Authors
Claim: સાઉદી અરેબિયામાં PM મોદીનું ગોલ્ડ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું
Fact: પીએમ નરેન્દ્ર મોદીની સુવર્ણ પ્રતિમા સાઉદી અરેબિયામાં નહીં પણ સુરતના એક ઝવેરી દ્વારા બનાવવામાં આવી હતી
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કથિત સુવર્ણ પ્રતિમાનો વીડિયો શેર કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે તે સાઉદી અરેબિયામાં PM મોદીનું ગોલ્ડ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. નવી દિલ્હી ખાતે તાજેતરમાં પૂર્ણ થયેલ G20 સમિટમાં ભાગ લીધા પછી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ PM મોહમ્મદ બિન સલમાનની મુલાકાત દરમિયાન બંને પક્ષોએ ઉર્જા, વેપાર અને સંરક્ષણ ક્ષેત્રોમાં સહકારને વધુ ગાઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ સંદર્ભમાં જ આ વિડીયો વાયરલ થઈ રહી છે.
Fact Check / Verification
સાઉદી અરેબિયામાં PM મોદીનું ગોલ્ડ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોના કીફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરતા, અમને 11 જાન્યુઆરી, 2023ના રોજના આ યુટ્યુબ વિડિયો જોવા મળ્યો. અહીંયા “156 ગ્રામ વેક્સ ગોલ્ડ સ્ટેચ્યુ ઑફ નરેન્દ્ર મોદી” ટાઇટલ સાથે સમાન વિડીયો જોઈ શકાય છે.
આ અંગે વધુ તપાસ કરતા 21 જાન્યુઆરી, 2023ના રોજના ANI ન્યૂઝ દ્વારા પ્રકાશિત અહેવાલ જોવા મળે છે. જેમાં જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીતની યાદમાં સુરત શહેરની એક જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીએ PM મોદીની સોનાની મૂર્તિ તૈયાર કરી છે. ગુજરાતમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતી હોવાથી મૂર્તિનું વજન 156 ગ્રામ રાખવામાં આવ્યું હતું.
“જવેલર, બસંત બોહરા, જેઓ રાજસ્થાનના છે અને છેલ્લા 20 વર્ષથી સુરતમાં સ્થાયી થયા છે, તે વેલી બેલી બ્રાન્ડની પ્રોડક્ટ રાધિકા ચેઈનના માલિક છે. 4.5 ઇંચ લંબાઇ અને 3 ઇંચ પહોળાઈ સાથેની આ મૂર્તિનું વજન 156 ગ્રામ છે. બોહરાના જણાવ્યા અનુસાર તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જીતેલી 156 બેઠકોનો સંદર્ભમાં આ મૂર્તિ બનાવવામાં આવી છે.
આ અંગે સમાન અહેવાલો અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે , જે સ્પષ્ટપણે જણાવે છે કે પીએમ નરેન્દ્ર મોદીની સુવર્ણ પ્રતિમા સાઉદી અરેબિયામાં નહીં પણ સુરતના એક ઝવેરી દ્વારા બનાવવામાં આવી હતી.
Conclusion
સાઉદી અરેબિયામાં PM મોદીનું ગોલ્ડ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે.પીએમ નરેન્દ્ર મોદીની સુવર્ણ પ્રતિમા સાઉદી અરેબિયામાં નહીં પણ સુરતના એક ઝવેરી દ્વારા બનાવવામાં આવી હતી.
Result : Partly False
Our Source
Indian Express report, January 20, 2023
ANI News report, January 21, 2023
(આ પણ વાંચો : સાઉદી અરેબિયામાં PM મોદીનું ગોલ્ડ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું હોવાના દાવા અંગે ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત અહેવાલ અહીં વાંચો.)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044