Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : સાઉદી અરેબિયાએ લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂક્યો
Fact : ચાલુ વર્ષે જાહેર કરવામાં આવેલ એડવાઈઝરીમાં લાઉડ સ્પીકર અંગે કોઈપણ માહિતી આપવામાં આવેલ નથી.
સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે સાઉદી અરેબિયાએ લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે યૂઝર્સ લખી રહ્યા છે “કોણ જાણે આપને કોણ સેક્યુલર ના પાઠ ભણાવી ગયું” વાયરલ પોસ્ટને હાલમાં રમઝાનના સંદર્ભમાં શેર કરવામાં આવી રહી છે.
સાઉદી અરેબિયાએ લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂક્યો પહેલા પણ વાયરલ થયો હતો, જે અંગે ન્યુઝચેકર હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક છે.
સાઉદી અરેબિયાએ લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂક્યો હોવાના દાવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા યુટ્યુબ પર જૂન 2021ના WION ન્યુઝ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડીયો જોવા મળે છે. જે અનુસાર, સાઉદી અરેબિયાએ મસ્જિદોમાં લાઉડસ્પીકર્સના અવાજનું પ્રમાણ ઘટાડવા સહિત અન્ય નિયંત્રણો લાદ્યા હતા.
સાઉદી અરેબિયા સરકારના ઇસ્લામિક બાબતોના મંત્રાલયના મંત્રી ડૉ અબ્દુલ્લાતિફ અલ શેખે રમઝાનના પવિત્ર મહિનાની પૂર્વ તૈયારી અંગે મંત્રાલયની તૈયારીઓના ભાગ રૂપે ઉપાસકોની સેવા માટે મસ્જિદો તૈયાર કરવાની જરૂરિયાત અંગે મંત્રાલયની તમામ શાખાઓને પરિપત્ર જાહેર કર્યો છે. 3 માર્ચના ટ્વીટર પર જાહેર કરવામાં આવેલ એડવાઈઝરી મુજબ લાઉડસ્પીકર અથવા કોઈ પ્રાર્થના પ્રસારણ પર રોક લગાવવા અંગે માહિતી જોવા મળતી નથી.
પ્રાપ્ત માહિતીના આધારે, 20 મે, 2021 અને 5 જૂન,2021 વચ્ચે સાઉદી અરેબિયા સરકારના ઇસ્લામિક બાબતોના મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી ટ્વીટ્સ જોવા મળે છે. અહીંયા, સાઉદી અરેબિયાના ઇસ્લામિક બાબતોના મંત્રી ડો. શેખ અબ્દુલતીફ બિન અબ્દુલ અઝીઝના આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેના હેઠળ મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ માત્ર નમાઝ અદા કરવા સમયે કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ અંગે વધુમાં, સાઉદી ગેઝેટ , ગલ્ફ ન્યૂઝ , રોઈટર્સ , બીબીસી અને અલ જઝીરા દ્વારા પ્રકાશિત અહેવાલ જોવા મળે છે. 24 મે, 2021ના રોજ સાઉદી ગેઝેટ દ્વારા પ્રકાશિત એક લેખ અનુસાર, સાઉદી અરેબિયાના ઇસ્લામિક બાબતોના પ્રધાન ડૉ. અબુલ્લાતીફ બિન અબ્દુલ અઝીઝ અલ-શેખે એક પરિપત્ર બહાર પાડીને મસ્જિદોમાં માત્ર અઝાન અને ઇકામત (ઇકામત-ઉલ-સાલાહ) માટે બાહ્ય લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. વધુમાં, મંત્રીએ લાઉડસ્પીકરને તેની કુલ ક્ષમતાના માત્ર એક તૃતીયાંશમાં ચલાવવાનો આદેશ આપ્યો છે.
અમારી તપાસમાં એ સ્પષ્ટ થાય છે કે સાઉદી અરેબિયા દ્વારા મસ્જિદોમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકવાના નામે શેર કરવામાં આવેલો આ દાવો ભ્રામક છે. હકીકતમાં, સાઉદી અરેબિયાના ઇસ્લામિક બાબતોના પ્રધાન ડૉ. અબુલ્લાતીફ બિન અબ્દુલ અઝીઝ અલ-શેખે 23 મે, 2021 ના રોજ એક પરિપત્ર જાહેર કરીને મસ્જિદોમાં માત્ર અઝાન અને ઇકામત (ઇકામત-ઉલ-સલાહ) માટે બાહ્ય લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. ચાલુ વર્ષે જાહેર કરવામાં આવેલ એડવાઈઝરીમાં લાઉડ સ્પીકર અંગે કોઈપણ માહિતી આપવામાં આવેલ નથી.
Our Source
Tweet shared by the Saudi Ministry of Islamic Affairs, Dawah and Guidance on 23 May, 2021
Media reports
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044