Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
‘ગુગલ પે’ પેમેન્ટ એપ કોઈ પેમેન્ટ ઓપરેટર સિસ્ટમ નથી, માટે તે સેફ નથી અને ગૂગલ પેનો ઉપયોગ કરતા પહેલા સાવધ રહેવું. કોઈપણ ચુકવણી સંબંધિત મુદ્દાઓ અથવા ગૂગલ પે પર થતી છેતરપિંડી આરબીઆઈના કાર્યક્ષેત્રની બહાર રહેશે. આ દાવા સાથે વૉટ્સએપ પર મસેજ વાયરલ કરવામાં આવ્યો છે.
ગૂગલ પે કોઈ ચુકવણી સિસ્ટમ ઓપરેટર નથી: આરબીઆઈથી દિલ્હી એચસીઆરબીઆઈએ ઘોષણા કર્યું કે જો ગુપે દ્વારા થેલી રકમ સ્થાનાંતરિત કરતી વખતે કોઈ મુદ્દો ઉભો થાય છે, તો કોઈ પણ દાવો કરી શકતો નથી, કારણ કે રાષ્ટ્રીય પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અધિકૃત ચુકવણી સિસ્ટમની સૂચિમાં નથી *
ગૂગલ પેનો ઉપયોગ કરતા પહેલા સાવધ રહેવું. કોઈપણ ચુકવણી સંબંધિત મુદ્દાઓ અથવા ગૂગલ પેને લીધે થતી છેતરપિંડી આરબીઆઈના કાર્યક્ષેત્રની બહાર હશે ..જરા સાવચેત રહેવું
રિઝર્વ બેંક Indiaફ ઈન્ડિયા (આરબીઆઈ) એ દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે ગૂગલ પે થર્ડ પાર્ટી એપ પ્રદાતા (ટીપીએપી) છે અને કોઈ ચુકવણી સિસ્ટમ્સ ચલાવતું નથી.
આ વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે ટ્વીટર પર સર્ચ કરતા કેટલીક ટ્વીટ પણ જોવા મળે છે.
વાયરલ દાવા પર કીવર્ડ સર્ચ દ્વારા તપાસ કરતા જાણવા મળે છે, મેં 2020માં એક વ્યક્તિ દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં યાચિકા કરવામાં આવી હતી. અર્થશાસ્ત્રી અભિજિત મિશ્રા દ્વારા PIL દાખલ કરવામાં આવી હતી કે ગૂગલની આ મોબાઈલ પેમેન્ટ એપ્લિકેશન ‘ગૂગલ પે’ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મંજૂરી વિના જ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરી રહી છે. આ સાથે તેમણે એવો પણ આક્ષેપ પણ કર્યો કે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની સુવિધા પૂરી પાડવા માટે માન્ય મંજૂરીના અભાવે ‘એપ્લિકેશન પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ-2007’નું ઉલ્લંઘન કરીને તે પેમેન્ટ સર્વિસ આપી રહી છે.
જે બાદ વધુ સર્ચ બાદ ન્યુઝ રિપોર્ટ મળી આવે છે, જે મુજબ 20 જૂન 2020ના RBI રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા દિલ્હી હાઇકોર્ટે પૂછેલા પ્રશ્નના જવાબમાં કહેવામાં આવે છે, ગુગલ પે એક થર્ડ પાર્ટી પ્રોવાઇડર (TPAP) છે. તેમજ તે કોઈ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટ નથી કરી રહ્યું.
જેના જવાબમાં ગુગલ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે, જે મુજબ તમામ TPAPની યાદી NPCIમાં મુકવામાં આવી છે. તમામ ટ્રાન્જેક્શન પર વાપરવામાં આવતી TPAP સુરક્ષિત છે. તેમજ ટ્રાન્જેક્શન સાથે થયેલ કોઈપણ ચેડાં કે ફ્રોડ થવા પર cybercellની જોગવાઈ મુજબ ફરિયાદ પણ નોંધાવી શકો છો.
આ મુદ્દે 24 જૂન 2020ના ગુગલ દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી, જેમાં outlookindia પર પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ ગુગલ પે પર થનારા તમામ ટ્રાન્જેક્શન RBI અને NPCI ની ગાઇડલાઇન પ્રમાણે સુરક્ષિત છે.
વાયરલ મેસેજ પર કરવામાં આવેલ દાવો કે ગુગલ પે પર થયેલ છેતરપિંડી આરબીઆઈના કાર્યક્ષેત્રની બહાર હશે, જે મળતા પરિણામ પરથી તદ્દન ભ્રામક સાબિત થાય છે. ગુગલ પે ઇન્ડિયા દ્વારા આ મુદ્દે ટ્વીટર પર તેમજ હાઇકોર્ટ સમક્ષ ખુલાસો આપવામાં આવ્યો છે, તેમજ આ કેસ પર દિલ્હી હાઇકોર્ટ 22 જુલાઈના આગામી સુનવણી કરશે. જયારે વાયરલ મેસેજ તેમજ ટ્વીટર પર કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે.
source :-
facebook
twitter
youtube
news reports
govt. data
પરિણામ :- ભ્રામક દાવો (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
December 4, 2020
Prathmesh Khunt
December 6, 2020
Prathmesh Khunt
December 7, 2020