગાર પણ ચૂકવવાની સ્થિતિમાં નથી, કારણ કે તેઓ સનાતન ધર્મના તમામ પુસ્તકો કોઈ પણ નફો વિના વેચે છે. જો ગીતા પ્રેસ બંધ કરે તો તે હિન્દુ ધર્મનું મોટું નુકસાન થશે”
Factcheck / Verification
ગોરખપુરમાં આવેલ ગીતા પ્રેસ આર્થિક સંકટના કારણે બંધ થવા જઈ રહી છે, અને તેમની પાસે કર્મચારીઓ માટે પણ પૈસા નથી વગેરે જેવા દાવાઓ પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જેમાં business-standard અને aninews દ્વારા જાન્યુઆરી 2018ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
મળતી માહિતી મુજબ, ગોરખપુર ખાતે આવેલ ગીતા પ્રેસના ટ્રસ્ટીઓમાંના એક દેવીદ્યલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર પ્રેસની આર્થિક સ્થિતિને લઈને વાયરલ થયેલા મેસેજ અફવાઓ ગણાવી હતી. તેમજ જણાવ્યું હતું કે પ્રેસ દ્વારા તાજેતરમાં 11 કરોડના ખર્ચે આધુનિક મશીન લગાવવામાં આવ્યા છે, અને અમને મળતા ફંડના નાણા એવી રીતે ઉપયોગમાં લેવાય છે કે મને નથી લાગતું કે પ્રેસ કોઈપણ પ્રકારે આર્થિક કે અન્ય સમસ્યાથી ઘેરાયેલ છે.
આ પણ વાંચો :- શું ચેન્નાઇના આ વ્યક્તિએ બળાત્કાર કરનારનું માથું કાપી નાખ્યું અને જાતે પોલીસ સ્ટેશન હાજર થયો?
આ ઉપરાંત વધુ માહિતી માટે ટ્વીટર પર ‘गीताप्रेस , गोरखपुर’ ઓફિશ્યલ એકાઉન્ટ પર વાયરલ દાવા મુદ્દે તપાસ કરતા સપ્ટેમ્બર 2020ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં વાયરલ અફવાનું ખંડન કરતા જણાવ્યું કે “સોશ્યલ મીડિયા પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગીતા પ્રેસ બંધ થવાની અને આર્થિક સ્થિતિ ખરાબ હોવાની ભ્રામક અફવા ફેલાવલ છે, તેમજ સંસ્થા દ્વારા કોઈપણ દાન લેવામાં આવતું નથી”
Conclusion
ઉત્તરપ્રદેશ ખાતે આવેલ ગીતા પ્રેસ જે ધાર્મિક પુસ્તકોના પ્રકાશનનું કામ કરે છે, આ પ્રેસ આર્થિક સંકટથી ઘેરાયેલ હોવાથી બંધ થવા જઈ રહ્યું હોવાની ભ્રામક અફવા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. ગીતા પ્રેસ બંધ થવાની વાત એક અફવા હોવાની જાણકારી ટ્વીટર મારફતે પ્રેસ દ્વારા 2020માં આપવામાં આવેલ છે.
Result :- False
Our Source
‘गीताप्रेस , गोरखपुर’
business-standard
aninews
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Authors
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.