પાણીપૂરીના પાણીમાં લોકપ્રિય બ્રાન્ડ અને ટોયલેટ ક્લીનર હાર્પિક ભેળવતા એક વ્યક્તિનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પાણીપૂરીના પાણીમાં હાર્પિક ટોયલેટ ક્લીનર ઉમેરી રહ્યો છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ વિડીયો અલગ-અલગ ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે, આ ક્રમમાં સમાન વિડીયો અલગ-અલગ ભાષામાં સાંપ્રદાયિક રંગ સાથે શેર કરવામાં આવેલ છે. જેના પર Newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
ફેસબુક પર “એ પાણીપુરી ના પાણીમાં આ નાલાયક લોકો શંડાસ (લેટ્રીન) સાફ કરવાનો હારપિક મિલાવે છે. તમે જે સ્વાદિષ્ટ પાણી હોસે હોંસે પીવો છો તેનો અસલી સ્વાદ સેનો છે તે જોઈ લ્યો” ટાઇટલ સાથે વિડીયો અનેક યુઝર દ્વારા શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પોસ્ટ સાથે પાણીપૂરી ના ખાવા માટે તેમજ આ ભેળસેળ અંગે માહિતી આપવામાં આવેલ છે.

Fact Check / Verification
વ્યક્તિ પાણીપૂરીના પાણીમાં હાર્પિક ટોયલેટ ક્લીનર ઉમેરી રહ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો અંગે ફેસબુક પર “હાર્પિક” અને “ગોલગપ્પા” જેવા શબ્દો સાથે કીવર્ડ સર્ચ કરવા પર, અમને 7મી જુલાઈ, 2022ના રોજ ‘જ્ઞાન ભંડાર‘ નામના ફેસબુક પેજ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે.
વિડીયો સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર, ‘આ વિડીયો સંપૂર્ણ કાલ્પનિક છે, વિડીયોની તમામ ઘટનાઓ સ્ક્રિપ્ટેડ છે અને મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવેલ છે, આ ઘટના કોઈપણ પ્રકારની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી નથી. તેમજ તેમનો કોઈપણ વ્યક્તિ જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ સમાનતા માત્ર સંયોગ છે.’

ન્યૂઝચેકર દ્વારા જ્ઞાન ભંડાર ફેસબુક પેજના એડમિનનો પણ સંપર્ક કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. વાયરલ વિડીયો અંગે તેમનો જવાબ મળતા સાથે ફેકટચેક અપડેટ કરવામાં આવશે.
Conclusion
વ્યક્તિ પાણીપૂરીના પાણીમાં હાર્પિક ટોયલેટ ક્લીનર ઉમેરી રહ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર સ્ક્રિપ્ટેડ વિડીયો છે. આ પ્રકારે કોઈપણ ઘટના વાસ્તવમાં બનેલ નથી. વાયરલ વિડીયો યુઝર દ્વારા મનોરંજન અને જાગૃકતા લાવવા સંદર્ભે બનવવામાં આવેલ છે.
Result : False
Our Source
Facebook Page Gyan Bhandar Posted Video on 7 July 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044